ખબર

બધી દુકાનો ખોલવાની છૂટ નથી આપી, પહેલા આ ન્યુઝ વાંચી લેજો…ગેરસમજ ઉભી ના થાય જોજો

દેશમાં છેલ્લા 1 મહિનાથી લોકડાઉન ચાલી રહ્યું છે. આ લોકડાઉન 3 મે સુધી ચાલશે. લોકડાઉન દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા શુક્રવારે રાતે એક મહત્વ પૂર્ણ આવ્યો હતો. કેન્દ્રીય ગૃહમંત્રાલયે કેન્દ્રિય પ્રદેશો અને રાજ્યોને મોટી રાહત આપતા શનિવારથી શરતો સાથેની તમામ નોંધાયેલ શોપ ખોલવાની મંજૂરી આપી દીધી છે.
કેન્દ્ર સરકારે આદેશમાં જણાવ્યું હતું કે કોર્પોરેશન વિસ્તારોની બહારના વિસ્તારોમાં આવેલા માર્કેટ પરિસરમાં આવેલી દુકાનોને જ ખોલવાની મંજૂરી આપવામાં આવી છે અને ફક્ત 50 ટકા કર્મચારીઓ સાથે દુકાનો અને મથકો ખોલવામાં આવી શકે છે.

સેન્ટ્રલ ગવરમનેટ દ્વારા કઇ દુકાનો ખુલી શકશે અને કઇ નહીં ખુલી શકાય તે માટે સ્પષ્ટતા કરવામાં આવી છે. ગ્રામિણ વિસ્તારની તમામ દુકાનો ખુલી શકાશે. શોપિગ મોલ જેવા વિસ્તારની ગ્રામિણ દુકાનો નહીં ખુલે. શહેરી વિસ્તારમાં એકલ-દોકલ દુકાનો શરુ કરી શકાશે. સીટીમાં માર્કેટ કોમ્પલેક્સમાં દુકાનો શરુ નહિ થાય. શહેરી વિસ્તારમાં મલ્ટી બ્રાન્ડ અને સિંગલ બ્રાન્ડ નહીં શરુ થઇ શકે 4. ઇ-કોર્મસ કંપની જીવન જરુરી ચીજ વસ્તુ પુરી પાડી શકશે. હોટેલમાં દારુની શોપ નહીં ખુલી શકાય . હોટ સ્પોટ અને બફર ઝોનમાં કોઇ દુકાન નહી ખુલી શકે.

આ અંગે આજે ગુજરાતમાં રાજ્યસરકાર કોઈ મોટા નિર્ણય લેશે એ અંગે નાયબ મુખ્યમંત્રી મહત્વની વાતો જણાવી હતી. કેન્દ્ર દ્વારા શરતો સાથે દુકાનો ખોલવાની મંજૂરીનો મામલે આજે કેન્દ્રની જાહેરાત સંબંધે રાજ્ય સરકાર જાહેરાત કરી.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના નાના-મોટા દુકાનધારકો, ધંધા વ્યવસાયકારો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

રાજ્યના તમામ જિલ્લાઓમાં આવતીકાલ, રવિવાર તા. 26 એપ્રિલથી મોલ તેમજ માર્કેટીંગ કોમ્પલેક્ષ સિવાય તમામ દુકાનોને પોતાના ધંધા વ્યવસાય કરવા માટે છૂટ આપવામાં આવશે

ભારત સરકારના જાહેરનામાના અનુસંધાને મુખ્યમંત્રીએ રાજ્યમાં આ નિર્ણયની જાહેરાત કરી છે
ધંધો વ્યવસાય કરવા માટેની છૂટછાટ નિયમો અને શરતોને આધિન આપવામાં આવી છે.

તદ્દઅનુસાર, જે દુકાનો-ધંધા વ્યવસાયને વ્યવસાય માટે છૂટ આપવામાં આવી છે તે વિસ્તાર કન્ટેઇનમેન્ટ વિસ્તારની બહાર હોવો જોઇશે.

દુકાન-ધંધા વ્યવસાયના નિયમિત સ્ટાફના 50 ટકા સ્ટાફ રાખવાનો રહેશે.

Image Source

માસ્ક પહેરવાનું અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું પણ ફરજિયાત પાલન દુકાન-ધંધા વ્યવસાયકારોએ કરવાનું રહેશે
જે-તે સ્થાનિક સત્તામંડળે જાહેર કરેલા કન્ટેઇનમેન્ટ વિસ્તારો માન્ય ગણાશે.

મુખ્યમંત્રીશ્રીએ આ ઉપરાંત એવો પણ નિર્ણય કર્યો છે કે ગુજરાત માં I T તેમજ ITES ઇન્ડસ્ટ્રીઝમાં પણ પ૦ ટકા સ્ટાફ કામકાજ માટે રાખવાની શરતે અને જો આવી ઇન્ડસ્ટ્રી કન્ટેઇનમેન્ટ ઝોન બહારના વિસ્તારમાં હોય તો તેવી ઇન્ડસ્ટ્રીઝને પણ મંજૂરી આપવામાં આવશે.

ફૂલની દુકાનો, સોનાની દુકાનો, ટ્રાવેલ્સની ઓફીસ, ગિફ્ટ આર્ટિકલ ,ફોટો સ્ટુડિયો ,હાર્ડવેર,કટલેરી દુકાનો મંજૂરી નહિ, રિક્ષાઓને હાલ મંજૂરી નહીં. આઈસ્ક્રીમ ની દુકાનો હોટેલો વિશે નિર્ણય થયેલ નથી એ હવે થશે. આ સાથે જ પગરખા દુકાનો નહીં ખુલે, પાનના ગલ્લાનો નિર્ણય નહીં, સલૂન નહીં ખુલે, આઈસ્ક્રીમ પાર્લરો નહીં ખુલે,

નાસ્તા ફરસાણની દુકાનો પણ નહીં, ઠંડા પીણાં દુકાનો નહીં ખુલે, પંચરની દુકાનો ખુલશે, ઇલેક્ટ્રિક દુકાનો ને છૂટ, એસી રિપેરિંગ દુકાનો ખુલી શકશે.
સાથે જ ફાસ્ટફૂડ અને હોટેલ રેસ્ટોરન્ટ વિશે સાંજે નિર્ણય કરવામાં આવશે. સલૂન અંગેનો કોઈ નિર્ણયકરવામાં નથી આવ્યો.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.