મનોરંજન

શૂટ લૉકેશનથી શ્રદ્ધા કપૂરની સ્ટનિંગ તસ્વીરો વાયરલ, ફ્લોરટચ ગાઉનમાં દીકરીને ચાલવામાં મદદ કરતા જોવા મળ્યા પિતા શક્તિ કપૂર

પપ્પા શક્તિ કપૂરનો હાથ પકડીને ચાલતા જોવા મળી લાડલી શ્રદ્ધા, જુઓ વાયરલ તસવીરો: બોલીવુડના વિલેન તરીકે ઓળખાતા અભિનેતા શક્તિ કપૂરની દીકરી શ્રદ્ધા કપૂર પોતાની ફિલ્મોના સિવાય પોતાની ચુલબુલી અદાઓ અને ક્યૂટનેસને લીધે પણ જાણવામાં આવે છે. શ્રદ્ધાએ પોતની કારકિર્દીમાં એકથી એક હિટ ફિલ્મો આપી છે. છેલ્લી વાર ફિલ્મ સ્ટ્રીટ ડાન્સરમાં અભિનય કરનારી શ્રદ્ધા તાજેતરમાં જ રાજ કુમાર રાવ સાથે શૂટ લોકેશન પર જોવા મળી હતી,પિતા શક્તિ કપૂર પણ તેની સાથે જોવા મળ્યા હતા. આ સમયનો શ્રદ્ધાનો સ્ટનિંગ લુક ખુબ ચર્ચાનો વિષય બન્યો છે.

Image Source

શ્રદ્ધા ડીપ નેક બ્લુ ફ્લોરટચ ગાઉન પહેરેલી જોવા મળી હતી. ડ્રેસ સાથે શ્રદ્ધાએ બ્લેક હાઈ હિલ્સ સેન્ડલ્સ પણ પહેરી રાખ્યા હતા. લાઈટ મેકઅપ અને ખુલ્લા વાળમાં શ્રદ્ધા ખુબ જ સુંદર લાગી રહી હતી.

Image Source

શ્રદ્ધાનું આ ગાઉન એટલું ભારે હતું કે તેની પાછળ બે લોકો ગાઉન સંભાળી રહ્યા હતા અને પિતા શક્તિ કપૂર પણ તેનો હાથ પકડીને ચાલવામાં મદદ કરતા જોવા મળ્યા હતા. શ્રદ્ધાનો આ સ્ટનિંગ લુક ચાહકો ખુબ પસંદ કરી રહ્યા છે.

Image Source

શ્રદ્ધાએ શૂટ લોકેશન પર પિતા અને રાજકુમાર રાવ સાથે પોઝ આપ્યા હતા. તસ્વીરો સામે આવતા લોકોનું માનવું છે કે શ્રદ્ધા આવનારી ફિલ્મમાં રાજકુમાર રાવ સાથે જોવા મળશે. જો કે બંનેની જોડી ફિલ્મ સ્ત્રીમાં પણ જોવા મળી ચુકી છે.