ખબર મનોરંજન

દીકરા સિદ્ધૂ મૂસેવાલાની અસ્થિ લેવા પહોંચેલી માતાની હાલત જોઇ તમારી આંખમાંથી પણ આવી જશે આંસુ

દીકરાની અસ્થિઓ લેવા પહોંચેલી માતાની રડી-રડીને હાલત ખરાબ, બોલી- દુશ્મનોએ મારા 6 ફૂટના સિદ્ધુનો નાનો ઢગલો કરી દીધો…

29 મેની સાંજ સિદ્ધૂ મૂસેવાલાના માતા-પિતા માટે એવો સમય સાબિત થયો જ્યારે તેમને તેમના એકમાત્ર પુત્રના મૃત્યુના સમાચાર મળ્યા. સિદ્ધુ મુસેવાલાની રવિવારના રોજ હુમલાખોર દ્વારા ગોળીઓ મારી નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. સિદ્ધુ મુસેવાલા માત્ર 28 વર્ષનો હતો, આટલી નાની ઉંમરે તેની દિનદહાડે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

પુત્રની ગોળીઓથી છલકી ગયેલી લાશ જોઈ ત્યારથી અત્યાર સુધી માતાની હાલત રડી રડીને ખરાબ છે, ત્યાં પિતા પણ પુત્રને ગુમાવ્યા બાદ ખૂબ જ તૂટી ગયા છે.માસીનો હાલ પૂછવા ગયેલ દીકરો કયારેય ઘરે પાછો નહીં આવે એ કોને ખબર હતી. એક પિતાનો ખભો તૂટી ગયો.સિદ્ધુ મુસેવાલાના અંતિમ સંસ્કાર 31 મેના રોજ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન અનેક તસવીરો અને વીડિયો સામે આવ્યા જેણે દરેકના દિલ તોડી નાખ્યા.

ત્યાં 1 જૂનના રોજ સિદ્ધુના માતા-પિતા તેમના પુત્રની અસ્થિ લેવા પહોંચ્યા હતા. પુત્રને રાખ થઈ ગયેલો જોઈ માતાના આંસુ રોકી રહ્યા નથી. તેમણે રડતાં રડતાં કહ્યું- મારા 6 ફૂટના સિદ્ધુને દુશ્મનોએ એક નાનો ઢગલો કરી દીધો.’ આ લાચાર માતાનો આ અવાજ દરેકના હૃદયને તોડે તેવો છે.

સિદ્ધુ મુસેવાલાની અસ્થિઓનું બુધવારે શ્રી કિરતપુર સાહિબમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. પંજાબી ગાયકના મંગળવારે માણસાના મુસા ગામમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તેમના ફેવરિટ સિંગરને જોવા માટે હજારો લોકો એકઠા થયા હતા.ઉલ્લેખનીય છે કે, મુસેવાલાને અંતિમ વિદાય દરમિયાન દુલ્હાની જેમ તૈયાર કરવામાં આવ્યા હતા.

તેમને લાલ પાઘડી પહેરાવવામાં આવી હતી અને વરરાજાની જેમ શણગારવામાં આવ્યા હતા. 29 મેના રોજ પંજાબના માનસામાં હુમલાખોરો દ્વારા સિદ્ધુ મુસેવાલાની ગોળીઓ મારીને હત્યા કરવામાં આવી હતી. સિદ્ધુના નિધનથી પંજાબી ઈન્ડસ્ટ્રીને મોટું નુકસાન થયું છે. પંજાબે એક ચમકતો સ્ટાર અને યુવા પ્રતિભા ગુમાવી છે.સિદ્ધુ મુસેવાલાની માતા પોતાના પુત્રના લગ્ન જોવા માંગતી હતી. પરંતુ તેમની આ ઈચ્છા કાયમ માટે અધૂરી રહી.

સિદ્ધૂની અંતિમ યાત્રા ફેવરેટ ટ્રેક્ટર 5911 પર કાઢવામાં આવી હતી. જેમાં યુવાનોએ પંજાબ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને સિદ્ધુ મુસેવાલા અમર રહોના નારા પણ લગાવ્યા હતા. સિદ્ધુ મુસેવાલાને અંતિમ સંસ્કાર પહેલા માતાએ દુલ્હાની જેમ શણગાર્યા હતા. પિતા બલકૌર સિંહે પાઘડી બાંધીને પુત્રના ચહેરાને શણગાર્યો હતો. મૂસેવાલાને ટ્રેક્ટર 5911નો શોખ હતો. તેમના ગીતોમાં પણ 5911નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ટ્રેક્ટર 5911ને અંતિમ યાત્રામાં ફોટા અને હારથી શણગારવામાં આવ્યું હતું.