જલ્દીથી આટલું જાણી લો, તમારું બાળક હાર્ટ એટેકથી બચી જશે
હાર્ટ એટેક એક ગંભીર બીમારી છે જેનો ખતરો મોટાની સાથે-સાથે નાના બાળકોમાં પણ વધી રહ્યો છે. શરીરમાં જયારે લોહીનું બ્લોકેજ થઇ જાય છે ત્યારે દિલની માંસપેશીઓ બરાબર રીતે કામ નથી કરતી આ કારણે જ લોકોમાં હાર્ટ એટેક જેવી ગંભીર સમસ્યા થઇ જાય છે. બાળકોમાં આ સમસ્યા જોવા મળી રહી છે. બાળકો કંઈ ખાધા-પીધા વગર કલાકો સુધી બેસી રહે છે જેના કારણે તેના શરીરમાં મેટાબોલિક રેટ ખરાબ થઇ જાય છે. હાઈપોગ્લેસેમિયાના કારણે હાર્ટ એટેકનો ખતરો વધી રહ્યો છે.

આવો જાણીએ બાળકોમાં હાર્ટ એટેકથી જોડાયેલા ક્યાં સંકેત છે જેને માતા-પિતાને સમજવાની જરૂરત છે. કોરોના વાયરસની મહામારીના કારણે દેશભરમાં સ્કૂલ બંધ છે જેના કારણે બાળકો ઓનલાઇન ક્લાસ લઇ રહ્યા છે. લાંબા સમય સુધી કોમ્પ્યુટર અને લેપટોપની સામે બેસી રહે છે. વિષેશજ્ઞએ જણાવ્યું હતું કે, વધુ સમય સુધી એક જ જગ્યા પર બેસી રહેવાને કારણે હાર્ટ એટેકની સમસ્યા વધી જાય છે.

આજકાલના બાળકોને મોબાઈલ ફોનના એડિક્ટ થઇ ગયા છે એટલે કે તેની લત લાગી ગઈ છે. જે બાળકના મગજને કમજોર બનાવે છે. આ કારણે બાળકોમાં તણાવની સમસ્યા થઇ શકે છે. તણાવને કારણે તેમાં હાર્ટ એટેકની સમસ્યા પણ થઇ શકે છે.
કોરોના મહામારી અને લોકડાઉનને કારણે બાળકો 24 કલાક સુધી ઘરમાં જ પડયા રહે છે. જેના કારણે તેની દિનચર્યા ખરાબ થઇ ગઈ છે. મોડી રાત સુધી જાગવું, મોબાઈલ વાપરવો, તેમાં ગેમ્સ રમવી અને સવારે મોડુ ઉઠવું, આ બધી વસ્તુ બીમારીઓને જન્મ આપે છે. બાળકોની દિનચર્યા હાર્ટ એટેકનું કારણ બની શકે છે. આ માટે માતા-પિતાએ બાળકો પર આ બધી આદતનું ધ્યાન રાખવું જોઈએ. બાળકો સાથે સમય વિતાવવો જોઈએ. માતા-પિતાને બાળકોની શારીરિક ફિટનેસ પર પણ ધ્યાન આપવું જોઈએ જેનાથી તે તણાવથી દૂર રહે અને હાર્ટ એટેક જેવી બીમારીનો શિકાર ના બને.