બોલીવુડમાં તો આપણે જાણીએ છીએ કે ઘણા કલાકારો એક બીજાના ભાઈઓ અને બહેનો છે. પરંતુ સાઉથના ઘણા અભિનેતાઓ આપણને ગમે છે પરંતુ તેમના અંગત જીવન વિશે આપણને ખાસ ખબર નથી હોતી, સાઉથના ખ્યાતનામ અભિનેતા અને અભિનેત્રીઓ પણ એકબીજાના ભાઈ બહેન જ છે. આજે આપણે એવી જ 6 જોડીઓ જોઈશું જે અસલ જીવનમાં પણ એમની વચ્ચે ભાઈ બહેનનો સંબંધ છે.

1. કાજલ અગ્રવાલ અને નિશા અગ્રવાલ:
બોલીવુડમાં પણ જેને પગ મૂકી દીધો છે એવી અભિનેત્રી કાજલ અગ્રવાલની બહેન નિશા અગ્રવાલ પણ ફિલ્મો સાથે જ જોડાયેલી છે. પરંતુ નિશા કાજલની જેમ સફળ અભિનેત્રી નથી બની શકી. કાજલે આજે બોલીવુડમાં પણ સિંઘમ જેવી સુપરહિટ ફિલ્મમાં કામ કરીને એક આગવું નામ બનાવી લીધું છે.

2. શ્રુતિ હસન અને અક્ષરા હસન:
અભિનેતા કમલ હસન સાઉથની ફિલ્મોનું એક મોટું નામ છે. તેમને બોલીવુડમાં પણ ઘણી ફિલ્મો કરી છે. તેમની બે દીકરીઓ છે શ્રુતિ હસન અને અક્ષરા હસન. જેમાંથી શ્રુતિ હસન સાઉથની ફિલ્મમો સાથે હવે બોલીવુડની પણ ફિલ્મો કરે છે જયારે તેની બહેને પણ અમિતાભ બચ્ચન સાથે બોલીવુડમાં ડેબ્યુ કર્યું છે.

3. સૂર્યા અને કાર્તિ:
સૂર્યા અને કાર્તિ બંને સગા ભાઈઓ છે. સૂર્યાની ગણતરી આજે સાઉથના સુપર સ્ટારમાં થવા લાગી છે જયારે તેનો ભાઈ કાર્તિ જોઈએ એટલું નામ કમાઈ શક્યો નથી.

4. ચિરંજીવી અને પવન કલ્યાણ:
અભિનેતા ચિરંજવી સાઉથની ફિલ્મમોનો સુપર સ્ટાર છે તો પવન પણ સાઉથમાં ખુબ જ મોટું નામ છે. બંને સગા ભાઈઓ છે.

5. પૃથ્વીરાજ સુકુમારન અને ઈંદ્રજિત સુકુમારન:
પૃથ્વીરાજ અને ઈંદ્રજિત બંને સગા ભાઈઓ છે. અને સાઉથની ઘણી બધી ફિલ્મોમાં આ બંનેએ કામ કર્યું છે. ઇંદ્રજીતની ગણતરી સાઉથના મોટા અભિનેતાઓમાં થાય છે.

6. નાગા ચૈતન્ય અને અખિલ અક્કીનેની:
નાગા ચૈતન્ય અને અખિલ બંને સાઉથના સુપરસ્ટાર નાગાર્જુનના દીકરા છે. પરંતુ બંને સાવકા ભાઈ છે. અને બંને સાઉથની ફિલ્મોમાં કામ કરે છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.