ધાર્મિક-દુનિયા

રામનવમીના દિવસે આ પૈકી એક મંત્રનો જાપ કરવાથી બધી જ મનોકામના થશે પૂર્ણ

ત્રેતાયુગમાં ચૈત્ર માસની સુદ નવમીના દિવસે બપોરે 12 વાગ્યે જન્મ લઈને બધાને શીતળતા પ્રદાન કરનારા ભગવાન રામજીના જન્મોત્સવને રામનવમી તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે જો કોઈના જીવનમાં મુશ્કેલીઓ અને પૈસાની સમસ્યાઓનો સમાવેશ હોય તો રામજીના આ કોઈપણ મંત્રોનો જાપ કરો. રામનવમીના દિવસે આ મંત્રોનો જાપ કરવાથી રાજયોગ પણ મળી શકે છે. રામનવમીના દિવસે આ મંત્રનો જાપ કરતી વખતે ગાયના ઘીનો દીવો પ્રગટાવો.

Image source

‘રામ’નામના આ મહામંત્ર જેને તારક મંત્ર પણ કહેવામાં આવે છે. દરરોજ આ મંત્રનો 108 વાર જાપ કરવાથી બધી જ મનોકામના પૂર્ણ થાય છે.
‘रां रामाय नम:’ મંત્રનો જાપ કરવાથી રાજ્ય, લક્ષ્મી પુત્ર, આરોગ્યની પ્રાપ્તિની સાથે-સાથે વિપતિઓનો પણ નાશ કરે છે.

કાર્યમાં આવી રહેલી બાધાને દૂર કરવા માટે આ મંત્રનો જાપ કરો. ‘ॐ रामभद्राय नम:’

Image Source

ઝઘડાને દૂર કરવા માટે આ મંત્રનો જાપ કરો ‘ॐ रामचंद्राय नम:’

મનોકામના પૂર્ણ કરવા માટે ‘ॐ जानकी वल्लभाय स्वाहा’ આ મંત્રનો જાપ કરો.

શ્રી રામ ગાયત્રી મંત્રનો જાપ કરવાથી બધી સમસ્યાઓ દૂર થાય છે અને તે સમૃદ્ધિ આપે છે.ॐ दशरथाय विद्महे सीता वल्लभाय धीमहि तन्नो श्रीराम: प्रचोदयात्।

Image source

વિપત્તિ-આપતી ના નિવારણ માટે ‘ॐ नमो भगवते रामचंद्राय’મંત્રનો જાપ કરો.

‘श्रीराम जय राम, जय-जय राम’ આ મંત્ર સૌથી અધિક અને અસરકારક માનવામાં આવે છે.

‘ॐ नम: शिवाय’, ‘ॐ हं हनुमते श्री रामचंद्राय नम: આ મંત્રનો જાપ કરવાથી એક સાથે ઘણા કાર્ય સિદ્ધ થાય છે.

‘ॐ रामाय धनुष्पाणये स्वाहा:’ મંત્રનો જાપ કરવાથી શત્રુ શમન, કોર્ટ, વગેરેની સમસ્યાઓથી મુક્તિ મળે છે.

Image source

રામનવમી દિવસે શ્રી રામ રક્ષા સ્ત્રોત, સુંદરકાંડ, હનુમાનચાલીસા, બજરંગ બાણ જેવા પાઠ કરવાથી અદભુત લાભ પ્રાપ્ત થાય છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.