વર્ષ 2008માં, ડેની બોયલ દિગ્દર્શિત ફિલ્મ ‘સ્લમડોગ મિલિયોનેર’ને સાત કેટેગરીમાં ઓસ્કાર એવોર્ડ મળ્યો હતો. મુંબઈની ઝૂંપડપટ્ટીની આસપાસ ફરતી ફિલ્મની વાર્તામાં ઝૂંપડપટ્ટીમાં રહેતા ઘણા બાળકોને તક આપી હતી. આ ફિલ્મમાં છોટા સલીમનું પાત્ર ભજવનાર અઝહરુદ્દીન મોહમ્મદ ઇસ્માઇલનું નસીબ પણ આ ફિલ્મ પછી બદલાઈ ગયું હતું અને ઝૂંપડપટ્ટીમાં રહેતા અઝહરુદ્દીનને ફ્લેટ આપવામાં આવ્યો હતો. આ ફ્લેટ જય હો ટ્રસ્ટ તરફથી આપવામાં આવ્યો હતો.

સ્લમડોગ મિલિયોનેરના ડિરેક્ટર ડેની બોયલે તેમની ફિલ્મમાં કામ કરનારાઓ માટે ‘જય હો’ ટ્રસ્ટ બનાવ્યું હતું. આ ટ્રસ્ટ દ્વારા બાળકોના પરિવારોને ફ્લેટ્સ આપવામાં આવ્યા હતા, જયારે આ બાળકો 18 વર્ષના થયા ત્યારે આ ફ્લેટ્સ તેમના નામ પર થઇ ગયા. તેઓ 18 વર્ષના થાય ત્યાં સુધી તેમને માસિક 9 હજાર રૂપિયા આપવામાં આવતા હતા, એ પણ 18 વર્ષના થયા પછી બંધ થઇ ગયા. ત્યારે ફિલ્મ કર્યા પછી અઝહરુદ્દીન મોહમ્મદ ઇસ્માઇલનું ચમકેલું નસીબ ફરી પલ્ટી મારી ગયું છે અને હવે તેઓ ફ્લેટ છોઇને ફરીથી ઝૂંપડપટ્ટીમાં રહેવા પર મજબૂર થયા છે.

વર્ષ 2008માં, 10 વર્ષીય ઇસ્માઇલને ડેની બોયલે બ્રેક આપ્યો હતો. તે બાંદ્રાના ગરીબ નગરમાં એક ઝૂંપડપટ્ટીમાં રહેતો હતો. ફિલ્મ રિલીઝ થયાને હવે લગભગ 12 વર્ષ થઇ ચુક્યા છે. અઝહરુદ્દીન હવે 21 વર્ષનો થઇ ગયો છે. ત્યારે ઇસ્માઇલને હવે ફરીથી ઝૂંપડપટ્ટીમાં જવાની ફરજ પડી છે.

21 વર્ષીય ઇસ્માઇલે સાન્ટાક્રુઝ વેસ્ટના અનુરાગ પ્લાઝાનો પોતાનો ફ્લેટ, જે તેને જય હો ટ્રસ્ટ આપ્યો હતો, 49 લાખમાં વેચી દીધો છે. ત્યારે પછીથી તે બાંદ્રા વેસ્ટની ઝૂંપડપટ્ટીમાં રહી રહ્યો છે. ભલે ઇસ્માઇલનો જન્મ આ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં થયો હોય, પરંતુ હવે તેને આ જીવન ગમતું નથી. જો કે અઝહરુદ્દીન અહીં આવતાંની સાથે જ બીમાર રહેવા લાગ્યો, જેથી પુત્રને બીમાર જોઇને તેની માતા તેને તેના ગામ જાલના લઈ ગઈ જ્યાં તે છેલ્લા કેટલાક મહિનાઓથી રહી રહ્યો છે.

આ સમગ્ર મામલે ઇસ્માઇલનું કહેવું છે કે તે ઝૂંપડપટ્ટીમાં પાછો ફરવા માંગતો નથી. સ્ટારડમ ખતમ, હવે પરિવાર માટે કમાવવાનું છે. તેના પિતા, કુટુંબના વડા, ફિલ્મના એક વર્ષ પછી જ મૃત્યુ પામ્યા. પરિવારની જરૂરિયાતો પૂરી થઇ શકતી ન હતી, જેના કારણે તેણે પોતાનો ફ્લેટ વેચવો પડ્યો હતો અને તે એ જ જગ્યાએ પાછો ફર્યો હતો જ્યાંથી તેને આ ફિલ્મે બહાર કાઢ્યો હતો.

આ અંગે અઝહરુદ્દીનની માતાનું કહેવું છે કે “તે છેલ્લા ત્રણ વર્ષથી સતત સંઘર્ષ કરી રહ્યો છે. અમે તેની બીમારી પર ઘણા પૈસા ખર્ચ કર્યા છે. અમારી સામે ફ્લેટ વેચવા સિવાય બીજો કોઈ રસ્તો નહોતો. હું ડેની બોયલને મારા બાળકની મદદ કરવા અપીલ કરું છું. તેને ટેકો અને પ્રેરણાની જરૂર છે.’

ઘર વેચ્યા પછી, અઝહર તેની માતા સાથે ત્રણ માળની ઇમારતના નાના ઓરડા (10X10 ફુટ) માં ગયો, જે તેઓ અઝહરુદ્દીનની બહેન, તેના પતિ અને તેમના ત્રણ બાળકો સાથે શેર કરે છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.