મનોરંજન

ફક્ત હૂડી પહેરીને જ પતિ સાથે ડિનર ડેટ ઉપર પહોંચી ગઈ 45 વર્ષની શિલ્પા શેટ્ટી, તસવીરો જોઈને ચાહકોના ઉડી ગયા હોશ

બોલીવુડની ખુબ જ સ્ટ્રોંગ અને ફિટ અભિનેત્રીઓમાં એક નામ 45 વર્ષની શિલ્પા શેટ્ટીનું પણ આવે, શિલ્પા તેની ફિટનેસને લઈને ખુબ જ ચર્ચામાં રહેતી હોય છે. શિલ્પાને ઘરની બહાર પણ ઘણીવાર સ્પોટ કરવામાં આવે છે. આ દરમિયાન જ વિકેન્ડ ઉપર તે પોતાના પતિ સાથે ડિનર ડેટ ઉપર પહોંચી હતી જેની તસવીરો વાયરલ થઇ રહી છે.

શનિવારના રોજ શિલ્પા શેટ્ટી પોતાના પતિ રાજ કુન્દ્રા સાથે વિકેન્ડ આઉટિંગ ઉપર પહોંચી હતી. જ્યાં તેમને ડિનર ડેટ દરમિયાન સ્પોટ કરવામાં આવ્યા હતા.

દર વખતની જેમ જ પોતાના ડ્રેસિંગ સેન્સના કારણે ઇપ્રેંસ કરવા વાળી શિલ્પાનો ફરી એકવાર સ્ટાઈલિશ અંદાજ જોવા મળ્યો હતો. જેની તસ્વીર પણ સોશિયલ સાઈટ ઉપર વાયરલ થઇ રહી છે.

જો શિલ્પાના લુકની વાત કરવામાં આવે તો આ દરમિયાન શિલ્પાએ બ્લેક કલરની હૂડી પહેરી હતી. ફક્ત હૂડીની અંદર જ 45ની શિલ્પાનો બોલ્ડ અંદાજ જોવા મળ્યો હતો.

આ સાથે જ શિલ્પાએ મિનિમલ મેકઅપ, બ્રાઉન લિપસ્ટિક અને ખુલ્લા વાળ અને શેડ્સ સાથે પોતાના લુકને કમ્પ્લીટ કર્યો હતો.

આ લુકની અંદર શિલ્પા ખુબ જ સુંદર દેખાઈ રહી હતી, તો રાજ ગ્રીન ટર્ટલ ટી શર્ટ અને બ્લુ જીન્સમાં નજર આવ્યો હતો. ગાડીમાંથી ઉતરતાની સાથે જ શિલ્પાએ પતિ રાજનો હાથ પકડીને ઘણા બધા પોઝ પણ આપ્યા હતા.  જેમની આ તસવીરો પણ ખુબ જ વાયરલ થઇ રહી છે અને ચાહકો તેને ખુબ જ પસંદ પણ કરી રહ્યા છે.

શિલ્પાના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો શિલ્પા બોલીવુડની અંદર ફરીવાર કમબેક કરવા માટે તૈયાર છે. તે જલ્દી જ “હંગામા-2” અને “નિકમ્મા”માં જોવા મળવાની છે.