શોએબ મલિક અને સના જાવેદનું છેલ્લા 3 વર્ષથી ચાલી રહ્યુ હતુ લફરુ, સામે આવ્યો ચોંકાવનારો રાઝ

પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર શોએબ મલિકે હાલમાં જ ટીવી એક્ટ્રેસ અને મોડલ સના જાવેદ સાથે નિકાહ કર્યાનો ખુલાસો કર્યો છે, આ પછી ભારતીય ટેનિસ સુપરસ્ટાર સાનિયા મિર્ઝાને પાકિસ્તાનના લોકોથી જોરદાર સમર્થન મળી રહ્યુ છે. લોકો સોશિયલ મીડિયા પર શોએબ અને સનાની આલોચના કરી રહ્યા છે અને પાકિસ્તાની ક્રિકેટર સાથે છૂટાછેડા લેવાના સાનિયાના નિર્ણયનું સમર્થન કરી રહ્યા છે.

ત્યારે આ વચ્ચે એક પોડકાસ્ટે આગમાં ઘી નાખવાનું કામ કર્યુ છે. એક ચેનલનો દાવો છે કે પરણિત હોવા છત્તાં પણ શોએબ મલિક અને સના જાવેદ વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી પ્રેમ સંબંધ ચાલી રહ્યો હતો અને બંને વચ્ચે અતરંગ સંબંધ હતા. પોડકાસ્ટમાં કહેવામાં આવ્યુ છે કે સનાએ શોએબ મલિક સાથે લગ્ન કર્યાના ત્રણ મહિના પહેલા જ પૂર્વ પતિ ઉમૈર જયસવાલ સાથે છૂટાછેડા લીધા.

એવું કહેવામાં આવી રહ્યુ છે કે જ્યારે પણ શોએબ મલિકને ચેનલ પર કોઇ શો માટે બોલાવવામાં આવતો તો તે એ શરત પર તૈયાર થતો કે સનાને પણ બોલાવવામાં આવે. પોડકાસ્ટના નિર્માતાએ કહ્યુ કે- આ બંનેનું અફેર છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહ્યુ છે.

ઉમૈરને આ વિશે ખબર નહોતી પણ સાનિયા મિર્ઝા અને તેનો પરિવાર આ વિશે જાણતો હતો અને અહીં સુધી કે શોએબ મલિકના પરિવારને પણ આ વિશે છેલ્લા વર્ષે ખબર પડી હતી. હાલાત સુલજાવવાના પ્રયાસ કરવામાં આવ્યા પણ શોએબે કોઇનું ના સાંભળ્યુ. જણાવી દઇએ કે, શોએબ મલિક અને સાનિયા મિર્ઝાના લગ્ન વર્ષ 2010માં ભારતના હૈદરાબાદમાં ખૂબ ધામધૂમથી થયા હતા.

ત્યાં સના જાવેદ અને ઉમૈર જયસવાલના લગ્ન વર્ષ 2020માં એક પ્રાઇવેટ સેરેમનીમાં થયા હતા. શોએબની સના સાથેની લગ્નની તસવીર શેર કર્યા પછી એ ખુલાસો થયો કે સાનિયા અને શોએબ અલગ થઇ ગયા છે. જો કે, સાનિયા અને શોએબનો દીકરો સાનિયા પાસે રહે છે.

Shah Jina