વ્યક્તિએ પોતાની પીઠ પર જ કોતરાવી દીધા રામ મંદિર અને શ્રી રામ ! લોકોએ કહ્યું “આ ખોટું છે, ટોયલેટ જશો ત્યારે…” જુઓ વીડિયો
Got Ram temple tattooed on back : અયોધ્યામાં જ્યારથી રામ મંદિરની પ્રતિષ્ઠા થઇ છે ત્યારે સોશિયલ મીડિયા દ્વારા ઘણા લોકો પોતાની રામભક્તિ અલગ અલગ રીતે બતાવતા જોવા મળે છે. ત્યારે આ દરમિયાન એક વ્યક્તિએ જે કર્યું તે પણ ગજબનું હતું. આ વ્યક્તિએ પોતાની પીઠ પર ભગવાન શ્રી રામની પ્રતિમા બનાવી અને નીચે આખું રામ મંદિર બનાવ્યું. હવે આ વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકો પણ તેના પર અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.
પીઠ પર બનાવ્યા રામ અને રામમંદિર :
જ્યાં ઘણા લોકો આ યુવકના પ્રયાસ માટે તેના વખાણ કરતા જોવા મળ્યા હતા, તો ઘણા યુઝર્સ ભગવાન રામની પીઠ પર બનેલી તસવીરને લઈને તેની ટીકા પણ કરી રહ્યા હતા. જો કે, વ્યક્તિએ તેની પીઠ પર જે પ્રકારની છબી કોતરેલી છે તે જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે. 22 જાન્યુઆરીએ શેર કરાયેલા આ વીડિયોને અત્યાર સુધીમાં 10 લાખથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે. આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર @ranjeet_rajak_15 નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે.
લોકોએ આપી મિશ્ર પ્રતિક્રિયા :
વાયરલ થઈ રહેલા આ વીડિયો પર લોકોની પ્રતિક્રિયા વિશે વાત કરતા એક યુઝરે વીડિયો પર કમેન્ટ કરતા લખ્યું કે તમે રામજીના ભક્ત છો પરંતુ ભક્તિ બતાવવા માટે આ યોગ્ય જગ્યા નથી. વ્યક્તિને સલાહ આપતાં એક યુઝરે કહ્યું કે જો તમારે ભગવાન માટે કંઈક કરવું હોય તો તેના પાત્રને તમારા જીવનમાં લાવો, તેનો ફોટો નહીં. આ પ્રકારે એક વ્યક્તિએ એમ પણ કહ્યું છે કે તમે જયારે ટોયલેટ જશો ત્યારે રામ મંદિર અને ભગવાનને સાથે લઈને જશો ?
જુઓ કેવી રીતે બનાવ્યું ટેટુ :
વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક ટેટુ આર્ટિસ્ટ એક વ્યક્તિની પીઠ પર ટેટુ બનાવી રહ્યો છે. તેને પહેલા ભગવાન શ્રી રામની મોટી તસવીરનું ટેટુ બનાવ્યું છે જેના બાદ તે તસવીરની નીચે અયોધ્યામાં નિર્માણ પામી રહેલા રામ મંદિરની પણ કોતરણી કરી રહ્યો છે. થોડી જ વારમાં તે આખું રામ મંદિર પણ બનાવી લે છે અને પછી કેમેરા સામે આખું દૃશ્ય બતાવે છે. આ જોઈને દરેક વ્યક્તિ હેરાન પણ રહી જાય છે.
View this post on Instagram