જ્યોતિષ શાસ્ત્ર

હાથની આ રેખાઓમાં છુપાયેલું હોય છે રાજયોગનું સુખ

જ્યોતિષશાત્રની વિદ્યાના આધારે વ્યક્તિની કુંડળી દ્વારા ઘણી બાબતોની જાણ થઇ શકે છે. જેમ કે તેનું ભવિષ્ય, સ્વભાવ, આવનારી મુશ્કેલીઓ, ગ્રહોના પ્રભાવ વગેરે. તેવી જ રીતે હાથની રેખાઓ દ્વારા પણ વ્યક્તિના ભવિષ્ય વિશે જાણી શકાય છે. ઘણા લોકોની રેખાઓમાં રાજ યોગનું સુખ હોય છે જો કે તે ભાગ્યે જ જોવા મળે છે, દરેકના હાથની રેખાઓમાં આ રાજ સુખ નથી હોતું. જેના પણ હાથમાં રાજયોગનું સુખ હોય છે તેઓ ખુબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે. આવો તો જાણીએ કે કેવી રીતે હાથની રેખાઓમાં રાજયોગ બને છે.

Image Source

1. જે વ્યક્તિના હાથની હથેળીમાં ધનુષ, કમળ, આસન અથવા ચતુષ્કોણ બનેલું હોય છે, તેની ઉપર હંમેશા દેવી લક્ષ્મી પ્રસન્ન રહે છે અને ધનવર્ષા કરે છે અને તમારી તિજોરી હંમેશા પૈસાથી છલોછલ રહે છે.

Image Source

2. જેના હાથમાં તલવાર, પહાડ, હળ જેવું ચિહ્ન બનેલું હોય તેઓના જીવનમાં માં લક્ષ્મી કોઈપણ ખામી નથી રાખતી. આ સિવાય જેની હથેળીમાં સૂર્યરેખા મસ્તક રેખાને મળતી હોય તે વ્યક્તિ  ઉચ્ચ હોદ્દા પર હોય છે.

3. જેની હથેળીમાં મંગળ પર્વત વધારે ઊંચો હોય અને સૂર્ય રેખા પ્રબળ હોય, તેઓ કલેકટર કે કમિશ્નર ના પદ પર બિરાજે છે.

Image Source

4. જે લોકોની હથેળીની વચ્ચેના ભાગમાં ઘોડો, ઘડો, વૃક્ષ અને ધ્વજ જેવું નિશાન બનેલું હોય તેઓ રાજસુખ ભોગવનારા હોય છે. આ સિવાય જે વ્યક્તિનું કપાળ પહોળું અને હાથ લાંબા હોય તેઓ પણ રાજસુખ ભોગવે છે.

5. જેની હથેળીમાં શનિ રેખા મણિબંધથી વચ્ચેની આંગળી સુધી જાય તેઓ ભવિષ્યમાં રાજસુખ ભોગવનારા હોય છે.

Image Source

6. જેની હથેળીમાં ગુરુ, સૂર્ય પર્વત ઉચ્ચ હોય તેઓ રાજા જેવું જીવન જીવનારા હોય છે અને જો શનિ પર્વત પર ત્રિશુલની નિશાન બનતું હોય તો તેઓ રાજ્યાધિકારી હોય છે.