ખબર ફિલ્મી દુનિયા

સુશાંતે આત્મહત્યાની કરતા પહેલા સુસાઇડ નોટ પણ છોડી હશે, CBI તપાસ થવી જોઈએ: શેખર સુમન

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાથી આખો દેશ વિચારમાં મુકાઈ ગયો છે, બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી પણ અત્યારે સવાલોના ઘેરામાં છે, ઘણા અભિનેતાઓ ખુલીને સામે આવ્યા છે અને ઘણીબધી એવું છુપી વાતો પણ બહાર આવી છે. હવે આ બાબતે એન્કર અને અભિનેતા શેખર સુમન પણ મેદાનમાં આવ્યા છે અને તેમને સુશાંતની આત્મહત્યાની તપાસ કરાવવા માટે સીબીઆઈ તપાસની માંગણી પણ કરી છે.

Image Source

શેખર સુમને ટ્વીટ કરતા લખ્યું છે કે: “ફિલ્મ ઇન્ડસ્ટ્રીના બધા વાઘ બનવા વાળા કાયર સુશાંતના ચાહવાવાળાના ડરથી ઉંદર બનીને દરમાં ઘુસી ગયા છે. મુખૌટા પડી ગયા છે.હિપ્પોક્રેટ્સ એક્સ્પોઝ થઇ ગયા છે. બિહાર અને ભારત ચૂપ નથી બેસવાવાળું જ્યાં સુધી દોષીઓને સજા નથી મળી જતી. બિહાર જિંદાબાદ !”

શેખર સુમને એક બીજી ટ્વિટની અંદર જણાવ્યું કે: “સુશાંત એક બિહારી હતો. એટલા માટે બિહારી લાગણીઓ સૌથી વધારે હોય છે. હું એ વાત ને ક્યારેય નકારતો નથી કે ભારતના દરેક રાજ્યના લોકોની ચિંતા ના કરવી જોઈએ, સુશાંત સાથે બનેલી ઘટના બીજા કોઈ યુવા ટેલેન્ટ સાથે ના થવી જોઈએ, જે પોતાના દમ ઉપર ઇન્ડસ્ટ્રીમાં સફળતા મેળવવા આવ્યો છે.”

શિખરે આગળ જણાવ્યું કે: “એ સ્પષ્ટ છે કે જો સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાનું અનુમાન લગાવૈ રહ્યું છે, જે રીતે તે દૃઢ ઇચ્છાશક્તિ અને બુદ્ધિમાન હતો, તો પછી તેને એક સુસાઇડ નોટ તો જરૂર છોડી હશે. મારુ દિલ પણ બીજા લોકોની જેમ એમ જ કહે છે, જેટલું આંખોથી દેખાઈ રહ્યું છે તેનાથી બહુ જ વધારે છે.”

શેખર સુમને સુશાંતની આત્મહત્યા સીબીઆઈ તપાસની પણ માંગણી કરી છે.ખરે સુમનના જે આઈડી ઉપરથી ટ્વીટ કરવામાં આવી છે તે આઈડી વેરિફાઇડ આઈડી નથી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.