બૉલીવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી જાણીતી એક્ટ્રેસ છે. હવે તે એક્ટ્રેસની સાથે-સાથે ફિગર,સ્વાસ્થ્ય અને યોગાને લઈને દુનિયાભરમાં તેની પ્રસિદ્ધિ થઇ ચુકી છે. એક જમાનામાં ટોપ એક્ટ્રેસ રહી ચુકેલી શિલ્પાનું એક સમયે અક્ષય કુમાર સાથે અફેર હતું. કહેવામાં આવી રહ્યું છે હતું કે, શિલ્પા શેટ્ટી એક સમયે અક્ષય કુમાર સાથેનું લગ્ન કરવાનું મન બનાવી જ લીધું હતું. આવો જાણીએ શિલ્પા વિષે જાણી અજાણી વાતો.

પરંતુ શિલ્પાએ 22 નવેમ્બર 2009ના રોજ બિઝનેસમેન રાજ કુન્દ્રા સાથે લગ્ન કર્યા હતા. શિલ્પાએ જયારે લગ્ન કર્યા હતા ત્યારે તેના કરોડોના ફેન્સના દિલ તૂટી ગયા હતા. શિલ્પાએ પડદા પર તો ઝલવો દેખાડ્યો જ હતો પરંતુ તે અસલ જિંદગીમાં જયારે દુલ્હન બની હતી ત્યારે લાગી રહ્યું હતું કે આકાશમાંથી ચાંદ જમીન પર આવી ગયો હોય.

શિલ્પા અને રાજ કુન્દ્રાએ ડેસ્ટિનેશન વેડિંગ કર્યું હતું. મુંબઈ નજીક ખંડાલામાં શિલ્પાએ ધામધૂમથી લગ્ન કર્યા હતા. શિલ્પા શેટ્ટીએ ડિઝાઈનર તરુણ તહિલિયાની ડિઝાઇન કરેલી 50 લાખની સાડી પહેરી હતી. તો 3 કરોડની વીંટી પહેરી હતી.

શિલ્પાના લગ્ન શાહી પંજાબ અને બાંટ રીતરિવાજ થી કરવામાં આવી હતી. કર્ણાટકની રહેવાસી શિલ્પા બંટ સમાજની છે. શિલ્પાએ તેની પરંપરા ને અનુસરીને લગ્ન ક્યાં હતા. શિલ્પા તુહુ દુલહનની જેમ તૈયાર થઇ હતી.

લગ્ન દક્ષિણ ભારતીય રીતે થયાં હતાં જ્યારે સંગીત અને મહેંદી પંજાબી રિવાજો પ્રમાણે કરવામાં આવી હતી. લગ્ન માટે ફાર્મ હાઉસ અને મંડપ ખૂબ જ સુંદર રીતે શણગારવામાં આવ્યો હતો. શિલ્પાએ ડિઝાઈનર તરુણ તાહિલ્યાનીની ડિઝાઈન કરેલી સાડી પહેરી હતી જ્યારે રાજ કુંદ્રા ડિઝાઇનર શેરવાની પહેરી હતી લગ્ન સમારંભમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી માત્ર સન્ની દેઓલ, સુનીલ શેટ્ટી, વસુ ભગનાની અને જેકી ભાગનાની જોવા મળી હતી.

બ્રિટિશ રિયાલિટી શો ‘બિગ બ્રધર’ જીત્યા બાદ શિલ્પા 2007 માં રાજ કુંદ્રાને મળી હતી. શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રાની પહેલી મુલાકાત લંડનમાં થઈ હતી. તે સમયે શિલ્પા પરફ્યુમ બ્રાન્ડનું પ્રમોશન કરી રહી હતી. રાજે શિલ્પાને આ બ્રાન્ડના પ્રમોશનમાં મદદ કરી. તે દરમિયાન બંને નજીક આવી ગયા. રાજ પહેલાથી જ લગ્ન કરી ચૂક્યો હતો પરંતુ તેમ છતાં બંનેએ એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું. શિલ્પા રાજનો મૈત્રીપૂર્ણ સ્વભાવને ખૂબ જ ચાહતી હતી અને તેણે તેને દિલથી પ્રેમ કરવાનું શરૂ કર્યું હતું.

સગાઈમાં રાજે શિલ્પાને 3 કરોડની વીંટી પહેરાવી હતી જે લંડનથી લાવવામાં આવી હતી. સગાઈ બાદ શિલ્પાએ મીડિયાને તે રિંગ પણ બતાવી હતી. આ સગાઈની રસપ્રદ વાત એ હતી કે શિલ્પા તેની નાની બહેન શમિતાની ગેરહાજરીમાં સગાઈ કરી હતી. તે સમયે શમિતા ટીવી શો ‘બિગ બોસ 3’ માં હતી.

રાજ કુન્દ્રાએ શિલ્પાને પ્રથમ લગ્નની વર્ષગાંઠ પર દુબઇમાં બુર્જ ખલીફાના 19 મા માળે એપાર્ટમેન્ટ ભેટ કર્યું હતું. એટલું જ નહીં, શિલ્પા અને રાજનો ઇંગ્લેંડમાં બંગલો પણ છે. આ બંગલાની કિંમત 51 કરોડ છે. શિલ્પાને ગિફ્ટ તરીકે મુંબઈમાં એક સી-ફેસિંગ વિલા પણ મળ્યો છે.

રાજ કુન્દ્રાના આ બીજા લગ્ન હતાં. પ્રથમ લગ્નથી જ તેમને એક પુત્રી પણ છે. તેની પહેલી પત્ની કવિતાએ શિલ્પા પર ઘર તોડવાનો આરોપ લગાવતા ભારે હોબાળો મચાવ્યો હતો.
શિલ્પા અને રાજની મુલાકાત લંડનમાં બિગ બ્રધર શો દરમિયાન થઈ હતી. લગ્નના બે દિવસ બાદ શિલ્પા અને રાજે મુંબઈમાં રિસેપ્શન આપ્યું હતું. શિલ્પા અને રાજને અભિનંદન આપવા માટે આખું બોલિવૂડ એકઠું થયું હતું.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.