ખબર જીવનશૈલી મનોરંજન

સિદ્ધૂ મૂસેવાલા પાસે હતી આટલા કરોડોની સંપત્તિ, જાણો પોતાના પાછળ કેટલી સંપત્તિ છોડી ગયો

કેનેડામાં ઘર, મોંઘી ગાડીઓ, સિદ્ધૂ મૂસેવાલાની કરોડોની સંપત્તિ અને ગમમાં ડૂબી મનસાની હવેલી

મશહૂર પંજાબી સિંગર સિદ્ધૂ મૂસેવાલાની મોતથી પૂરા પંજાબમાં સન્નાટો છવાયેલો છે. જ્યાં માતા ચરણજીતની રડી રડીને હાલત ખરાબ છે, ત્યાં પિતા ખરાબ રીતે તૂટી ગયા છે. તેમણે મુખ્યમંત્રી ભગવંત માનને ચિઠ્ઠી લખી ન્યાયની ગુહાર લગાવી છે. સિદ્ધૂ મૂસેવાલાની નિર્મમ હત્યાથી બધા સ્તબ્ધ છે. સિદ્ધૂ મૂસેવાલાના મનસા સ્થિત ગામ મૂસામાં એકદમ સન્નાટો પ્રસરાયેલો છે. ઘર બહાર ભારે ભીડ ઉમટી પડી છે. જે ઘરમાં હસી-ખુશી અને મજાક-મસ્તી થતી રહેતી હતી ત્યાં આજે ગમની ચાદર ફેલાયેલી છે.

સિદ્ધૂ મૂસેવાલાએ મૂસામાં પોતાના સપનાનું આશિયાનું બનાવ્યુ હતુ. જેને તેઓ મહેલ કહેતા હતા. તે એક લગ્ઝરી લાઇફ જીવતો હતો. સિદ્ધૂ મૂસેવાલાની લાઇફસ્ટાઇલ એવી હતી કે જોઇને કોઇ પણ લલચાઇ જાય. સિદ્ધુ મુસેવાલાના નિધન બાદ મનોરંજન જગતના ઘણા દિગ્ગજ કલાકારોએ સિદ્ધુ મુસેવાલાને શ્રદ્ધાંજલિ આપી હતી. સિદ્ધુ મુસેવાલા તેની ગાયકીની સાથે સાથે વિવાદાસ્પદ ગીતોને કારણે હંમેશા ચર્ચામાં રહતો. પોતાના ગીતોને કારણે મૂસેવાલાએ દેશમાં જ નહીં વિદેશમાં પણ પોતાની ઓળખ બનાવી હતી.

સિદ્ધુ મુસેવાલાની ગણતરી પંજાબના સૌથી મોંઘા ગાયકોમાં થતી હતી. તેને મોંઘા અને લક્ઝરી વાહનોનો શોખ હતો અને તેથી જ તેના કલેક્શનમાં ઘણી મોટી કાર હતી. કાર કલેક્શનની વાત કરીએ તો, તેની પાસે સફેદ રંગની રેન્જ રોવર, ઇસુઝુ ડી મેક્સ, મર્સિડીઝ એએમજી 63, મસ્તાંગ, ફોર્ચ્યુનર, જીપ અને ટોયોટા સહિત અનેક કારો હતી.આ સાથે તેને ટુ વ્હીલરનો પણ શોખ હતો. તેને બાઇકનો ખૂબ જ શોખ હતો. તેની પાસે બુલેટ સહિત અનેક બાઇક છે. પંજાબ વિધાનસભા ચૂંટણીમાં સિદ્ધુ મુસેવાલાએ દાખલ કરેલા સોગંદનામામાં જણાવ્યું હતું કે તેની પાસે જીપ, એસયુવી અને ટોયોટા ફોર્ચ્યુનર જેવા વાહનો છે.

આ સિવાય તેની પાસે બ્લેક એન્ડ વ્હાઇટ કલરની રેન્જ રોવર પણ હતી. સિદ્ધુ મૂસેવાલા પાસે માત્ર એક કાર જ નહીં પરંતુ બાઈકનો સંગ્રહ પણ હતો, જેમાં બુલેટનો સમાવેશ થતો હતો. રિપોર્ટ અનુસાર, સિદ્ધુ મૂસેવાલાની નેટવર્થ 7થી10 કરોડની વચ્ચે હતી. 28 વર્ષની વયે આટલી નેટવર્થ અને લોકપ્રિયતા આશ્ચર્યજનક હતી. રિપોર્ટ અનુસાર તે નાઈટક્લબમાં એક શો માટે 6-8 લાખ રૂપિયા ચાર્જ કરતો હતો, જ્યારે લાઈવ શો માટે 15 થી 20 લાખ ચાર્જ કરતો.સિદ્ધૂનું કેનેડામાં પણ એક ઘર છે.

પંજાબ વિધાનસભા ચૂંટણીમાં દાખલ કરવામાં આવેલા સોગંદનામામાં સિદ્ધુ મુસેવાલાએ પોતાની જ્વેલરી અને રોકડની માહિતી પણ આપી હતી.સિદ્ધુ મૂસેવાલાની માતા માતા ગામની સરપંચ હતી. મુસેવાલા ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની ડિગ્રી લીધા પછી કેનેડા શિફ્ટ થઈ ગયો. અહીંથી તેણે તેની કારકિર્દીની શરૂઆત કરી. પંજાબમાં તેની આલીશાન હવેલી છે. આ સિવાય કેનેડામાં મુસેવાલાનું એક ઘર પણ છે. મૂસેવાલાએ તેનું પહેલું ગીત ‘ઝી વેગન’ કેનેડામાંથી રિલીઝ કર્યું હતું.

આ ગીત રિલીઝ થયા પછી તેણે ભારત અને કેનેડામાં લાઈવ શોમાં પરફોર્મ કર્યા અને અહીંથી તેની લોકપ્રિયતા અને કમાણી વધી. સિંગર મુસેવાલાએ પોતાના દમ પર ઘણી સંપત્તિ બનાવી હતી.એક રિપોર્ટ અનુસાર, મૂસેવાલાની પાસે પાંચ લાખ રોકડ, બેંકમાં પાંચ કરોડ રૂપિયા, 18 લાખના ઘરેણાં અને જમીન છે, જેની કિંમત કરોડોમાં છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સિદ્ધુ મૂસેવાલાની કુલ સંપત્તિ 30 કરોડ રૂપિયાની આસપાસ હતી.