મનોરંજન

સૈફ અલી ખાનની બહેન એક્ટિંગમાં ખરાબ રીતે ફ્લોપ રહી , જાણો જાણી-અજાણી વાતો

પટૌડી ખાનદાનની આ લાડલી ઓફ્સફોર્ડમાંથી ભણીને બેંકમાં જોબ કરતી હતી, ફિલ્મમાં ચાલ્યો સિક્કો

પટૌડી ખાનદાનની નાની દીકરી અને  સૈફ અલી ખાનની બહેન સોહા અલી ખાનએ તેનો ગઈકાલે 42મોં બર્થડે મનાવ્યો હતો. શર્મિલા ટાગોર અને મન્સુર અલી ખાન પટૌડીની લાડલી દીકરીનો જન્મ 4 ઓક્ટોબર 1978ના રોજ દિલ્લીમાં થયો હતો.

સોહા અલી ખાનના પિતા મન્સુર અલી ખાન પટૌડી ખાનદાનના નવમાં નવાબ હતા. સોહાની માતા શર્મિલા ટાગોર 70-80ના દાયકાની જાણીતી એક્ટ્રેસ હતી. તો સોહા અલી ખાનનો ભાઈ સૈફ અલી ખાન પણ ફિલ્મોમાં એક્ટિવ છે. ત્રણ ભાઈ-બહેનના સોહા અલી ખાન નાની છે.

સોહા અલી ખાને દિલ્લીની બ્રિટિશ સ્કૂલમાંથી ભણતર પૂરું કર્યું હતું. આ બાદ તે લંડનની ઓક્સફોર્ડ યુનિવર્સીટીમાં ભણવા માટે ચાલી ગઈ હતી. સોહા ભણવામાં હોશિયાર હતી. આ બાદ તેને લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ એન્ડ પોલિટિકલ સાયન્સમાંથી આંતરરાષ્ટ્રીય સંબંધ પર માસ્ટર ડિગ્રી મેળવી હતી. સોહાને ઇકોનોમિક્સ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.

ભણતર પૂરું થયા બાદ સોહાએ બેંકમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. સોહાએ ફોર્ડ ફાઉન્ડેશન અને સીટી બેંકમાં કામ કર્યું હતું. બાદમાં તેને વિચાર આવ્યો કે કેમ એક્ટિંગમાં હાથના અજમાવું. સોહાએ કરિયરની શરૂઆત 2004માં બંગાળી ફિલ્મ ‘ઇતિ શ્રીકાંતા’ થી કરી હતી.

તો બોલીવુડમાં તેને શાહિદ કપૂર સાથે ‘ દિલ માંગે મોર’ થી ડેબ્યુ કર્યું હતું. પરંતુ સોહાને પ્રસિદ્ધિ તો ‘રંગ દે બસંતી’ થી મળી હતી. વર્ષ 2006માં આવેલી આ ફિલ્મ માટે સોહાને આઈફા અને જીફામાં બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો હતો.

સોહા અલી ખાન એક્ટ્રેસની સાથે-સાથે જવેલરી ડિઝાઈનર પણ છે. સોહાએ બંગાળી, હિન્દી અને અંગ્રેજી ફિલ્મમાં કામ કર્યું છે. સોહા અલી ખાનની બોલીવુડમાં એન્ટ્રી તેના ભાઈ સૈફ અને ભાભી કરીના જેવી થઇ ના હતી. સોહાની એક્ટિંગમાં કોઈ કમી નથી. સોહાએ જેટલી ફિલ્મમાં કામ કર્યું છે તેમાં તેની એક્ટિંગથી સરાહના મળી છે. સોહા અલી ખાનની કરિયરમાં ઓછી ફિલ્મ હોવાનું કારણ તે દરેક ભૂમિકા આસાનીથી નથી સ્વીકારતી. તો સોહા હંમેશા એજ ભૂમિકા ભજવે છે જે તેના રોલમાં ફિટ બેસે છે.

સોહાએ યે દિલ માંગે મોર, પ્યારમાં ટ્વીસ્ટ, શાદી નંબર-1સી રંગ દે બસંતી, તુમ મિલે, તેરા ક્યાં હોગા જોની અને ઘાયલ વન્સ અગેનમાં નજરે આવી હતી.

સોહાની પર્સનલ લાઈફની વાત કરવામાં આવે તો તેન કૃણાલ ખેમુ સાથે 9 વર્ષ સુધી ડેટ કર્યા બાદ 2015માં લગ્ન કર્યા હતા. લગ્ન પહેલા કૃણાલે સોહાને 9 કરોડ રૂપિયાનો ફ્લેટ આપ્યો હતો. સોહા અને કૃણાલ ખેમુને એક પ્યારી દીકરી ઇમાયા પણ છે. દીકરીને કારણે હાલ સોહા ફિલ્મથી દૂર છે. સોહાએ પ્રેગનેન્સીને લઈને પુસ્તક પણ લખ્યું હતું.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.