શોએબ મલિકના ત્રીજા લગ્ન બાદ સાનિયા મિર્ઝાની જિંદગી થઇ ગઈ છે ખરાબ, દીકરાને સ્કૂલ પણ જવાનું થયું બંધ, જુઓ કારણ

Sania Son Izha Dropped Out Of School : ભારતીય ટેનિસ સ્ટાર અને તેના પૂર્વ પતિ શોએબ મલિક હંમેશા કોઈને કોઈ કારણે ચર્ચામાં રહેતા હોય છે. શોએબ મલિકે થોડા દિવસ પહેલા જ તેની બીજી પત્ની સાનિયા મિર્ઝાને છોડીને ત્રીજા લગ્ન કરી લીધા અને તેની ચર્ચાઓ પણ ખુબ જ જોરશોરથી થતી જોવા મળી હતી. ત્યારે શોએબના આ ત્રીજા લગ્ન બાદ સાનિયા મિર્ઝાના જીવનમાં પણ ઉથલ પાથલ મચી ગઈ છે અને તેના બાળકોને પણ હવે શોએબના આ ત્રીજા લગ્નના કારણે ઘણું સહન કરવું પડી રહ્યું છે.

દીકરાની હાલત ખરાબ :

શોએબ મલિકના ત્રીજા લગ્ન બાદ સાનિયા મિર્ઝાના પુત્ર ઈઝહર મિર્ઝા મલિકની સ્કૂલમાં હેરાન કરવામાં આવી રહ્યો છે, આ વાતનો ખુલાસો હાલમાં જ પાકિસ્તાની પત્રકાર નઈમ હનીફે કર્યો છે. હનીફે જણાવ્યું કે તેણે સામ ટીવીને આપેલા ઈન્ટરવ્યુ દરમિયાન સાનિયા સાથે વાત કરી હતી. આ દરમિયાન સાનિયાએ જ તેને આ વાત કહી હતી. તમને જણાવી દઈએ કે, શોએબ મલિકે ગયા મહિને પાકિસ્તાની અભિનેત્રી સના જાવેદ સાથે લગ્ન કર્યા હતા.

સ્કૂલમાં થાય છે હેરાનગતિ :

સાનિયા મિર્ઝા સાથે શોએબના સંબંધો છેલ્લા કેટલાક સમયથી સારા નહોતા જેના કારણે તેઓએ તલાક લઈ લીધા હતા. સાનિયાના પરિવારના સભ્યોએ પોતે સોશિયલ મીડિયા દ્વારા તેના છૂટાછેડાની પુષ્ટિ કરી હતી. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના સમાચાર મુજબ તાજેતરમાં જ પાકિસ્તાની પત્રકાર નઈમ હનીફે દાવો કર્યો હતો કે સામ ટીવીને આપેલા ઈન્ટરવ્યુ દરમિયાન તેણે સાનિયા સાથે વાત કરી હતી. નઈમના જણાવ્યા અનુસાર, સાનિયાએ તેના પુત્ર ઈઝાનની માનસિક સ્થિતિ પર ઊંડી ચિંતા વ્યક્ત કરી અને ખુલાસો કર્યો કે તેના પિતાના ત્રીજા લગ્નના સમાચાર તેને ભાવનાત્મક રીતે પરેશાન કરી રહ્યા છે.

પોતાના વતનમાં છે સાનિયા :

પત્રકારે વધુમાં દાવો કર્યો હતો કે ઇઝાનને તેની શાળામાં માનસિક રીતે હેરાન કરવામાં આવી રહ્યો છે. સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે તેણે પોતાની સ્કૂલ જવાનું પણ બંધ કરી દીધું છે. સાનિયા દેખીતી રીતે તેના વતન હૈદરાબાદ પરત ફરી છે. શુક્રવારે, તેણે તેના પુત્ર અને તેની બહેન અનમ મિર્ઝાની પુત્રી દુઆની એક તસવીર પણ પોસ્ટ કરી અને તેમને ‘લાઇફલાઇન’ કહ્યા.

થોડા દિવસો પહેલા, સાનિયાથી છૂટાછેડા પર શોએબનું નિવેદન ઇન્ટરનેટ પર વાયરલ થયું હતું. તેણે કહ્યું, “તમારું હૃદય તમને જે કહે તે તમારે કરવું જોઈએ. લોકો શું વિચારશે તે વિશે બિલકુલ ન વિચારો. લોકો શું વિચારશે તે શીખવામાં જો તમને સમય લાગશે, તો તમે તમારું કામ કરી શકશો.” ભલે તે 10 વર્ષ લાગે કે 20 વર્ષ.”

Niraj Patel