Fact Check ખબર મનોરંજન

સિદ્ધૂ મૂસેવાલાનો બે વર્ષ પહેલાનો વીડિયો વાયરલ, જુઓ કઇ વાતોનો ખુલાસો કરી રહ્યા છે સિંગર

મશહૂર પંજાબી સિંગર અને કોંગ્રેસ નેતા સિદ્ધૂ મૂસેવાલાની ગત રવિવારના રોજ ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી. સિદ્ધૂ મૂસેવાલા પર 30થી40 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યુ હતુ. ગઇકાલના રોજ સિદ્ધૂના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. અંતિમ યાત્રા દરમિયાન હજારો લોકો જોડાયા હતા. સિદ્ધૂના અંતિમ સંસ્કાર કોઇ શ્મશાન ઘાટમાં નહિ પરંતુ ખેતરમાં કરવામાં આવ્યા હતા. સિદ્ધૂની અંતિમ યાત્રા તેમના ફેવરેટ 5911 ટ્રેક્ટર પર કાઢવામાં આવી હતી.

ત્યારે હાલ સિદ્ધૂની હત્યા પહેલાનો એક વીડિયો સામે આવ્યો છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. આમાં સિદ્ધૂ કહેતા સંભળાઇ રહ્યા છે કે જયારે કોઇ નવો સિંગર શોહરત મેળવે છે તો જૂના ઇસ્ટૈબ્લિશ સિંગર ફોન પર ધમકી આપવા જેવી હરકત કરે છે. કહેવામાં આવી રહ્યું છે કે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલ સિદ્ધુનો આ વીડિયો તેમના મૃત્યુ પહેલાનો છે. આ વીડિયો સિદ્ધુએ પોતે બનાવ્યો છે.

આ વીડિયોમાં તે કહી રહ્યો છે કે જ્યારે કોઈ નવા ગાયકને પ્રસિદ્ધિ મળે છે ત્યારે જૂના ગાયકો ફોન પર ધમકી આપવા જેવા કામો કરે છે. તેમને પણ ધમકીભર્યા કોલ્સ અને ઈમેલ મળ્યા છે. જેઓ આ બધું કરી રહ્યા છે તેઓ ત્રણ-ચાર નાના-મોટા લોકો છે અને એક માસ્ટર છે. બધા સુધરી જાઓ નહિ તો હું સબક શીખવાડીશ.આ વીડિયોમાં સિદ્ધુ એમ પણ કહી રહ્યા છે કે હું કોઈની સાથે ખરાબ બોલતો નથી, તેથી આ ધમકી આપવાના કામ છોડી દો.

જોકે, હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે સિદ્ધુનો આ વીડિયો કેટલો જૂનો છે. પરંતુ આ વીડિયોથી એટલું જાણવા મળી રહ્યું છે કે સિદ્ધુને ખબર હતી કે તેમની પાછળ દુશ્મન છે અને તેમના પર ગમે ત્યારે હુમલો થઈ શકે છે.ઉલ્લેખનીય છે કે પંજાબના મશહૂર ગાયક સિદ્ધુ મુસેવાલાની હુમલાખોરો દ્વારા ગોળીઓ મારીને હત્યા કરી નાખી હતી.

SIT આ હત્યા કેસની તપાસ કરી રહી છે. આવી સ્થિતિમાં હવે લોકોના મનમાં એક જ સવાલ ઉઠી રહ્યો છે કે જો મૂસેવાલાને ધમકી મળી રહી હતી તો શું તેણે પોલીસને તેની જાણ કરી હતી. પંજાબના ડીજીપી વી.કે. ભાવરાએ કહ્યું હતુ કે આ હત્યામાં લોરેન્સ બિશ્નોઈ ગેંગ સામેલ છે અને ગેંગના સભ્ય લકીએ કેનેડાથી આ હત્યાની જવાબદારી લીધી છે.તેમણે એમ પણ કહ્યુ હતુ કે, સિદ્ધુ મુસેવાલાની પાસે ખાનગી બુલેટપ્રૂફ વાહન હતું,

પરંતુ તે ઘટના સમયે તેને પોતાની સાથે લઈ ગયો ન હતો. ગાયક અને પંજાબ કોંગ્રેસના નેતા સિદ્ધુની હત્યામાં તપાસ એજન્સીઓને જાણવા મળ્યું છે કે હત્યામાં AN-94 રશિયન એસોલ્ટ રાઈફલ, 1994ની એવોમેટ નિકોનોવા મોડલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અગાઉ એવું કહેવાતું હતું કે હત્યામાં AK-47નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આનાથી એવો પણ સવાલ થાય છે કે પંજાબમાં આ અત્યાધુનિક શસ્ત્રો કેવી રીતે સપ્લાય કરવામાં આવ્યા હતા.

તમને જણાવી દઇએ કે, એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો સિંગર સિદ્ધુની હત્યા પહેલાનો છે, પરંતુ આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે સિંગર સિદ્ધુ મૂસેવાલાનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ હાલનો નહીં પરંતુ બે વર્ષ પહેલાનો છે. આ વીડિયોને હત્યા સાથે કોઇ જ સંબંધ નથી. આ વીડિયો વાયરલ થતા જ તપાસ કરવામાં આવી હતી અને તે બાદ આ વીડિયો virsa tv દ્વારા સત્તાવાર યુટ્યુબ પર એક વર્ષ પહેલા અપલોડ કરવામાં આવ્યો હતો, તેવું સામે આવ્યુ છે.