ફિલ્મ ‘હનુમાન’ના સેટ પર થયો હતો અકસ્માત.. ડાયરેક્ટરે કહ્યુ- ઝેરી સાંપ ડંખ મારવાનો જ હતો કે હનુમાનજી..

ફિલ્મ ‘હનુમાન’ના ડાયરેક્ટર પ્રશાંત વર્માનો ખુલાસો, કહ્યુ- ઝેરી સાપ હિરો-હિરોઇનને મારવાનો હતો ડંખ, હનુમાનજીએ આવી રીતે કરી રક્ષા

સાઉથ એક્ટર તેજા સજ્જા સ્ટારર ફિલ્મ ‘હનુમાન’ બોક્સ ઓફિસ પર જબરદસ્ત હિટ રહી, જેણે મહેશબાબુની ગુંટૂર કરમને પણ પાછળ છોડી દીધી. ત્યારે હાલમાં જ ફિલ્મના નિર્દેશક પ્રશાંત વર્માએ એક ઇન્ટરવ્યુ દરમિયાન શુટિંગ સાથે જોડાયેલ એક ખુલાસો કર્યો. તેમણે કહ્યુ કે, શુટિંગ દરમિયાન ઘણા અકસ્માત થયા, જેમાં એક્ટર્સને મોતનો સામનો કરવો પડ્યો.

‘હનુમાન’ના સેટ પર અકસ્માતને લઇને ડાયરેક્ટરનો ખુલાસો

ડાયરેક્ટરે બધાની રક્ષા માટે ભગવાન હનુમાનને શ્રેય આપ્યો. ફિલ્મ બનાવવા દરમિયાન કોઇ અલૌકિક શક્તિ મહેસૂસ થઇ આ પ્રશ્નના જવાબ પર પ્રશાંત વર્માએ કહ્યુ કે- હનુમાનના પ્રી-પ્રોડક્શન પહેલા જ તેમને કંઇ મહેસૂસ થઇ ગયુ હતુ. તેમણે દાવો કર્યો કે લોકો તેમની પાસે આવ્યા અને હનુમાનજીના બધા મંદિરમા જઇ શ્લોક વાંચવા માટે કહ્યુ.

હીરો હિરોઇનનો જીવ જતો રહેતો

તેમણે કહ્યુ- શરૂઆતમાં મને લાગ્યુ કે બધા મારા ટેલેન્ટની તારીફ કરી રહ્યા છે, પણ એક વ્યક્તિએ મને કહ્યુ- શું તમને લાગે છે કે તમે આ બધુ કરી રહ્યા છો ? નહિ. ત્યારે મને અહેસાસ થયો કે આ બધુ આપમેળે જ થતુ હતુ. તે પછી મેં બધી કડીઓ જોડવાનું શરૂ કર્યુ. આમ તો ઘણી દુર્ઘટના ઘટી, જેમાં અમે બચી ગયા. એક અકસ્માતમાં તો હીરો હિરોઇનનો જીવ જતો રહેતો. વાસ્તવમાં, શુટિંગ દરમિયાન એક સાપ હતો, જો તે ડંખ મારતો તો જીવ ચાલ્યો જતો, પણ આવું કંઇ જ ના થયુ.

હનુમાનજી ફિલ્મના અસલી ડાયરેક્ટર

અમે 10થી15 મિનિટ સુધી શુટ કરતા રહ્યા પણ ખબર ન પડી કે ત્યાં સાપ છે. અમે બધા અમારી જગ્યા પર રોકાઇ ગયા અને તેજા પણ ના હલ્યો, આ પછી સાપ ધીરે ધીરે દૂર થઇ ગયો. તેમણે આગળ જણાવ્યુ કે- તે એક ઝેરી સાપ હતો. તેલુગુમાં અમે તેને ‘નલ્લત્રજૂ’ (કોબરા) કહીએ છીએ. તેમણે કહ્યુ- માત્ર એક જ નહિ ઘણી દુર્ઘટના ઘટી. જ્યાં તેજા ઘણીવાર બચી ગયો. આમ તો ક્રેડિટમાં લખ્યુ છે કે મેં ફિલ્મનું ડાયરેક્શન કર્યુ છે, પણ મને લાગે છે કે હનુમાનજી ફિલ્મના અસલી ડાયરેક્ટર છે.

પ્રશાંત વર્માના સિનેમેટિક યુનિવર્સનો આગાઝ

જણાવી દઇએ કે, આ ફિલ્મથી પ્રશાંત વર્માના સિનેમેટિક યુનિવર્સનો આગાઝ થયો છે. ફિલ્મની કહાની અંજનાદ્રી નામના એક કાલ્પનિક સ્થળની છે, જ્યાં તેજા સજ્જાને હનુમાનની શક્તિઓ મળી જાય છે અને પછી તે અંજનાદ્રી માટે લડે છે. આ માયથોલોજી એક્શન-ડ્રામામાં કળયુગના સુપરહિરોની કહાની બતાવવામાં આવી છે.

Shah Jina