ખબર

સિદ્ધૂ મૂસેવાલાની છેલ્લી સેલ્ફીમાં છૂપાયુ છે હત્યાકાંડનુ મોટુ સબૂત ! જુઓ વીડિયો

સિદ્ધુ મુસેવાલાનો છેલ્લો વીડિયો, છોકરાએ સેલ્ફી લીધી… પછી તેણે કર્યું ભયંકર કાંડ

પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યા બાદ ચાલી રહેલી તપાસ વચ્ચે વધુ એક CCTV ફૂટેજ સામે આવ્યા છે, જે ગાયકની હત્યાના દિવસનો જણાવવામાં આવી રહ્યો છે. ફૂટેજમાં એક વ્યક્તિ સિદ્ધુ મુસેવાલા સાથે સેલ્ફી લેતો જોવા મળે છે. મીડિયા રીપોર્ટ્સ અનુસાર સેલ્ફી લીધા પછી, તે જ વ્યક્તિએ શૂટર્સને પંજાબના માનસા શહેરમાં ઓચિંતો હુમલો કરવાની તૈયારી કરવા માટે બોલાવ્યા હતા. ફૂટેજમાં યુવાનોનું એક જૂથ બ્લેક એસયુવીની સામે ઊભું જોવા મળે છે. આમાંથી એક યુવક ડ્રાઈવરની બાજુમાં જઈને સેલ્ફી લે છે. જો કે, ફુટેજમાં ચહેરા દેખાતા નથી. પરંતુ સિદ્ધુ મુસેવાલા પાસે કાળા રંગની થાર એસયુવી હતી.

તેમજ હત્યાના દિવસે પણ તે આ જ કારમાં સવાર હતો. ફૂટેજમાં દેખાતા બે લોકો શંકાસ્પદ હોવાનું માનવામાં આવે છે. મૂસેવાલાની હત્યાના તાર મહારાષ્ટ્રના પુણે સાથે જોડવામાં આવી રહ્યા છે. હત્યાને અંજામ આપનારા સંભવિત શૂટરોમાંથી બે, સૌરવ મહાકાલ અને સંતોષ જાધવ પુણેના છે. સંતોષ જાધવનો લાંબો ગુનાહિત ઈતિહાસ છે. સંતોષ જાધવ ગયા વર્ષે પુણેના મંચરના દુષ્ટ ગુનેગાર ઓંકાર ઉર્ફે રાન્યા બાંખેલેની હત્યાના કેસમાં ફરાર છે. આ કેસમાં પોલીસે આઠ લોકોની ઓળખ કરવામાં આવી છે. જેમાંથી ત્રણની ધરપકડ કરવામાં આવી છે.

ત્રીજા આરોપીની રવિવારે રાત્રે ધરપકડ કરવામાં આવી છે. રવિવારે પંજાબ પોલીસે ફરી એકવાર હરિયાણાના ફતેહાબાદમાં દરોડા પાડ્યા હતા. મોગા પોલીસે CIAની મદદથી મુસાવલી ગામના દેવેન્દ્ર ઉર્ફે કાલાની ધરપકડ કરી છે. મુસેવાલા હત્યા કેસમાં ફતેહાબાદમાંથી ત્રીજા વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.29મીએ સિદ્ધુ મુસેવાલાના બહાર નીકળવાના સીસીટીવી ફુટેજ સામે આવ્યા છે. જેમાં પોલીસ 2 લોકોને શંકાસ્પદ ગણી રહી છે. એક છોકરો સિદ્ધુ મુસેવાલા સાથે સેલ્ફી લઈ રહ્યો છે, તેણે શૂટર્સને ફોન કર્યો. હજુ સુધી છોકરાની ઓળખ થઈ નથી. આ દરમિયાન સિદ્ધુ મુસેવાલાની હત્યામાં 8 શૂટરો સામેલ હોવાની આશંકા છે.

આ તમામની ઓળખ કરવામાં આવી છે. એક આરોપી મનપ્રીત સિંહ મન્નુની પંજાબમાંથી ધરપકડ કરવામાં આવી છે. 3 શૂટર્સ પંજાબના છે, 2 શૂટર્સ મહારાષ્ટ્રના પુણેના છે અને 2 શૂટર્સ હરિયાણાના છે. આ સિવાય એક શૂટર રાજસ્થાનનો રહેવાસી છે. આ હત્યાથી એવો સવાલ ઉઠી રહ્યો છે કે તિહાડથી લઇને કેનેડા સુધી સાજિશ થતી રહી અને કોઇને કાનો કાન ભનક પણ ના લાગી ? આ ઉપરાંત હત્યાકાંડ બાદ પંજાબની પોલિસ ઘણી ઝડપ બતાવી રહી છે પરંતુ સિદ્ધૂ મૂસેવાલાના હત્યાના મામલે પોલિસની ચુપ્પી પણ ઘણા સવાલ ઊભા કરી રહી છે.