ખબર મનોરંજન

જાણો કોણ હતી શહૂર સિંગર સિદ્ધૂ મૂસેવાલાની મંગેતર ? આગળના મહિને જ થવાના હતા લગ્ન

આગલા મહિને જ થવાના હતા મૂસેવાલાના લગ્ન : કેનેડામાં રહી રહેલી યુવતી સાથે થઇ હતી સગાઇ

મશહૂર પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાના અંતિમ સંસ્કાર મંગળવારે માનસાના મુસામાં કરવામાં આવ્યા હતા. સિદ્ધુની ગત રવિવારના રોજ હુમલાખોરો દ્વારા ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. સિદ્ધુની હત્યા બાદ તેના ચાહકોમાં શોકનો માહોલ છે અને સાથે સાથે ગુસ્સો પણ જોવા મળી રહ્યો છે. મળતી માહિતી મુજબ, પંજાબી સિંગર સિદ્ધુ આ વર્ષની શરૂઆતમાં લગ્નના બંધનમાં બંધાવાના હતા, પરંતુ માર્ચમાં પંજાબ વિધાનસભાની ચૂંટણીને કારણે લગ્ન મોકૂફ રાખવામાં આવ્યા હતા.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર સિંગર મુસેવાલાના લગ્ન સંગરુરના સાંઘરેડી ગામની અમનદીપ કૌર સાથે થવાના હતા. અમનદીપ કૌર કેનેડામાં રહે છે અને પીઆરનું કામ કરે છે. બંનેએ બે વર્ષ પહેલા વર્ષ 2020માં સગાઈ કરી હતી. આ દરમિયાન એવા અહેવાલ છે કે તેની મંગેતર સિદ્ધુની અંતિમ મુલાકાત માટે પહોંચી હતી. જો કે, તે સિદ્ધુના ઘરે ન ગઈ અને માનસાની હોસ્પિટલમાં આવી. અહીં સિદ્ધુના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાખવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે સિદ્ધુ મુસેવાલા જૂનમાં 29 વર્ષના થવાના હતા. તેઓ આ વર્ષે શરૂઆતમાં લગ્ન કરવાના હતા.

પરંતુ, વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર હોવાના કારણે લગ્ન નવેમ્બર સુધી મુલતવી રાખવામાં આવ્યા હતા. રવિવારે જ્યારે સિદ્ધુ મુસેવાલાની હત્યાના સમાચાર સામે આવ્યા ત્યારે મંગેતરના ગામમાં પણ શોકની લાગણી ફેલાઈ ગઈ હતી અને તેનો આખો પરિવાર સિદ્ધૂના પરિવાર સાથે દુઃખ શેર કરવા સિદ્ધુ મુસેવાલાના ગામમાં પહોંચ્યો હતો. જોકે, પરિવારે મીડિયાથી અંતર રાખ્યું હતું. એવી પણ માહિતી છે કે સિદ્ધુની મંગેતર પણ અંતિમ દર્શન કરવા માટે માનસાની હોસ્પિટલમાં પહોંચી હતી.

જણાવી દઇએ કે મુસેવાલાની મંગેતરના કાકા અકાલી નેતાના નેતા છે. આ ઘટના બાદ ગામમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. લગ્નને લઈને બંને ઘરમાં તૈયારીઓ ચાલી રહી હતી. ખુદ સિદ્ધુ મુસેવાલાની માતાએ એક નિવેદનમાં કહ્યું કે તેઓ પુત્રના લગ્નને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. પરંતુ, તેમનું સપનું કાયમ માટે અધૂરું રહી ગયું. પુત્રની હત્યા બાદ માતા સાવ ભાંગી પડી છે. કહેવાય છે કે સિદ્ધુ તેની માતાની ખૂબ જ નજીક હતા. માતા પણ સિદ્ધુના લગ્નની તૈયારી કરી રહી હતી.