દુલ્હાની જેમ સજી ધજી આવેલી સહેલી સાથે છોકરીએ કરી લીધા લગ્ન, પરિવારવાળાએ લગ્ન બાદ કર્યુ એવું કે…જુઓ વીડિયો

છોકરીએ દુલ્હો બની સહેલી સાથે લીધા સાત ફેરા ! ઘરવાળા સામે કર્યુ એવું કામ કે…હલી ગયુ દિમાગ- જુઓ વીડિયો

લગ્નમાં ઘણી રીતના રિચુઅલ્સ હોય છે અને બધા લોકોને આ વિશે વિસ્તારથી ખબર હોતી નથી. લગ્ન નક્કી થયા બાદથી જ હિંદુ રીતિ-રિવાજોમાં ઘણી રીતની માન્યતાઓ છે અને અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ રીતે લગ્ન સંપન્ન થાય છે. કેટલાક રિવાજ એવા હોય છે, જે અમુક જગ્યાએ હોય છે અને અમુક જગ્યાએ નહિ. એવામાં જે જે ક્ષેત્રનો છે તે રીતે લગ્નની માન્યતા આપે છે. સોશિયલ મીડિયા પર ઘણા લગ્નના વીડિયો છે,

જેમાંથી ઘણામાં અલગ અલગ રીતિ-રિવાજોની ઝલક જોવા મળે છે. આજે અમે તમને એક વીડિયો વિશે જણાવવાના છીએ, જે રીતિ-રિવાજ પર આધારિત છે. આ વીડિયોમાં જોવા મળી રહ્યુ છે કે એક છોકરીએ દુલ્હાનો ડ્રેસ પહેર્યો છે, જ્યારે બીજી છોકરી દુલ્હનના ડ્રેસમાં સજ્જ છે. દુલ્હો બનેલી છોકરીએ શેરવાણી-મોજડીથી લઇને સહેરો પણ પહેર્યો છે. જ્યારે દુલ્હન પણ પૂરા સાજ-શ્રૃંગારમાં છે.

વીડિયોમાં જોવા મળી રહ્યુ છે કે, દુલ્હોન બનેલી છોકરીનું સ્વાગત કરવામાં આવે છે અને પછી જયમાલાની રસ્મ થાય છે. તે બાદ એક દાદી અમ્મા અગ્નિને સાક્ષી મનાવી બંનેને ફેરા પણ ફરાવે છે. બંનેના લગ્ન સંપન્ન થઇ ગયા બાદ તેઓ અગ્નિ સામે બેસે છે. લગ્ન પૂરા થયા પછી ઘરવાળા દુલ્હો બનેલી છોકરી અને દુલ્હનને ખોળામાં ઉઠાવે છે. થોડી સેકન્ડનો વીડિયો જોઇ એવું લાગે છે કે બે છોકરીઓએ એકબીજા સાથે લગ્ન કર્યા છે.

જો કે, વીડિયો જોનાર યુઝર્સે આને એક રિચુઅલ્સ ગણાવ્યો અને કહ્યુ કે, ઘણા લગ્નમાં એવું થાય છે કે જ્યારે દુલ્હો દુલ્હનને લેવા માટે જાન લઇને આવે છે તો છોકરાના ઘરની મહિલાઓ આવી હસી મજાક કરે છે. કેટલાક લોકો મસ્તી મજાકમાં કરે છે તો કેટલાક હકિકતમાં આવા લગ્ન કરે છે. આ વીડિયોને reenu_sharma31 નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે, જે ઘણો વાયરલ થઇ રહ્યો છે અને આ વીડિયોને 5 લાખથી વધુ લોકોએ લાઇક પણ કર્યો છે.

 

View this post on Instagram

 

A post shared by ‘_ (@reenu_sharma31)

Shah Jina