જંગલમાં ઉતરીને સેલ્ફીની મજા માણી રહ્યા હતા બે લોકો, ત્યારે જ પાછળથી આવ્યો ગુસ્સો ભરાયેલો હાથી અને પછી થયું એવું કે… જુઓ વીડિયો

શ્વાસ અઘ્ધર કરી દેનારો વીડિયો આવ્યો સામે, જંગલમાં સેલ્ફી લેવાના ચક્કરમાં મોત સાથે બાથ ભીડાઈ ગઈ, જુઓ હાથી પાછળ પડ્યો અને પછી શું થયું ?

Elephant ran after a man taking a selfie : ઘણા લોકો ફરવા માટે જંગલમાં જતા હોય છે અને ત્યાં જંગલી પ્રાણીઓને જોઈને તેમની તસવીરો પણ ક્લિક કરતા હોય છે, તો ઘણા લોકો જંગલની પ્રકૃતિની પણ ફોટોગ્રાફી કરે છે, પરંતુ ઘણીવાર મુસીબત પણ  ઉભી થતી હોય છે. પ્રાણીઓ ઘણીવાર ગુસ્સે ભરાય છે અને હુમલો પણ કરી દેતા હોય છે.  આવી ઘણી ઘટનાઓના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ પણ થતા હોય છે. ત્યારે હાલ આવો જ એક વીડિયો સામે આવ્યો છે જેમાં હાથી ગુસ્સે થઇ જાય છે.

હાથી સાથે સેલ્ફી લેવા ગયા :

આ વીડિયો 1 જાન્યુઆરીએ ઈન્સ્ટાગ્રામ પર ‘wayanadgram’ હેન્ડલથી શેર કરવામાં આવ્યો હતો. વાસ્તવમાં બે વ્યક્તિઓ હાથી સાથે ફોટો પડાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. એટલામાં જ હાથી જંગલમાંથી નીકળીને રસ્તા પર આવી ગયો. તેને ઝડપથી પોતાની તરફ આવતો જોઈ બંને જણા કારમાં બેસવાનો પ્રયત્ન કરવા લાગ્યા. પરંતુ ત્યાં સુધીમાં હાથી તેમની કારની નજીક આવી ગયો હતો, જેથી બંને પોતાનો જીવ બચાવવા ભાગવા લાગ્યા. પરંતુ તે જ સમયે એક વ્યક્તિ ગભરાઈને જમીન પર પડ્યો.

જીવ બચાવીને ભાગ્યા :

આ પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે કે, ‘કન્નોથુમાલા’ના રહેવાસી અને કતારમાં IT એન્જિનિયર સવાદે ‘મુથંગા’ પાસે આ અકસ્માતને કેમેરામાં કેદ કર્યો. આ ઘટના 31 જાન્યુઆરીએ બની હતી જ્યારે તે તેના પરિવાર સાથે ઊટીની મુલાકાતે જઈ રહ્યો હતો. સવાદે કાનનપથ પર મુસાફરી કરતી વખતે રાખવાની સાવચેતી વિશે ચેતવણી આપતા એક વીડિયો જાહેર કર્યો છે. તમને જણાવી દઈએ કે હાથીઓના આ હુમલામાં બંનેનો જીવ બચી ગયો હતો, પરંતુ તેમાંથી એક ઘાયલ થયો હતો.

એક થયો ઘાયલ :

યુઝર્સ આ ખતરનાક વીડિયો પર પ્રતિક્રિયા આપી રહ્યા છે. તેમનું કહેવું છે કે બંનેએ આ હાઈવે પર મુસાફરી કરવા માટે નક્કી કરેલા નિયમોનો ભંગ કર્યો છે. એક યુઝરે લખ્યું, ‘આ રૂટ પર રોકાવું પ્રતિબંધિત છે, કારણ કે હાથીઓ અહીં આસપાસ જોવા મળે છે.’ અન્ય એક યુઝરે લખ્યું, ‘જો તમે વન્યજીવો સાથે રમશો તો તમને કોઈ તક નથી. તે નસીબની વાત છે કે તે બચી ગયો.’ ત્રીજા યુઝરે સલાહ આપી, ‘જ્યારે તમે વન્ય જીવન વિસ્તારમાં હોવ ત્યારે કૃપા કરીને સાવચેત રહો.’

 

View this post on Instagram

 

A post shared by WildTrails.in (@wildtrails.in)

Niraj Patel