જીવનશૈલી

સાસુ નીતા અંબાણીના હેન્ડબેગ બાદ હવે વહુ શ્લોકાની હિલ્સની થઇ રહી છે ચર્ચાઓ, કિંમત જાણીને ચોંકી જશો

દેશના પ્રખ્યાત બિઝનેસમેન મુકેશ અંબાણી અને તેમનો પરિવાર કોઈને કોઈ કારણોસર ચર્ચામાં જ રહેતો હોય છે. ત્યારે નીતા અંબાણીના લગભગ અઢી કરોડ રૂપિયાના 240 ડાયમંડવાળા હેન્ડબેગ બાદ હવે નીતા અંબાણીની વહુ અને આકાશ અંબાણીની પત્ની શ્લોકા અંબાણીની હિલ્સ ચર્ચામાં છે.

પોતાના શાહી લગ્ન બાદ આકાશ અને શ્લોકા અવારનવાર ચર્ચાઓમાં આવતા રહે છે, ત્યારે હવે ચર્ચાનું કારણ બન્યા છે, શ્લોકાનાં હિલ્સ. ગયા અઠવાડિયે ક્રિકેટર યુવરાજ સિંહે પોતાની રિટાયરમેન્ટ પાર્ટી રાખી હતી, જેમાં નીતા અંબાણી, આકાશ અંબાણી અને શ્લોકા સાથે પહોંચ્યા હતા. આ સમયે શ્લોકા સ્ટાઈલિશ લૂકમાં જોવા મળી હતી. વ્હાઇટ ઓફ શોલ્ડર ટોપ અને શિમરી બ્લ્યુ પ્લીટેડ સ્કર્ટ પહેર્યું હતું. પણ સૌથી વધુ ચર્ચા તેના ફૂટવેર વિશે થઇ હતી.

શ્લોકાએ સોફિયા વેબ્સ્ટરની આઇકોનિક હિલ્સ પહેરી હતી, જેમાં પાછળની તરફ સુંદર બટરફલાય બનેલું છે. આ વિશ્વના સૌથી પ્રખ્યાત ડિઝાઈનર હિલ્સમાંના એક છે, જે ઘણા સેલેબ્સ પાસે જોવા મળશે. આ હિલ્સની કિંમત 50 હજાર રૂપિયા છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.