મનોરંજન

શિલ્પા શેટ્ટી સાથે માલદીવની અંદર પોઝ આપતા રાજ કુન્દ્રાએ કહ્યું, “મારા પ્રેમ સાથે…”, જુઓ શાનદાર તસવીરો

45 વર્ષની શિલ્પા આજે પણ લાગે છે 25 ની..જુઓ જન્નત કહેવાતું એવું માલદીવની તસવીરો

બોલીવુડના સેલેબ્રિટીઓ માટે આજકાલ માલદીવ એક ટુરિસ્ટ હબ બની ગયું છે. ઘણા બધા સિતારાઓ માલદીવની અંદર પોતાની રજાઓ માણી ચુક્યા છે અને ત્યાંથી તેમને ઘણી તસવીરો પણ શેર કરી છે ત્યારે હાલમાં અભિનેત્રી શિલ્પા શેટ્ટી પણ પતિ રાજ કુન્દ્રા સાથે માલદીવની અંદર રજાઓ મનાવવા માટે પહોંચ ગઈ છે.

શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા પોતાન મિત્રો સાથે માલદીવમાં રજાઓ માનવી રહ્યા છે અને આ દરમિયાન વેકેશનની ઘણી તસવીરો પણ બંને પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર પોસ્ટ કરી રહ્યા છે. રાજ કુન્દ્રાએ આ વેકેશનની કેટલીક લેટેસ્ટ તસવીરો પણ શેર કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Raj Kundra (@rajkundra9)

રાજ કુન્દ્રાએ પોતાની તસવીરો ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કરવાની સાથે લખ્યું છે, “પોતાના પ્રેમ સાથે આ જન્નતમાં છું.” આ તસ્વીરોની અંદર શિલ્પા અને રાજ સમુદ્ર કિનારે પોઝ આપતા જોવા મળી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Raj Kundra (@rajkundra9)

આ પહેલા પણ રાજ કુંદ્રાએ પોતાના આ વેકેશનને કેટલાક વીડિયો અને તસવીરો પણ શેર કરી હતી. જેમાં હાલમાં ટ્રેડિંગમાં ચાલી રહેલું “પાવરી હો રહી હે” મીમને કોપી કર્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Raj Kundra (@rajkundra9)

તો શિલ્પા શેટ્ટીએ પણ માલદીવમાંથી કેટલીક તસવીરો પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કરી હતી. જેમાં તેને જણાવ્યું હતું કે તે ત્યાં શું કરી રહી છે ? શું ખાઈ રહી છે અને કેવી રીતે તે પોતાની રજાઓનો આનંદ માણી રહી છે.

શિલ્પા શેટ્ટીએ એક સ્લો મોશન વીડિયો પણ શેર કર્યો છે જેમાં તે માલદીવની રેતી ઉપર તે ખુલ્લા પગે દોડતી નજર આવી હતી. શિલ્પાને બીચ ખુબ જ પસંદ છે અને રાજ કુન્દ્રા પણ કહે છે કે માલદીવ તેમના માટે રજાઓ માણવાની શ્રેષ્ઠ જગ્યાએ છે.

શિલ્પા અને રાજની તસવીરો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહી છે. તેમના ચાહકો પણ તેમની આ તસ્વીરોને ખુબ જ પસંદ કરી રહ્યા છે.

શિલ્પાના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો તે છેલ્લા ઘણા સમયથી ફિલ્મોથી દૂર હતી, પરંતુ હવે તે બોલીવુડમાં ફિલ્મ “હંગામા-2” અને “નિકમ્મા” દ્વારા પરત ફરવા જઈ રહી છે.