બોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી શિલ્પા શેટ્ટએ 15 ફેબ્રુઆરીના રોજ એક સુંદર બાળકીને જન્મ આપ્યો છે. તેનો પતિ રાજ કુન્દ્રા પણ ઘરમાં આવેલી લક્ષ્મીના કારણે ખુશ છે. આ પહેલા તેમને એક દીકરો હતો જેનું નામ વિયાન છે. વિયાનના જન્મના 7 વર્ષ બાદ ઘરમાં દીકરીનો જન્મ થવાથી શિલ્પા પણ ખુશ છે.

એક ઇન્ટરવ્યૂમાં શિલ્પાએ જયારે જણાવ્યું કે તે બીજા બાળક માટે છેલ્લા 5 વર્ષથી પ્રયત્નો કરી રહ્યા હતા આ વાત સાંભળીને તેના ચાહકો પણ હેરાન રહી ગયા હતા. શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા આ વખતે સેરોગેસી દ્વારા માતા-પિતા બન્યા છે.

શિલ્પાને બહુ પહેલાથી જ ઈચ્છા હતી કે ઘરમાં એક દીકરી હોવી જોઈએ તે જયારે 21 વર્ષની હતી ત્યારે જ તેને દીકરીનું નામ પણ વિચારી લીધું હતું, તેને જે નામ વિચાર્યું હતું તે જ નામ દીકરીના જન્મ બાદ તેને આપવામાં આવ્યું “સમીશા”.

શિલ્પા શેટ્ટી પોતાના ચાહકોને આ વાત જણાવી હતી તેને પોતાની દીકરીની ઓળખ “સમીશા શેટ્ટી”ના રૂપમાં કરાવી હતી. પોતાના ઇન્સ્ટાગ્રામ દ્વારા પોતાના ચાહકોને ખુશ ખબરી આપતા શિલ્પાએ જણાવ્યું હતું કે “15 ફેબ્રુઆરીના રોજ તેને એક દીકરી સેરોગેસી દ્વારા થઈ છે.” ઇન્સ્ટાગ્રામ ઉપર પોસ્ટ કરવામાં આવેલા આ ફોટામાં શિલ્પા તેની દીકરીનો કોમળ હાથ પકડી રહી છે અને સાથે જ તેને તેની ઓળખ જુનિયર શિલ્પા શેટ્ટી કુન્દ્રા તરીકે કરાવી હતી.
View this post on Instagram
એક ઇન્ટરવ્યૂમાં જ શિલ્પાએ જણાવ્યું હતું કે તેના લગ્ન રાજ કુન્દ્રા સાથે વર્ષ 2009માં થયા હતા અને વર્ષ 2012માં વિયાનનો જન્મ થયો અને તેના માટે તે પહેલાથી જ તૈયાર હતા. દીકરીના જન્મ વિશે જણાવતા તેને કહ્યું કે “તે છેલ્લા 5 વર્ષથી બીજા બાળક માટે પ્રયત્નો કરી રહ્યા હતા, મેં ફિલ્મ નિકમ્મા સાઈન કરી અને બીજી ફિલ્મ હંગામા માટે કમિટમેન્ટ આપો દીધી હતી ત્યારે મને આ ખુશખબરી મળી કે ફેબ્રુઆરીમાં અમે બીજીવાર મા-બાપ બનવાના છીએ. અમે આખો મહિનો લાગીને અમારા કામના શેડ્યુલને જલ્દી જલ્દી પૂર્ણ કર્યો.” શિલ્પાએ આ માટે તેની ટીમનો પણ આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે “ફેબ્રુઆરીમાં મારે લાંબો બ્રેક લેવા માટે ટીમ દ્વારા કામ પૂર્ણ કરવા માટે મારી ખુબ જ મદદ કરી હતી.”
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.</