વિકેટ કિપરને મદદ કરવી બેટ્સમેનને પડી ભારે, રોકાયેલા બોલને ઉઠાવ્યો હતો, દિગ્ગજ ક્રિકેટરોએ પણ વખોડ્યું, જુઓ વીડિયો
Obstructing The Field U 19 : ક્રિકેટ પ્રેમીઓ દુનિયાભરમાં ફેલાયેલા છે અને આ રમત લોકોની ખુબ જ લોકપ્રિય રમત બની ગઈ છે અને તેમાં પણ ટી 20 ફોર્મેટ આવ્યા બાદ તો ક્રિકેટનો ઉત્સાહ સાતમા આસમાને જોવા મળી રહ્યો છે. ત્યારે ક્રિકેટની રમત દરમિયાન ઘણી એવી ઘટનાઓ સામે આવતી હોય છે જે લોકોને હેરાન કરી દેતી હોય છે. આવી ઘણી ઘટનાઓના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે, હાલ આવા જ એક વીડિયોએ ચર્ચાનો માહોલ ગરમ કર્યો છે.
U-19 વર્લ્ડકપમાં બની ઘટના :
ICC અંડર-19 વર્લ્ડ કપ 2024 તેના અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે. આ ટુર્નામેન્ટની સેમીફાઈનલમાં ચાર ટીમોએ પોતાનું સ્થાન બનાવી લીધું છે. આ દરમિયાન મેદાન પર એક અનોખો નજારો જોવા મળ્યો. ટૂર્નામેન્ટની 38મી મેચ ઈંગ્લેન્ડ અને ઝિમ્બાબ્વે વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ઈંગ્લેન્ડના બેટ્સમેન હમઝા શેખને રોકાયેલા બોલને ઉપાડીને વિકેટકીપરને આપવામાં મુશ્કેલી પડી હતી, ત્યારબાદ તેને આઉટ જાહેર કરવામાં આવ્યો હતો.
બેટ્સમેનને આઉટ જાહેર કરાયો :
હમઝા શેખ ‘ઓબ્સ્ટ્રક્ટિંગ ધ ફિલ્ડ’નો શિકાર બન્યો હતો. આ ઘટના ઈંગ્લેન્ડની ઈનિંગની 17મી ઓવર દરમિયાન બની હતી. બેટિંગ કરી રહેલા હમઝા શેખે બોલ ઉપાડીને વિકેટકીપરને આપવાનો પ્રયાસ કર્યો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે હમઝા શેખ બોલ ઉપાડે છે અને વિકેટકીપર ને પાસ કરે છે, પરંતુ આ દરમિયાન ઝિમ્બાબ્વેના વિકેટકીપર રેયાન કામવેમ્બાએ અપીલ કરી હતી, જેના પછી હમઝા શેખને આઉટ જાહેર કરવામાં આવે છે.
દિગ્ગજ ક્રિકેટરોએ આપ્યું રિએક્શન :
જોકે, ફિલ્ડ અમ્પાયરે આ મામલે થર્ડ અમ્પાયરની મદદ લીધી હતી, જે બાદ હમઝા શેખને આઉટ જાહેર કરવામાં આવ્યો હતો. શેખને આઉટ કર્યા બાદ સોશિયલ મીડિયા પર ઘણી પ્રતિક્રિયાઓ જોવા મળી હતી. ઈંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર સ્ટુઅર્ટ બ્રોડે લખ્યું, અરે તમે શું વાત કરી રહ્યા છો. તે રોકાયેલ બોલ ફિલ્ડરને આપી રહ્યો હતો. તેને મદદ કરતો હતો. તેને બહાર આપી શકતા નથી. ઈંગ્લિશ કીપર બેટ્સમેન સેમ બિલિંગ્સે આ ઘટનાનો વીડિયો રીટ્વીટ કર્યો અને લખ્યું, “શું વાત છે?”
Out for obstructing the field 😂😂 #Cricket
pic.twitter.com/WVZtLEMRfc— Cow Corner (@CowCorner183) February 3, 2024