મનોરંજન

સિદ્ધૂ મૂસેવાલા હતો હથિયારોનો શોખીન, જુઓ કયા હથિયાર હતા પંજાબી ફેમસ સિંગર પાસે…

પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલા વર્લ્ડ ક્લાસ હથિયારનો હતો શોખીન, થી લઈને…..મોંઘીદાટ અમેરિકન પિસ્તોલ ઉપરાંત બીજા કયા હથિયાર રાખતો હતો ? જુઓ

મશહૂર સિંગર અને કોંગ્રેસ નેતા શુભદીપ સિંહ સિદ્ધૂ ઉર્ફે સિદ્ધૂ મૂસેવાલાની 29 મેના રોજ તાબડતોડ ગોળીઓ વરસાવી હત્યા કરી દેવામાં આવી હતી. તેના ગામમાં આ દિવસોમાં માતમ ફેલાયેલો છે. મોટા સિંગર હોવા સાથે સાથે તે અનેક વાર વિવાદોમાં પણ રહ્યા થે. તેમના પર આરોપ લાગ્યો હતો કે પંજાબમાં હથિયાર કલ્ચરને તે વધારો આપી રહ્યા છે. સિદ્ધૂ વર્લ્ડ ક્લાસ હથિયારોના શોખીન હતા.તેની પાસે ઘણા લાઇસેંસી હથિયારો હતા. મીડિયા રીપોર્ટ અનુસાર, જ્યારે સિદ્ધુ મુસેવાલા પર હુમલો થયો ત્યારે તેની પાસે અમેરિકન પિસ્તોલ હતી.

આ માહિતી સામે આવ્યા બાદ ઘણા લોકોએ સવાલ ઉઠાવ્યો છે કે શું હુમલા સમયે સિદ્ધુએ બદલો લેવાની કોશિશ તો નથી કરી ? સિદ્ધુ મુસેવાલા 29 મેના રોજ પંજાબના માનસામાં પોતાની થાર કારમાં જઈ રહ્યો હતો ત્યારે આ સાથે તેના મિત્રો પણ હતા. સિદ્ધુએ કારમાં પોતાની પસંદગીનું ગીત વગાડ્યું હતું. ત્યારે અચાનક એક ગોળી થારના પાછળના કાચને ફાડીને આવી અને બુલેટનો અવાજ સાંભળીને સિદ્ધુએ કાર રોકી. ત્યાં સુધીમાં બીજી ગોળી થારના પાછળના ટાયરમાં વાગી હતી. આજતકના સમાચાર મુજબ મૂસેવાલાએ પણ જવાબી કાર્યવાહી કરી હતી. સિદ્ધુએ તેની 45 બોરની ઇથાકા યુએસ મેડ પિસ્તોલથી ફાયરિંગ કર્યું હતું.

સિદ્ધુએ વિચાર્યું હતું કે હુમલાખોરો ભાગી જશે પરંતુ એવું ન થયું.સિદ્ધુ મૂસેવાલાના મિત્ર અને ગન હાઉસના માલિક ચેતન મિદ્દાનું કહેવું છે કે સિદ્ધુને વર્લ્ડ ક્લાસ હથિયારોનો શોખ હતો. તેના જણાવ્યા અનુસાર સિદ્ધુ પાસે 45 બોરની ઇથાકા પિસ્તોલ અને 12 બોરની પમ્પ ગન સિંગલ શોટ ગન હતી. ચેતનના કહેવા પ્રમાણે, સિદ્ધુ હંમેશા પોતાની પાસે મેડ ઇન અમેરિકા પિસ્તોલ રાખતો હતો. ચેતન અને સિદ્ધુ વચ્ચે પારિવારિક સંબંધો હતા. તેણે જણાવ્યું કે સિદ્ધુના પિતા પાસે 12 બોરની બંદૂક હતી.

આ દરમિયાન સિદ્ધુ મુસેવાલાની હત્યા સાથે જોડાયેલી ઘણી વધુ માહિતીઓ સામે આવી રહી છે. આજતકના સમાચાર અનુસાર, માનસાના એસપીએ સ્વીકાર્યું કે સિદ્ધુ મુસેવાલાને પહેલાથી જ સુરક્ષા માટે ખતરો છે. હત્યા અંગે પોલીસ સુપરિન્ટેન્ડેન્ટનું કહેવું છે કે સિદ્ધુની હત્યા કરતા પહેલા શૂટરોએ સિદ્ધુને ટ્રેક કર્યો હતો. આમાં શૂટરોએ કોરોલા કારનો ઉપયોગ કર્યો હતો. સિદ્ધુના ઘર પાસે કોરોલા કાર રેકી કરતી વખતે સીસીટીવીમાં કેદ થઈ હતી. ફૂટેજમાં કાર અલગ-અલગ સમયે જોવા મળી રહી છે.

જણાવી દઈએ કે આ કેસમાં અત્યાર સુધીમાં 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે. એસપી ગૌરવ તોરાએ જણાવ્યું કે પૂછપરછ માટે 2 લોકોને પ્રોડક્શન વોરંટ પર રિમાન્ડ પર લેવામાં આવ્યા છે.આ દરમિયાન વધુ એક આરોપીની ધરપકડનો મામલો સામે આવ્યો છે. પોલીસ અધિક્ષકે કહ્યું કે અત્યાર સુધી પકડાયેલા તમામ આરોપીઓ બિશ્નોઈ ગેંગ સાથે સંબંધિત છે.