ખબર મનોરંજન

અંતિમ અરદાસમાં ધ્રુસકેને ધ્રુસકે રડી પડ્યા સિદ્ધૂ મૂસેવાલાના પિતા, કહ્યુ- કહો શું કસૂર હતો મારા દીકરાનો…

હું એવો કમનસીબ પિતા છું જેની વૃદ્ધાવસ્થા… પુત્ર સિદ્ધુના ભોગ સમાગમમાં પિતા થયા ભાવુક, માતાએ કહ્યું- 29 મેનો કાળો દિવસ આવ્યો..મારું બધું…

29 મેના રોજ પંજાબી સિંગર સિદ્ધૂ મૂસેવાલાની હુમલાખોરો દ્વારા ઉપરા છાપરી ગોળીઓ  વરસાવી હત્યા કરી દેવામાં આવી હતી. જેનાથી સિદ્ધુના માતા-પિતાની આખી દુનિયા તબાહ થઈ ગઈ હતી. ગાયકના માતાપિતાએ દિલ પર પથ્થર મૂકીને તેમના લાડલાના અંતિમ સંસ્કાર કર્યા હતા. ત્યારે ગઇકાલના રોજ માનસામાં સિદ્ધુ મુસેવાલાની આધ્યાત્મિક શાંતિ માટે ભોગ સમાગમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસર પર સિદ્ધુના પિતા બલકૌર સિંહ અને માતા ચરણ કૌર ભાવુક થઈ ગયા હતા અને પોતાના દિલની પીડા લોકો સાથે શેર કરી હતી.

માનસાના અનાજ બજારમાં સિદ્ધુ મુસેવાલાના ભોગ સમાગમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી. લગભગ 3 કિલોમીટર જેટલો ટ્રાફિક જામ થયો હતો. આ હોવા છતાં પણ ચાહકો સ્થળ પર પહોંચ્યા હતા અને ગાયકને શ્રદ્ધાંજલિ આપી હતી. પુત્રના ભોગ સમાગમમાં પિતા બલકૌર સિંહે કહ્યું કે મારા પુત્રએ કોઈની સાથે ખોટું કર્યું નથી. મને ખબર નથી કે તેની હત્યા શા માટે કરવામાં આવી. સિદ્ધુ મુસેવાલાનો અવાજ આવતા 5-10 વર્ષ સુધી તેમના કાનમાં ગુંજતો રહેશે. ન્યાય માટેની લડત ચાલુ રહેશે.

તેમ છતાં હું સરકારને સમય આપવા માંગુ છું. તેમણે કહ્યું, મૂસેવાલા સંઘર્ષમય પરિસ્થિતિઓમાં આગળ વધતા રહ્યા. સંજોગો એવા હતા કે હું ક્યારેય પોકેટમની પણ ચૂકવી શકતો ન હતો. તેણે પોતાની મહેનતથી 12મું કર્યું. ગ્રેજ્યુએશન માટે તેઓ લુધિયાણાની ગુરુ નાનક એન્જિનિયરિંગ કોલેજમાં ગયો. પછી IELTS કરીને બહાર ગયો. ડિગ્રી પછી પણ મને ક્યારેય હેરાન નથી કર્યો. મુસેવાલાના પિતાએ કહ્યું, જ્યારે પણ પુત્રને પૈસાની જરૂર પડતી ત્યારે તે પોતાનું ગીત વેચતો હતો. ઊંચાઈ પર પહોંચ્યા પછી પણ તેણે પોતાનું પર્સ પોતાની પાસે રાખ્યું ન હતું.

જો તેને એક હજાર રૂપિયાની જરૂર હોય તો તે મારી પાસે માંગતો હતો. જ્યારે પણ તે ઘરની બહાર નીકળતો ત્યારે તે હંમેશા તેના ચરણ સ્પર્શ કરતો. કારની સીટ પર બેસીને પણ તે તેની માતાને ગળે લગાવતો હતો. પિતા બલકૌર સિંહે જણાવ્યું કે 29 મેના રોજ માતા ચરણ કૌર ગામમાં કોઈના મોત થયુ હતુ ત્યાં ગયા હતા. મેં મુસેવાલા સાથે જવાનું કહ્યું. પછી હું ખેતરમાંથી આવ્યો. મુસેવાલાએ કહ્યું તમારા કપડાં ગંદા છે. હું 5 મિનિટમાં જ્યુસ પીને પાછો આવું છું. બલકૌર સિંહે કહ્યું કે હું આખી જિંદગી મૂસેવાલા સાથે રહ્યો. અંતે હું પાછળ રહી ગયો.

હવે મારી પાસે અફસોસ સિવાય કંઈ બચ્યું નથી. મને એ પણ ખબર નથી કે મારા દીકરાએ શું ખોટું કર્યુ, તેનો શું કસૂર છે. મારા પાસે કયારેય કોઇ ફોન કોલ કે કંઇ આવ્યુ નથી કે જેણે મને કહ્યુ હોય કે તમારા દીકરાનો કસૂર હતો. મૂસેવાલાએ અમને કહ્યુ હતુ કે મેં કયારેય કોઇનું ખોટુ નથી કર્યુ. તેણે માતા-પિતાના માથા પર હાથ રાખી કસમ ખાધી હતી કે તેણે કયારેય કોઇને કંઇ નથી કહ્યુ. પિતાએ કહ્યુ- મારો દીકરો ખોટો હોત તો ગનમૈન જરૂર રાખતો. કન્ટ્રોવર્સી ચાલતી રહી, અમે પરેશાન થયા, કામયાબ થયા બાદ તે પ્રાઇવેટ સિક્યોરિટી પણ રાખી શકતો હતો.

અમે અમારુ જીવન કાપી લઇશ પરંતુ મારા દીકરાની ચિતા પર ખબરો ન બનાઓ. ત્યાં સિદ્ધૂની માતા ચરણ કૌરે કહ્યુ કે 29 મેએ કાળો દિવસ ચઢ્યો અને એવું લાગ્યુ કે મારુ બધુ જ ખત્મ થઇ ગયુ. તમે લોકોએ દુખમાં સાથ આપ્યો તો લાગ્યુ કે મૂસેવાલા મારા આસપાસ જ છે. અમારા હોંસલાને આવી રીતે બનાવી રાખજો. પઘડી અને માતા-પિતાનો સત્કાર કરજો. પ્રદૂષણ ઘણુ વધી ગયુ છે. બધા વ્યક્તિ મૂસેવાલાના નામ પર એક એક ઝાડ લગાવજો. તેને છોડતા નહિ પાળીને મોટુ કરજો.