મનોરંજન

અરે બાપ રે, શિલ્પા શેટ્ટીએ નોકરાણીને કિસ કરવા પર પતિની કરી ધોલાઇ…ખૂબ વાયરલ થઇ રહ્યો છે વીડિયો

બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી આજકાલ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. તેના ટિકટોક વીડિયોઝ છવાયેલા છે અને તેના ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યા છે. શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુંદ્રા કોરોના વાયરસ લોકડાઉનમાં ચાહકોને ખૂબ જ મજા કરાવી રહ્યા છે. શિલ્પા શેટ્ટીએ ફરી એકવાર ટિકટોક વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે અભિનેત્રી કામ કરતી વખતે કિસ કરવાને લઈને પતિની ધોલાઈ કરતી જોવા મળી રહી છે. આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) on

શિલ્પા શેટ્ટીના આ વીડિયોમાં જોઈ શકાય છે કે તે પતિ રાજ કુંદ્રાને કહે છે કે કામ કરતી વખતે કિસ ન કરવી. આ સાંભળીને સાફ-સફાઇ કરવાવાળી મહિલા કહે છે કે મેડમ, સારી રીતે સમજાવી લો, હું તો કહી-કહીને થાકી ગઈ. આ સાંભળીને શિલ્પા શેટ્ટી રાજ કુંદ્રાની ધોલાઈ કરવા માંડે છે. વીડિયોના કેપ્શનમાં તેમણે લખ્યું છે: “નજર હટી, દુર્ઘટના ઘટી, હકીકત સામે આવતા જ મારા પતિને માર પડ્યો.” શિલ્પા શેટ્ટીના આ વીડિયો પર ચાહકો ઘણી પ્રતિક્રિયા આપી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) on

વર્ક પ્રિન્ટની વાત કરીએ તો શિલ્પા શેટ્ટી જલ્દીથી બોલીવુડની ફિલ્મોમાં કમબેક કરી રહી છે. તે ટૂંક સમયમાં ‘હંગામા 2’ અને ‘નિક્કમા’ દ્વારા સ્ક્રીન પર જોવા મળશે. હંગામા 2 અભિનેત્રી પરેશ રાવલ અને મીજાન જાફરી સાથે જોવા મળશે, જ્યારે નિકમ્મામાં અભિમન્યુ દાસાણી અને શર્લી સેટીયા સાથે મુખ્ય ભૂમિકા નિભાવશે.

Image Source

‘હંગામા 2’ નું ફર્સ્ટ લુક પોસ્ટર પણ રિલીઝ થઇ ચુક્યું છે. ફિલ્મો સિવાય શિલ્પા શેટ્ટી સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે. તે ઘણીવાર સોશિયલ મીડિયા પર ફિટનેસ સાથે જોડાયેલી વસ્તુઓ પણ શેર કરતી રહે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.