ફિલ્મી દુનિયા

મેનેજર દિશા સાલિયનના મૃત્યુની ખબર સાંભળીને બેભાન થઇ ગયો હતો સુશાંત, મિત્રએ કર્યો ખુલાસો, આખો દિવસ રડતો રહ્યો

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાને લઈને રોજ એક નવો ખુલાસો સામે આવી રહ્યો છે. તેના મૃત્યુ બાદ ઘણા લોકો શંકાના ઘેરામાં પણ છે, પોલીસની તપાસ ઉપર પણ ઘણા જ સવાલો ઊભા થઇ રહ્યા છે. તો બીજી તરફ સુશાંતના નજીકના લોકો પણ ઘણા જ ખુલાસા કરી રહ્યા છે. હાલમાં જ સુશાંતના એક મિત્ર સિદ્ધાર્થ પીઠાની દ્વારા ઘણા જ ખુલાસા કરવામાં આવ્યા છે. સિદ્ધાર્થે જણાવ્યું છે કે તેની મેનેજર દિશા સાલિયનના અવસાનના સમાચાર સાંભળીને સુશાંત આખો દિવસ રડતો રહ્યો હતો.

Image Source

એક ચેનલ સાથે વાતચીત દરમિયાન સિદ્ધાર્થે જણાવ્યું હતું કે દિશા થોડા સમય માટે જ સુશાંતની મેનેજર હતી. બંનેની મુલાકાત ફક્ત એક જ વાર થઇ હતી. સિદ્ધાર્થે કહ્યું કે “દિશાના અવસાનના સમાચાર સાંભળીને સુશાંત આખો દિવસ રડતો રહ્યો, રિયા ચક્રવર્તીના જતા જ સુશાંતની બહેન આવી ગઈ. તેને સુશાંતને જમવાનું આપ્યું અને પાણી પીવડાવ્યું.”

Image Source

તેને આગળ જણાવ્યું કે “દિશાના મૃત્યુએ સુશાંતને બહુ જ પ્રભાવિત કર્યો હતો. તે બેભાન પણ થઇ ગયો હતો. હું અને સુશાંતની બહેન એજ રૂમમાં હતા.” આ ઉપરાંત સિદ્ધાર્થએ એમ પણ જણાવ્યું કે ઘરમાં કામ કરવા વાળા લોકો એવી ફરિયાદ પણ કરી રહ્યા હતા કે રિયા મેડમ સુશાંતના પૈસાનો ઉપયોગ કરી રહ્યા છે.”

Image Source

સિદ્ધાર્થ ના જણાવ્યા પ્રમાણે: “જયારે મેં સુશાંતને આ વિશે જણાવ્યું તો તેને મને કહ્યું કે રિયા મારા પૈસા વાપરી રહી છે. પરંતુ તું આ બધામાં ના પાડીશ.”

Image Source

મુંબઈ પોલીસ બાદ હવે બિહાર પોલીસ પણ સુશાંતની આત્મહત્યાની તપાસ કરી રહી છે. બિહાર પોલીસ દ્વારા પણ ઘણા લોકોની પુછપરછ કરવામાં આવી છે. સોમવારે સુશાંતના મિત્ર સિદ્ધાર્થ સાથે પણ પુછપરછ કરવામાં આવી હતી. આ પુછપરછ ફોન દ્વારા કરવામાં આવી હતી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.