દેશભરમાં લોકડાઉન ચાલી રહ્યું છે, ફિલ્મ અને ટીવી જગતના અભિનેતા અને અભિનેત્રીઓ પણ હાલમાં ઘરે જ બેઠા છે, અને તમેન ચાહકો સાથે સોશિયલ મીડિયા દ્વારા તે જોડાઈ પણ રહ્યા છે.
View this post on Instagram
સ્મૃતિએ 15 એપ્રિલના રોજ એક દીકરીને જન્મ આપ્યો હતો. અને તેનો ફોટો પણ સોશિયલ મીડિયામાં શેર કર્યો છે.
View this post on Instagram
તાજેતરમાં જ ગૌતમ ગુપ્તાએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, ‘અમારું બાળક કોરોના લોકડાઉન વચ્ચે જન્મે છે અને અમે તે અંગે ખૂબ જાગ્રત છીએ. સ્મૃતિની ગર્ભાવસ્થા દરમિયાન અમે ખૂબ જાગૃત રહ્યા છીએ અને આ સમય દરમિયાન, ડોક્ટરોએ પણ અમારી પૂરી મદદ કરી છે.
હાલમાં સ્મૃતિ ખન્નાએ તેની દીકરીની એક ખુબસુરત તસ્વીર શેર કરી હતી. સાથે જ તેને તેની દીકરીનું નામ પણ જણાવ્યું હતું.
View this post on Instagram
સ્મૃતિએ ઇન્સ્ટાગ્રામ પર એક ફેમિલિ ફોટો શેર કર્યો હતો. જેમાં સ્મૃતિ સાથે તેની દીકરી અને તેના પતિ પણ છે. આ તસ્વીર હોસ્પિટલની છે. બંને પતિ-પત્ની કેમેરાની સામે જોઈને પોઝ આપી રહ્યા છે. સ્મૃતિએ તેની દીકરીનું નામ અનાયકા રાખ્યું છે.
તસ્વીર સાથે સ્મૃતિએ કેપ્સનમાં લખ્યું હતું કે, અનાયકા સાથે જ #family #FirstFamilyPic #DaddysGirl હેશટેગનો ઉપયોગ કર્યો હતો.
View this post on Instagram
ઉલ્લેખનીય છે કે, સ્મૃતિ ખન્ના ટીવી સીરિયલ ‘મેરી આશિકી તુમ સે’માં જોવા મળી હતી. ત્યાં તે અને ગૌતમ મળ્યાં, તેઓ પહેલા સારા મિત્રો બન્યા. ત્યાર બાદ બંને પ્રેમમાં પડ્યાં અને અભિનેત્રીએ વર્ષ 2017 માં ગૌતમ ગુપ્તા સાથે લગ્ન કર્યા. બંને વચ્ચે શોના સેટ પર અફેરની શરૂઆત થઈ હતી.
સ્મૃતિ ઘણી હિંદી ધારાવાહિકમાં નજર આવી છે જેમાં “મેરી આશિકી તુમસે”, “બાલીકાવધૂ” કસમ તેરે પ્યારકી” અને “ઇસ પ્યાર કો ક્યાં નામ દુ” જેવી ઘણી ધારાવાહિકોમાં જોવા મળી છે.
View this post on Instagram
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.