8 વર્ષ ચહેરો છુપાવ્યો, આખરે 8મી એનિવર્સરી પર ઇરફાન પઠાણે પહેલીવાર બતાવ્યો પત્નીનો ચહેરો, સોશિયલ મીડિયા પર કોમેન્ટનો ઢગલો
Irfan Pathan showed his wife’s face : બોલીવુડના કલાકારોની જીમે ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓની લાઈફ પણ હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ અને તેમના પરિવારજનો હંમેશા મીડિયા પર છવાયેલા રહેતા હોય છે.
ત્યારે ભારતીય ટીમના પૂર્વ ઓલરાઉન્ડર ખેલાડી ઇરફાન પઠાણ ભલે ક્રિકેટમાંથી સન્યાસ લઇ ચુક્યો હોય, પરંતુ આજે પણ તે ચાહકો વચ્ચે જોડાયેલો રહે છે. ઇરફાન પઠાણ આજે એક કોમેન્ટેટર તરીકે જોવા મળે છે. ત્યારે હાલમાં જ ઈરફાનના લગ્નને 8 વર્ષ પૂર્ણ થઇ ગયા એ નિમિત્તે તેને તેના ચાહકોને એક શાનદાર ભેટ આપી છે.
લગ્નના 8 વર્ષ બાદ પત્નીનો ચેહરો બતાવ્યો :
પઠાણના લગ્ન 2016માં થયા હતા, તે પહેલા પણ ઘણી વખત તેની પત્ની સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી ચૂક્યો છે, પરંતુ ચાહકોને તેનો ચહેરો જોવા મળ્યો નહોતો. ક્યારેક તે બુરખામાં જોવા મળતી હતી તો ક્યારેક મોં પર હાથ રાખીને. પરંતુ આ વખતે ચાહકોને તેની સુંદરતા જોવા મળી. તમને જણાવી દઈએ કે, ઈરફાન પઠાણની પત્નીનું નામ સફા બેગ છે અને તેમને બે પુત્રો છે.
શેર કરી પોસ્ટ :
ઇરફાન પઠાણે તેની 8મી એનિવર્સરી નિમિત્તે લખ્યું છે કે, “એ જ આત્મા દ્વારા અનંત ભૂમિકાઓ ભજવવામાં આવે છે – મૂડ બૂસ્ટર, કોમેડિયન, ટ્રબલ-શૂટર અને મારા બાળકોના સતત સાથી, મિત્ર અને માતા. આ સુંદર પ્રવાસમાં, હું તમને મારી પત્ની તરીકે વહાલ કરું છું. હેપી 8th માય લવ.” ઈરફાન પઠાણની આ પોસ્ટ પર, તેને તેની લગ્નની વર્ષગાંઠ પર અભિનંદન આપવાની સાથે, ચાહકો સફા બેગની સુંદરતાના વખાણ પણ કરી રહ્યા છે.
ચાહકોએ કર્યા સુંદરતાના વખાણ :
પઠાણની પત્નીની સુંદરતાના ચાહકો દિવાના થઈ ગયા છે. તમને જણાવી દઈએ કે, સફા બેગ વ્યવસાયે મોડલ હતી, પરંતુ તેણે ઈરફાન પઠાણ સાથે લગ્ન કર્યા બાદ મોડલિંગ છોડી દીધું હતું. ઈરફાને 2016માં સફા સાથે લગ્ન કર્યા અને આ દંપતીને બે પુત્રો છે, ઈમરાન અને સુલેમાન. પાકિસ્તાન સામે 2007 T20 વર્લ્ડ કપ ફાઇનલમાં તેના શાનદાર પ્રદર્શન માટે ઓલરાઉન્ડરને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી, પઠાણે કોમેન્ટ્રીની ફરજો લીધી અને ક્રિકેટ નિષ્ણાત તરીકે પણ કામ કર્યું.