મનોરંજન

40 વર્ષની શ્વેતા તિવારી અને તેની દીકરીનો સ્વિમિંગ પુલમાં જોવા મળ્યો હોટ અંદાજ, તસવીરો થઇ રહી છે વાયરલ

માં દીકરીએ બિકી પહેરી Swimming Poolમાં આગ લગાવી, જુઓ તસ્વીરો

ફિલ્મી દુનિયા અને ટીવી ઇન્ડસ્ટ્રીના ઘણા સિતારાઓ લાઇમ લાઇટમાં છવાયેલા રહેતા હોય છે, આ સીતારાઓના જીવન વિશે અને તે શું કરી રહ્યા છે તે જાણવાનો પણ ચાહકો પ્રયાસ કરતા રહેતા હોય છે. વળી આ સિતારાઓ સોશિયલ મીડિયાના માધ્યમથી પણ ચાહકો  સાથે જોડાયેલા રહે છે.

એવી જ એક ટીવી ઇન્ડસ્ટ્રીની ખ્યાતનામ અભિનેત્રી જેને “કસોટી જિંદગી કી”માં પ્રેરણાનો અભિનય કરીને ચાહકોનું દિલ જીત્યું હતું એ શ્વેતા તિવારી પોતાના અંગત જીવનને લઈને હંમેશા ચર્ચામાં રહેતી હોય છે.

પરંતુ શ્વેતા ઘણા દિવસો પછી પોતાના એક નવા અલગ અંદાજમાં નજર આવી છે.  જેની તસવીરોએ ચાહકોનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું છે. શ્વેતા આ વખતે પહેરીને સ્વિમિંગ પુલમાં કહેર વર્તાવી રહી છે.

ફક્ત એટલું જ નહીં શ્વેતાની જેમ તેની દીકરી પલક તિવારી પણ પોતાના સ્વિમિંગ પુલ  અવતારમાં સનસની મચાવી રહી છે. પલકે પણ બ્લેક મોનોકીનીમાં પોતાની તસ્વીર ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કરી છે.

શ્વેતાએ પોતાના અધિકૃત ઇન્સ્ટાગ્રામ ઉપર કેટલીક તસ્વીર શેર કરી છે. જેમાં તે પુલની અંદર એન્જોય કરતી નજર આવી રહી છે. આ તસ્વીરોને શેર કરવાની સાથે શ્વેતાએ લખ્યું છે: “જયારે પણ તમારા મનમાં શંકા હોય ત્યારે સ્વિમિંગ કરી આવો.” શ્વેતાના આ હોટ અંદાજને  લોકો ખુબ જ પસંદ પણ કરી રહ્યા છે.

તો બીજી તરફ પલક પણ પુલમાં નજર આવી રહી છે. બ્લેક મોનોકીની અને બ્લુ ટ્રાઉઝરમાં પલકનું આ રૂપ જોવા લાયક છે. પલક અવાર નવાર સોશિયલ મીડિયામાં પોતાની હોટ અને બોલ્ડ તસવીરો દ્વારા સનસની મચાવે છે.