ધાર્મિક-દુનિયા

શુક્ર દેવ પોતાની ચાલ બદલવા જઇ રહ્યા છે, આ રાશિના જાતકો માટે શુભ સમયનો પ્રારંભ થશે

તમે બધા તો જાણતા જ હશે કે ગ્રહોની ચાલથી આપણા જીવનમાં શુભ-અશુભ પરિણામો આવે છે. ગ્રહોની આ ચાલમાં પરિવર્તન આવવાથી તેની અસર સીધી આપણા જીવનમાં થાય છે..શુક્ર દેવ પોતાની ચાલ બદલીને વૃષભમાં પ્રવેશ કરશે. આ રાશિનું નસીબ ચમકશે. શુક્ર એશ્વર્ય અને સન્માન આપવાવાળો ગ્રહ છે. આ ગ્રહના ચાલ પરિવર્તનના લીધે, કેટલીક રાશિના જાતકો પર તેની શુભ અસર રહેશે અને કેટલાકમાં અશુભ રહેશે.

Image Source

તો ચાલો જાણીએ કોઈ રાશિ પર કેવી અસર થશે.

1. મેષ – અ, લ ,ઈ (Aries): આ લોકોનું વિવાહિત જીવન સુખમય રહેશે. જીવનસાથીના સહયોગથી ઘનલાભ થવાની સંભાવના છે.

2.વૃષભ – બ, વ, ઉ (Taurus): આ રાશિના જાતકોનું સવાસ્થ્ય સારું રહેશે અને તેને કારણે મન પ્રસન્ન રહેશે. કલા અને સૌન્દર્ય તરફનો વલણ વધશે.

3. મિથુન – ક, છ, ઘ (Gemini):આ રાશિના જાતકોને તમને બાળકનો ટેકો મળશે. મનોરંજન પર પણ ખર્ચ થવાની સંભાવના છે.

4. કર્ક – ડ, હ (Cancer):આ રાશિના જાતકોના કૌટુંબિક બાબતોમાં અનુકૂળ સ્થિતિની યોગ બનશે. સંપત્તિ સંબંધિત કામમાં સહયોગ દ્વારા સફળતા પ્રાપ્ત થશે.

5. સિંહ – મ, ટ (Lio):આ રાશિના જાતકોનુ પ્રમોશન પણ થઇ શકે છે. તેમની વેપાર-વ્યવસાયની પરિસ્થિતિ સારી થઈને પ્રગતિનો યોગ છે. નોકરી કરનારા લોકો માટે આ સમય ફાયદાકારક રહેશે.

6. કન્યા – પ, ઠ, ણ (Virgo):આ રાશિના જાતકો માટે ભાગ્યોદયનો યોગ છે. ધર્મમાં ખર્ચ પણ થશે. પિતાનો સહયોગ પ્રાપ્ત થતા જીવનમાં ખુશીઓ આવશે.

7. તુલા – ર, ત (Libra):આ રાશિના જાતકોનો ધન સંપત્તિનો યોગ બની રહ્યો છે. આરોગ્યની દ્રષ્ટિએ સમય સારો રહેશે.

8. વૃશ્ચિક – ન, ય (Scorpio):આ રાશિના જાતકો માટે બાહ્ય બાબતોમાં સાનુકૂળ સ્થિતિ રહેશે. આનંદની સામગ્રી પર ખર્ચ થશે.

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):આ રાશિના જાતકોને શત્રુઓ પર ખર્ચ થવાની સંભાવના રહેશે. ધંધાકીય ક્ષેત્રે સાવધાની રાખવી પડશે.

10. મકર – જ, ખ (Capricorn): આ રાશિના જાતકોની ધંધામા-વ્યવસાયમાં અનુકૂળ સ્થિતિ રહેશે. નોકરી કરનારા લોકો માટે સમય સારો રહેશે. સંતાનનો સહયોગ મળશે.

11. કુંભ – ગ, શ, સ (Aquarius):કુંભ રાશિના જાતકોની બધી ઇચ્છાઓ પુરી થવાનો સારો સમય છે. સુખદ વાતાવરણ રહેશે અને તમને સારા સમાચાર મળશે. પારિવારિક સહયોગથી શુભ કાર્યો પણ થશે.

12. મીન – દ, ચ, જ, થ (Pisces):આ રાશિના જાતકો વધુ મહેનત કહેશે તો જ તમને થોડી સફળતા મળી શકે છે. આવક કરતા ખર્ચા વધારે થશે. ધંધાકીય બાબતોમાં જાગ્રત રહેવાની જરૂર છે.