શ્રાવણ મહિનામાં શિવજીની પૂજામાં આ 5 વસ્તુનો ઉપીયોગ કરવાથી ભોળાનાથ થાય છે જલ્દી પ્રસન્ન….

0
Advertisement

દેવોના દેવ મહાદેવ ભગવાન શિવને જલ્દી પ્રસન્ન થાનારાં દેવતા માનવામાં આવ્યા છે માટે જ તેને ભોળાનાથ પણ કહેવામાં આવે છે. એવામાં અમુક જ દિવસોમાં પવિત્ર મહિનો શ્રાવણ શરૂ થવા જઈ રહ્યો છે એવામાં ભક્તો આ મહિનામાં પુરા ભાવ અને શ્રદ્ધાથી ભગવાનની પૂજા અર્ચના કરે છે.

Image Source

શાસ્ત્રોના અનુસાર સમુદ્ર મંથન વખતે દરેકને અમૃત પીવાનો અવસર આપીને ભગવાને પોતે જ ઝેરને ગ્રહણ કરવાનો નિર્ણય લીધો હતો.એવામાં લોકો આ મહિનામાં ભગવાનની પૂજા કરે છે અને ઉપવાસ પણ કરે છે પણ જણાવી દઈએ કે આ મહિનામાં અમુક ખાસ વસ્તુથી શિવની પૂજા કરવાથી ભોળાનાથ જલ્દી પ્રસન્ન થઇ જાય છે અને ભક્તોને આશીર્વાદ આપે છે.

Image Source

1.ધતુરાના ફૂલ:

Image Source

જો કે ધતુરો એક ઝેરીલો છોડ માનવામાં આવે છે પણ માન્યતા અનુસાર ઝેરીલો ધતુરો ચઢાવવા પાછળનો હેતુ એ જ છે કે વ્યક્તિગત,પારિવારિક અને સામાજિક જીવનમાં ખરાબ વ્યવહારથી દૂર રહે.સમુદ્ર મંથન વખતે ભોળાનાથે ઝેરને ગ્રહણ કરીને જગતની રક્ષા કરી હતી,ધતુરો પણ એ જ વાતનું પ્રતીક માનવામાં આવે છે કે ઝેર પી ને પણ માનવ માત્રની રક્ષા વિશે જે વિચારે છે તેઓ જ હકીકતમાં શિવ ભગવનાને પ્રિય હોય છે.આ સિવાય ધાર્મિક માન્યતાઓના અનુસાર ભગવાનને ધતુરાના ફૂલ અર્પણ કરવારથી મહિલાને પુત્રની પ્રાપ્તિ થાય છે જે પોતાના કુળનું નામ રોશક કરે છે. જણાવી દઈએ કે લાલ દાંડલી વાળા ધરતુરાના ફૂલથી શિવજીની પૂજા ખુબ શુભ માનવામાં આવે છે.

2.ભાંગ:

Image Source

ધાર્મિક માન્યતાઓ અનુસાર ભગવાન શિવવજીને ભાંગ ખુબ જ પ્રિય છે કેમ કે તે ગંગા નદીની બહેન છે અને બંને ભગવાન શિવના મસ્તક પર બિરાજમાન છે.ભાંગના છોડને માતા પાર્વતીનું પ્રતીક પણ માનવામાં આવે છે, જેને લીધે તે શિવજીને પ્રિય છે.ભાંગને આયુર્વેદમાં પણ હિતકારી ઔષધિ માનવામાં આવેલું છે.

3.આંકડાના ફૂલ:

Image Source

આંકડાના ફૂલ શિવજીને ખુબ જ પ્રિય માનવામાં આવે છે.જો કે જળ,ચંદન જેવી વસ્તુઓ પૂજાના સમયે શિવજીને ચઢાવવામાં આવે છે પણ જણાવી દઈએ કે આંકડાના ફૂલ ચઢાવવાથી પણ શિવજી પ્રસન્ન થાય છે.લાલ કે સફેદ આંકડાના ફૂલોથી ભગવાન શિવની પૂજા કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. ધાર્મિક શાસ્ત્રોના આધારે આંકડાના ફૂલો ગણેશજીનું પ્રતીક માનવામાં આવે છે જેને લીધે પણ શિવજીને આંકડાના ફૂલો અર્પણ કરવામાં આવે છે.આ સિવાય ચમેલીના ફૂલો પણ શિવજીને ચઢાવવામા આવે છે.આ સિવાય જો જુહીના ફૂલોથી શિવજીની પૂજા કરવામાં આવે તો ઘરમાં ક્યારેક પણ ધનની ખામી નથી આવતી.

4.બીલીપત્રના પાન:

Image Source

બીલીપત્રના પાનની પાંખડીઓ એક સાથે ત્રણની જોડીમાં હોય છે.આ ત્રણ પાંખડી બ્રહ્મા,વિષ્ણુ અને મહેશના પ્રતીક સમાન માનવામાં આવે છે.માટે બીલી પત્રના પાન શિવજીને અર્પણ કરવાથી ત્રણે દેવોને પ્રસન્ન કરી શકાય છે.આ સિવાય ત્રણે દેવોની પત્નીઓ લક્ષ્મી,સરસ્વતી અને પાર્વતીજીને પણ બીલીપત્રના પાન ખુબ પ્રિય માનવામાં આવે છે.માન્યતા અનુસાર બીલીના પાનથી શિવજીની પૂજા કરવાથી યુગલોને સુંદર અને સુશીલ જીવનસાથી મળે છે.આ સિવાય અળસીના ફૂલોથી પણ શિવજીની પૂજા-અર્ચના કરવામાં આવે છે.ધાર્મિક શાસ્ત્રોના અનુસાર અળસીના ફૂલો ભગવાન વિષ્ણુને પણ ખુબ જ પ્રિય છે.

5.શમી પત્ર:

Image Source

શમીપત્ર પણ શિવજીને ખુબ પ્રિય માનવામાં આવે છે અને તે શનિનું પણ પ્રતીક માનવામાં આવે છે.શ્રાવણ મહિનામાં શમીપત્રથી પણ શિવજીની પૂજા-અર્ચના કરવામાં આવે છે.શ્રાવણ મહિનામાં ભગવાન શિવના શૃંગારમાં શમીપત્રનું ખુબ મહત્વ માનવામાં આવ્યું છે. શમીપત્ર દ્વારા શિવજીની આરાધના કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે.આ સિવાય કરેણના ફૂલો અને હરસિંગાર(પારિજાત)ના ફૂલોથી પણ શિવજીની પૂજા કરવામાં આવે છે. જણાવી દઈએ કે ધાર્મિક શાસ્ત્રો અનુસાર પારિજાતને સ્વર્ગનો છોડ માનવામાં આવે છે માટે તેના ફૂલો ખુબ પવિત્ર છે અને ભગવાનને અર્પણ કરવામાં આવે છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here