આજના આધુનિક સમયમાં સ્ત્રીઓ પણ પુરુષ કરતા પણ આગળ નીકળી રહી છે, પોતાની મહેનત અને લગનના કારણે આપણા દેશની ઘણી મહિલાઓ પોતાની સાથે દેશનું પણ નામ રોશન કર્યું છે. આપણે અવારનવાર ઘણી મહિલાઓના સાહસના સમાચાર સાંભળતા હોઈએ છીએ, તેમના સાહસને બિરદાવતા પણ હોઈએ છીએ. પરંતુ ઘણી સ્ત્રીઓને મજબૂરીના કારણે એવા પણ કામ સ્વીકારવા પડે છે જે કામ કરવું તેના માટે અશક્ય હોય છે છતાં પણ પોતાની મહેનતથી તેને તે શક્ય બનાવે છે.

આવી જ એક યુવતી કાંગડા જિલ્લામાંથી સામે આવી છે જેનું નામ સ્નેહલત્તા છે. આ યુવતીએ પોતાની પરિસ્થિતિને પહોંચી વળવા માટે ગાડીના ગેરેજમાં પુરુષની જેમ ગાડીને રીપેરીંગ કરવાનું કામ સ્વીકાર્યું હતું. 23 વર્ષની સ્નેહલત્તા મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા હટવાસ સ્થિત સર્વિસ સેન્ટરમાં એક મેકેનિક તરીકે કામ કરી રહી છે.

બાળપણમાં જ માત્ર 8 વર્ષની ઉંમરે પિતાનું અને 12 વર્ષની ઉંમરે માતાનું અવસાન થવાના કારણે જીવનનો જંગ એકલા જ લડવા માટે સ્નેહલત્તાને તૈયાર થવું પડ્યું હતું, તેને વર્ષ 2019માં શાહપુર સ્થિત ઔદ્યોગિક તાલીમ કેન્દ્ર (આઈટીઆઈ)માં બે વર્ષનો કોર્ષ પૂર્ણ કર્યો હતો. હટવાસ સ્થિત સર્વિસ સેન્ટરમાં બે પદોની જગ્યા ખાલી હોવાના સમાચાર મળતા સ્નેહલત્તાએ આ પદ ઉપર આવેદન કરી અને મેકેનિક તરીકેની નોકરી મેળવી હતી.

હાલમાં સ્નેહલત્તા અહીંયા ટ્રેનિંગ ટ્કેનિશ્યનના રૂપમાં જોડાઈ છે જ્યાં તેને 7000 રૂપિયા મહેનતાણું આપવામાં આવે છે. સ્નેહલત્તાએ કહ્યું છે કે તે મહેનતથી કામ કરશે. ઘણી સ્ત્રીઓ અને ઘણા પુરુષો પણ જયારે પરિસ્થિતિ સામે શરણાગતિ સ્વીકારી લે છે એવા લોકો માટે સ્નેહલત્તા એક મોટું ઉદાહરણ પૂરું પાડે છે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.