મનોરંજન

100 કરોડના બંગલામાં રહે છે રાજ કુંદ્રા, જુઓ આલીશાન ઘરની તસવીરો

મુકેશ અંબાણીના એન્ટેલિયાને ટક્કર આપે છે રાજ-શિલ્પાનો બંગલો, જોતા જ બોલશો કે મહેલ પણ ટૂંકો પડે

કેસમાં ફસાયેલ રાજ કુંદ્રાને કોર્ટે 23 જુલાઇ સુધી પોલિસ કસ્ટડીમાં મોકલ્યા છે. એટલે કે હવે રાજને તેના આલીશાન બંગલાને છોડીને પોલિસ લોકઅપમાં રહેવું પડશે. પરંતુ શુ તમે જાણો છો કે રાજ કુંદ્રા એક આલીશાન મહેલ જેવા બંગલામાં રહે છે. તેમનું ઘર કોઇ રાજમહેલથી કમ નથી. તો ચાલો આજે તમને બતાવી દઇએ શિલ્પા શેટ્ટી કુંદ્રા અને રાજ કુંદ્રાના આલીશાન બંગલાની તસવીરો.

બોલિવુડ અદાકારા શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રા પાસે કરોડોની સંપત્તિ છે. તે અને તેમનો પરિવાર ઘણી લગ્ઝરી લાઇફ જીવે છે. તમને જાણીને હેરાની થશે કે તેઓ 100 કરોડના બંગલામાં રહે છે. તેમના બંગલાનું નામ કિનારા છે. જેની તસવીરો જોઇ ચાહકો દંગ રહી જશે.

શિલ્પા શેટ્ટી અને રાજનો આ બંગલો ખૂબ જ ખાસ છે. અહીં ઇંટિરીયર, ગાર્ડન સહિત બધી જ જગ્યાને ખૂબ જ ખાસ રીતે તૈયાર કરવામાં આવ્યો છે. આ ઘરનો લિવિંગ એરિયા ઘણો આલીશાન છે. લિવિંગ એરિયામાં બે ખૂણામાં બેસવા માટેની જગ્યા છે અને આ એરિયામાં લાખોની કિંમતમા ઝૂમર લગાવવામાં આવ્યા છે.

ડાઇનિંગ એરિયામાં એક મોટુ ડાઇનિંગ ટેબલ રાખવામાં આવ્યુ છે. કિચનની તસવીરો ઘણીવાર શિલ્પા સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે. શિલ્પાના ઘરનું કિચન આલીશાન છે. રાજ અને શિલ્પાના ઘરમાં ધુસતા જ ગાર્ડન છે. જેમાં ઘણા છોડ લાગેલા છે. પરિવાર ઘણીવાર અહીં ક્વોલિટી ટાઇમ વીતાવે છે.

શિલ્પાના બંગલામાં લિવિંગ એરિયામાં પત્થરનો બનેલો એક ઘોડો છે, જેની કિંમત લાખોમાં છે. ત્યાં પૂજા માટે મંદિર પણ ઘણુ ખૂબસુરત રીતે સજાવવામાં આવ્યુ છે. તેમના બંગલામાં પ્રાઇવેટ જીમ પણ છે. જેની અંદર બધી જરૂરિયાતની વસ્તુ હાજર છે. શિલ્પા જીમ કરતા ઘણી તસવીરો શેર કરતી રહે છે.

શિલ્પા શેટ્ટી ઘણીવાર તેના લગ્ઝુરિયસ ઘરની તસવીરો શેર કરતી રહે છે. તેના ઘરમાં ખૂબસુરત ડાઇનિંગ એરિયા છે. જેમાં એકસાથે ઘણા લોકો બેસી શકે છે. અહીં નાની મોટી પાર્ટી કરવી હોય તે સરળતાથી કરી શકાય છે. શિલ્પાએ પૂરા ઘરને ઘણા જ બોલ્ડ કલરથી સજાવ્યુ છે. ઘરના ખૂણા ખૂણામાં એક્સપેંસિવ એંટીક જોવા મળે છે.

તમને જણાવી દઇએ કે, શિલ્પા શેટ્ટી “હંગામા 2” દ્વારા મોટા પડદા પર વાપસી કરી રહી છે. તે હાલ ડાંસ રિયાલિટી શો “સુપર ડાંસર”માં જજ તરીકે જોવા મળે છે. તે જજની ખુરશી પર બેસી દર્શકોનું ઘણુ મનોરંજન કરતી જોવા મળે છે.