ખબર દિલધડક સ્ટોરી પ્રેરણાત્મક

હું ભગવાનને રોજ પ્રાર્થના કરું છું કે મારા પિતાનું દેવું જલ્દી જ ચૂકવાઈ જાય જેથી હું શાળાએ જઈ શકું- હૃદયસ્પર્શી સ્ટોરી

આજના ભાગદોડ ભર્યા જીવનમાં આપણે ભૂલી ગયા છીએ કે આપણે મશીન નહિ પણ મનુષ્ય છીએ. આપણે લોકો સાથે બે ઘડી ગમ્મત કરવાનું કે હસીને વાત કરવાની ભૂલી ગયા છીએ ત્યારે હવે તો આવી હાલત છે કે આપણે નાના લોકો સાથે હસીને વાત પણ નથી કરતા. વાત કરવાનું તો છોડો આપણે તેમને અવગણીએ છીએ. આપણે આપણામાં જ એટલા ઘુસી જઈએ છીએ કે બૂટપોલિશ કરાવતા સમયે પણ આપણે એ પોલિશ કરવાવાળા વ્યક્તિની સામે નથી જોતા. કે પછી એમ કહો કે આપણે એવું વિચારી લઈએ છીએ કે આવા નાના માણસો સાથે વાત કરવું કે એમની સામે હસીને જોવું, એ આપણા જેવા લોકોનું કામ નથી. આ સમયે આપણે ભૂલી જઈએ છીએ કે એ પણ મનુષ્ય છે, એની સામે હસીને જોવાથી કે વાત કરવાથી એને કેટલી ખુશી મળી શકે છે.

Image Source

વાત એમ છે કે હમ્પી નામના એક બાળકે લોકોના આવા વ્યવહારને લઈને પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે. હમ્પી મુંબઈમાં રસ્તાના કિનારે જૂત્તા પોલિશ કરવાનું કામ કરે છે. તેના માતાપિતા પર ખૂબ જ દેવું છે એટલા માટે તેમની મદદ કરવા માટે એ પોતાના કાકા સાથે જૂત્તા પોલિશ કરવા માટે બેસી જાય છે. તેને લોકો પાસે એક જ ફરિયાદ છે કે એ સવારથી સાંજ સુધી બેસી રહે છે, સેંકડો લોકો એની પાસેથી બુટ પોલિશ કરાવે છે, પરંતુ કોઈ પણ એની સામે નજર ઉઠાવીને નથી જોતા. જાણે કે એ દુનિયામાં જ નથી. અદ્રશ્ય થઇ ગયો છે. એનું કોઈ જ અસ્તિત્વ નથી.

Image Source

હ્યુમન્સ ઓફ બોમ્બે નામના એક ફેસબૂક પેજે આ બાળકના દિલની વાત શેર કરી છે. હમ્પી કહે છે કે, ‘હું હમ્પીથી છું, અહીં મુંબઈમાં છેલ્લા 2 મહિનાથી સ્કૂલના વેકેશનમાં પોતાના કાકાની દુકાન પર કામ કરું છું જેથી માતાપિતાનું દેવું ચૂકવાઈ જાય. હું અહીં સવારથી સાંજ સુધી બેસું છું, ઘણા પ્રકારના ગ્રાહક રોજ આવે છે. કોલેજ જનાર સ્ટુડન્ટ્સ, ઓફિસ જતા લોકો, આંટીઓ અને અંકલો, બાળકો વગેરે, પણ હું બસ અહીં બેસી રહુ છું અને તેમના જૂત્તા ઠીક કરું છું કે પોલિશ કરું છું. પરંતુ આજસુધી કોઈએ રોકાઈને મારી સાથે બે ક્ષણ વાત નથી કરી. જાણે હું અદ્રશ્ય છું. કેટલાક લોકો તો મારી આંખોમાં દેખાતા પણ નથી. કેટલાક લોકો પોતાનું કામ કરાવીને નીકળી જાય છે અને કેટલાક લોકો તો કોઈ કારણ વગર પણ મારી સાથે સખતાઈથી વાત કરે છે. જો હું વાતચીત કરું તો એ મને અવગણે છે કે પછી કહે છે કે પોતાના કામ પર ધ્યાન આપ.’

પોતાની વાત આગળ વધારતા હમ્પી કહે છે, ‘એવામાં હું બસ એ જ વિચારું છું કે જો હું ભણેલો-લખેલો હોત, આ રસ્તાના કિનારે બેસવાની જગ્યાએ કોઈ સારી દુકાનમાં બેસેલો હોત તો શું ત્યારે પણ લોકો મારી સાથે આવો જ વ્યવહાર કરતે? જાણે હું તેમની સાથે વાત કરવાને લાયક જ નથી. પહેલા મને ખરાબ લાગતું હતું, પરંતુ હવે આદત પડી ગઈ છે. હું ભગવાનને રોજ પ્રાર્થના કરું છું કે મારા માતાપિતાનું દેવું જલ્દી જ ચૂકવાઈ જાય જેથી હું સ્કૂલે જઈ શકું, પોતાનો અભ્યાસ કરી શકું, નોકરી કરી શકું, સારો પગાર મળી શકે. સૌથી વધુ મહત્વપૂર્ણ વાત કે હું લોકો સામે અદ્રશ્ય ન બની રહું. મને લાગે છે કે હવે મારા સપના પુરા થશે કારણકે તમારા જેવા લોકોએ રોકાઈને મારી સાથે વાત કરી.’

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks