પ્રેમના આ દિવસોમાં વાયરલ થઇ એક એવા કપલની કહાની જેમણે બ્રેકઅપ કર્યું અને પછી એકબીજાનું મોઢું પણ ના જોયું, લગ્ન કરવા માટે પરિવારજનો પણ હતા વિરૂદ્ધ, જુઓ વીડિયો

સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલ આ કપલ બાલમંદિરથી જ એકબીજાને ઓળખતા હતા, અલગ અલગ વ્યક્તિ સાથે રિલેશનમાં હોવા છતાં આજે છે પતિ પત્ની.. જુઓ વીડિયો

બે દિવસ પહેલા જ આખા દેશમાં વેલેન્ટાઈન ડેની ખુબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. જેમાં દુનિયાભરમાં ઘણા બધા લોકોએ પોતાના પ્રિયપાત્ર માટે કંઈક ખાસ કર્યું અને ઘણા લોકોએ પોતાના ક્રશને પ્રપોઝ પણ કર્યું. ત્યારે ઈન્ટરનેટ પર પણ ઘણા એવા કપલની કહાની સામે આવી, જેણે લોકોના દિલ જીતી લીધા.

આજે અમે તમને એક એવા જ કપલની કહાની જણાવીશું જે નર્સરીથી એકબીજાની સાથે જ ભણતા હતા. તેમની વચ્ચે ઝાડના ચિત્રને લઈને વાતચીત થઈ અને પછી ઘણા વર્ષો પછી બંનેએ લગ્ન કરી લીધા. તેમના સંબંધો ઘણા ઉતાર-ચઢાવમાંથી પસાર થયા. વચ્ચે એક સમય એવો આવ્યો જ્યારે બંનેએ બોલવાનું બંધ કરી દીધું. પણ પછી કહાનીએ નવો વળાંક લીધો અને બંને ભેગા થઈ ગયા. તેમનો સંબંધ એટલો મજબૂત હતો કે પરિવારને પણ એક દિવસ લગ્ન માટે હા પાડવી પડી હતી.

આ કહાની છે શિવમ અને તાન્યાની. શિવમ કહે છે કે તે તાન્યા માટે શાળામાં ખૂબ લડ્યો કારણ કે તાન્યાનો પૂર્વ બોયફ્રેન્ડ તેના જીવનમાં પાછો આવવા માંગતો હતો. શિવમ અને તાન્યાએ એક વ્લોગમાં દુનિયાને પોતાની પ્રેમ કહાની જણાવી છે. તાન્યા કહે છે કે તેને બાળપણમાં ડ્રોઈંગ બિલકુલ પસંદ નહોતું, તેથી તેણે શિવમને તેનું ડ્રોઈંગ બનાવવાનું કામ સોંપ્યું. આ પછી, શાળામાં બંનેની કહાની આગળ વધી. સાતમા વર્ગમાં શિવમે તાન્યાને કહ્યું કે તેને એક છોકરી પસંદ છે અને તેણે તેની સાથે મિત્રતા કરવામાં મદદ કરવી જોઈએ. જોકે, તાન્યાને એ છોકરી પસંદ નહોતી. તેથી જ તેણે વધુ પ્રયત્નો કર્યા નહિ.

શિવમ અને તાન્યા સાતમા ધોરણમાં બે અલગ-અલગ લોકો સાથે રિલેશનશિપમાં હતા અને પછી બંનેનું બ્રેકઅપ થઈ ગયું. બંનેએ ટેક્સ્ટ મેસેજ પર વાત કરવાનું શરૂ કર્યું. લગભગ 11 વર્ષ સુધી સંબંધ રહ્યા બાદ બંનેએ લગ્ન કરી લીધા. તેમના લગ્નને એક વર્ષ થઈ ગયું છે. આઠમા ધોરણમાં, જ્યારે તાન્યા તેના બ્રેકઅપને લઇને દુઃખી હતી, ત્યારે શિવમે તેને કહ્યું કે તું મારા જેવા ખૂબ સારા છોકરાને લાયક છે. ત્યારે તાન્યાએ કહ્યું કે તું મને તારી ગર્લફ્રેન્ડ બનાવી લે. શિવમે આના પર હા પાડી. ત્યારે બંનેના સંબંધોની શરૂઆત થઈ હતી.

શિવમ નવમા ધોરણમાં હતો ત્યારે તેના પરિવારને તેમના સંબંધો વિશે ખબર પડી. જો કે કોલેજના દિવસોમાં બંનેનું બ્રેકઅપ થઈ ગયું હતું. આ દરમિયાન બંનેએ એકબીજાનો ચહેરો જોવાનું પણ બંધ કરી દીધું હતું. ત્યારબાદ બર્થડે પાર્ટીમાં બંને વચ્ચે ફરી વાતચીત શરૂ થઈ. તાન્યા કહે છે કે જ્યારે તેના પરિવારે તેના માટે સંબંધ શોધવાનું શરૂ કર્યું ત્યારે તેને તે ગમ્યું નહીં. પછી થોડા સમય પછી તેના પરિવારને બોયફ્રેન્ડ વિશે ખબર પડી. બંને અલગ-અલગ જાતિના હતા. તેથી જ પરિવાર પહેલા લગ્ન માટે રાજી ન હતો. બંનેના ઘરે ખૂબ ઝઘડા થતા હતા. પરંતુ આખરે પ્રેમની જીત થઈ અને બંનેએ લગ્ન કરી લીધા.

Niraj Patel