ખેલ જગત જીવનશૈલી દિલધડક સ્ટોરી

આખરે કેમ શિખર ધવન 2 છોકરાની માં અને 7 વર્ષ મોટી ઉંમરની સ્ત્રીને પરણ્યો? જાણો પૂરો મામલો

કોણ કહે છે કે સાચો પ્રેમ ફક્ત ફિલ્મોમાં જ બતાવવામાં આવે છે? કેટલાક લોકો ફિલ્મોમાં બતાવવામાં આવતા પ્રેમને જ હકીકત માને છે, અને જે પણ છોકરીને આવો પ્રેમ મળી જાય તે વિશ્વની સૌથી નસીબદાર છોકરી હોય છે.

 

View this post on Instagram

 

@shikhardofficial ❤️❤️❤️ #bestfriends #husbandandwife #weateam #familyfirst #love

A post shared by Aesha Dhawan (@aesha.dhawan5) on

ક્રિકેટની દુનિયામાં પ્યારની કહાની કંઈક અલગ હોય છે. ક્રિકેટર્સની જો વાત કરવામાં આવે તો કોઈ એક્ટ્રેસ સાથે તો કોઈ ખેલાડી સાથે તો કોઈ મોડેલ સાથે પ્રેમ કરી પ્રભુતામાં પગલાં માંડી લીધા હોય છે.બૉલીવુડના ઘણા પ્રેમના કિસ્સાઓ તમે સાંભળ્યા હશે પરંતુ આજે અહીં વાંચો ભારતીય ક્રિકેટરની લવ સ્ટોરી વિષે.

 

View this post on Instagram

 

My love for you sets my heart on fire and makes each day of my life so special. #happyvalentinesday

A post shared by Shikhar Dhawan (@shikhardofficial) on

આજે ભારતીય ક્રિકેટ ટીમના એવા ખેલાડી વિશે વાત કરીશું. જેને પોતાની સફળતાનાં ઝંડા આખા વિશ્વમાં લહેરાવ્યા છે. ભારતીય બેટ્સમેન શિખર ધવન વિશે વાત કરીશું. ટિમ ઇન્ડિયાના ધાકડ બલ્લેબાજ શિખર ધવન તેની  પત્નીની. આયેશા અને ધવન એકબીજાને પહેલેથી જાણતા ન હતા. તમને જાણીને હેરાની થશે કે ફેસબૂક પર તેમની મુલાકાત થઇ હતી. હકીકતે ક્રિકેટર હરભજન સિંહ આ બંનેના મ્યુચ્યુઅલ ફ્રેન્ડ હોય એમના દ્વારા જ બંનેની મુલાકાત થઇ હતી. પ્રાથમિક ઓળખાણ બાદ બંને એકબીજા સાથે વાતો કરવા લાગ્યા હતા.

આ દરમ્યાન શિખરને આયેશા સાથે પ્રેમ થઇ ગયો. પરંતુ શિખરએ વાતથી અજાણ હતો કે આયેશાના પહેલા લગ્ન થઇ ચુક્યા હતા. અને હવે તે છૂટાછેડા લઇ ચુકી છે. શિખરને એ વાતની પણ ખબર ન હતી કે આયેશાના બે બાળકો છે. જયારે શિખરે પોતાના પ્રેમનો એકરાર કર્યો ત્યારે આયેશાએ તેને પોતાના છૂટાછેડા વિશે અને પોતે બે બાળકોની મા હોવા વિશે જણાવ્યું. આ પછી શિખરે જે કહ્યું તે ચોંકાવનારો જવાબ હતો.

જણાવી દઈએ કે શિખર ધવનના લગ્ન 30 ઓક્ટોબર 2012ના રોજ આયેશા મુખર્જી સાથે થયા હતા. લગ્નના 6 વર્ષ કરતા પણ વધુ સમય થયો હોવા છતાં બન્નેની કેમેસ્ટ્રી અદ્ભૂત છે. પણ આયેશા ઉંમરમાં શિખર કરતા 7 વર્ષ મોટી છે. અને તેમના લગ્ન સમયે આયેશાના પહેલેથી જ બે બાળકો હતા.

 

View this post on Instagram

 

Happy Holi from us to you!!! ❤️❤️❤️#happyholi2019 @aliyah_dhawan #rheadhawan #zoraverdhawan

A post shared by Aesha Dhawan (@aesha.dhawan5) on

જયારે આયેશાએ શિખરને કહ્યું કે તેના છૂટાછેડા થઇ ગયા છે અને તેને બે બાળકો પણ છે ત્યારે શિખરે હસતા ચહેરે કહ્યું હતું કે “તો શું થયું? મને એ વાતથી કોઈ તકલીફ નથી.“બસ પછી તો શું હતું? આયેશાને પણ શિખર સાથે પ્રેમ થઇ ગયો અને વર્ષ 2012માં બંનેએ લગ્ન કરી લીધા. શિખરે આયેશાના બંને બાળકોને અપનાવી લીધા છે અને આજે તેઓ એક સુખી પરિવારની જેમ રહે છે. શિખર આયેશાના બાળકોને સગાં પિતાની જેમ જ પ્રેમ કરે છે. શિખર અને આયેશા લગ્નના 2 વર્ષ બાદ એટલે કે 2014માં એક પુત્રને જન્મ આપ્યો હતો.

 

View this post on Instagram

 

Clear blue skies, comfort food and great company. Sounds like a good plan! . . How did you spend your day? #Sunday #funday #familytime

A post shared by Shikhar Dhawan (@shikhardofficial) on

જણાવી દઈએ કે આયેશાનું બાળપણ ઓસ્ટ્રેલિયામાં વીત્યું છે. આયેશાની મા બંગાળી હતી. જેમને એક ઓસ્ટ્રેલિયન સાથે પ્રેમ થઇ ગયો હતો. ભારતમાં જન્મેલી આયેશાનું બાળપણ મોટેભાગે ઓસ્ટ્રેલિયામાં રહીને વીત્યું છે. આયેશાને બાળપણથી જ સ્પોર્ટ્સમાં વધુ રસ હતો. તેને બોક્સિંગ, ટેનિસ અને ક્રિકેટ જેવી રમતોમાં રુચિ હતી. પરંતુ સૌથી વધુ રુચિ તો ક્રિકેટમાં જ હતી. ક્રિકેટની રુચિના કારણે જ તેની મુલાકાત શિખર ધવન સાથે થઇ હતી.

 

View this post on Instagram

 

My hearts ❤️❤️❤️ @shikhardofficial #zoraverdhawan

A post shared by Aesha Dhawan (@aesha.dhawan5) on

આયેશાએ જણાવ્યું કે લગ્ન પહેલા શિખર ખૂબ જ બેદરકાર હતો. પરંતુ લગ્ન બાદ તેને પોતાની જવાબદારીનો અહેસાસ થઇ ગયો. શિખરની ક્રિકેટની કારકિર્દીમાં આયેશાનું ખૂબ જ યોગદાન રહ્યું છે. તે દરેક મોડ પર શિખરનો સાથ આપે છે. શિખરે એક વાર જણાવ્યું હતું કે જયારે પણ તેઓ સારું પ્રદર્શન નથી કરતા ત્યારે કોચ કરતા વધુ ડર તેને પોતાની પત્નીથી લાગે છે.

 

View this post on Instagram

 

❤️❤️❤️ @shikhardofficial

A post shared by Aesha Dhawan (@aesha.dhawan5) on

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.