અયોધ્યાના રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરીના રોજ થઇ. બાળ સ્વરૂપમાં રામલલાની મૂર્તિ અદ્ભૂત છે, જેને જોઇને બધા મંત્રમુગ્ધ થઇ ગયા. આ વચ્ચે સોશિયલ મીડિયા પર એક વ્યક્તિનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેના બંને હાથ નથી પણ તેણે જે રીતે રામલલાની પ્રતિમાનો હૂબહુ સ્કેચ બનાવ્યો, તે જોઇ તમે પણ હેરાન રહી જશો અને કહેશો કે જો શ્રદ્ધા અને ભક્તિ હોય તો માણસ કંઇ પણ કરી શકે છે.
બંને હાથ ના હોવા છત્તાં પણ બનાવી ખૂબસુરત તસવીર
ઇન્સ્ટાગ્રામ પર uniquedhavalkhatri નામના પેજ પર આ વીડિયો શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે એક વ્યક્તિ કે જેના બંને હાથ નથી તે ઘણી મુશ્કેલીથી બ્રશ પકડી પેઇન્ટિંગ કરતો જોવા મળે છે. એક બાજુ અયોધ્યા રામ મંદિરમાં વિરાજમાન રામલલાની મૂર્તિનો સ્કેચ રાખ્યો છે અને બીજી બાજુ તે વ્યક્તિ બ્રશ પકડી રામલલાનો સ્કેચ બનાવી રહ્યો છે. આ વીડિયો પોસ્ટ કરતા કેપ્શનમાં લખવામાં આવ્યુ છે- બહુ દિલથી સ્કેચ બનાવી રહ્યો છું, એટલે થોડો સમય લાગી રહ્યો છે.
લાખો લોકોએ વીડિયો કર્યો લાઇક અને સેંકડોએ આપી પ્રતિક્રિયા
સોશિયલ મીડિયા પર આ વીડિયો સામે આવતા જ વાયરલ થઇ ગયો. આ વીડિયોને લાખો લોકોએ લાઇક કર્યો છે અને સેંકડો લોકોએ પ્રતિક્રિયા આપી છે. કોઇ તેને ગોડ ગિફ્ટ કહી રહ્યુ છે, તો કોઇ કહી રહ્યુ છે કે રામજીનો આવો ભક્ત હોય તો રામલલા તેની બધી જ ઇચ્છા પૂરી કરે છે. ઘણા યુઝર્સ વ્યક્તિના સ્કેચની પ્રશંશા કરી રહ્યા છે. કોઇ જય શ્રી રામ લખી રહ્યુ છે તો કોઇ કહી રહ્યુ છે કે અદ્ભૂત નજારો જોઇ રૂંવાડા ઊભા થઇ ગયા.
View this post on Instagram
જુઓ બીજો વીડિયો
View this post on Instagram