શહેનાઝ ગિલે મિત્રો સાથે સેલિબ્રેટ કર્યો બર્થ ડે : કેક કાપતા બોલી- હું વિશ નથી માગતી
સિંગર, અભિનેત્રી અને મોડલ શહેનાઝ ગિલ આજે કોઇ ઓળખની મોહતાજ નથી. તે પંજાબની કેટરીનાથી આજે ઇન્ડિયાની શહેનાઝ અને સના બની ચૂકી છે. આના માટે તેણે ઘણી મહેનત કરી છે. શહેનાઝ ગિલે હાલમાં જ 27 જાન્યુઆરીએ પોતાનો 29મો બર્થ ડે સેલિબ્રેટ કર્યો હતો. આ ખાસ દિવસે સોશિયલ મીડિયાના માધ્યમથી તેના લાખો ચાહકો અને સેલેબ્સે તેને વિશ કર્યુ હતુ. શહનાઝે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના જન્મદિવસ સેલિબ્રેટની એક ઝલક શેર કરી હતી,
જેને જોઈને લોકોનો દિવસ બની ગયો હતો. વીડિયોમાં શહેનાઝ ગિલ કેક કાપતી જોવા મળી રહી છે. શહેનાઝ ગીલે વિડિયો સાથે લખ્યું, “મને જન્મદિવસની શુભેચ્છા.” વીડિયોમાં શહનાઝ ઘણા લોકોથી ઘેરાયેલી જોવા મળે છે જે તેના માટે બર્થ ડે ગીત ગાઇ રહ્યા છે. શહેનાઝની સામે ટેબલ પર 3 કેક છે, જે તે ખુશીથી કાપી રહી છે.વીડિયોમાં જ્યારે શહનાઝની એક મિત્ર તેને વિશ માંગવા માટે કહે છે ત્યારે તે કહે છે કે હું વિશ મથી માગતી.
શહેનાઝની આ પોસ્ટ પર ફેન્સે ઘણી કોમેન્ટ્સ કરી હતી અને તેને શુભેચ્છા પણ પાઠવી હતી. એક યુઝરે લખ્યું- ‘દરેકની ફેવરિટ શહેનાઝ ગિલને જન્મદિવસની શુભેચ્છા.’ અન્ય એક યુઝરે લખ્યું- ‘ભગવાન તમારું ભલું કરે અને આ વર્ષ તમારા માટે ખૂબ જ ખાસ સાબિત થાય.’ જણાવી દઇએ કે, શહેનાઝ ગિલે તેની કારકિર્દી પંજાબમાં મ્યુઝિક આલ્બમથી શરૂ કરી હતી. પંજાબની રાજધાની ચંદીગઢમાં 27 જાન્યુઆરી 1994ના રોજ જન્મેલી શહનાઝ ગીલે આજે સમગ્ર ભારતને દિવાના બનાવી દીધું છે.
ચાહકોને શહનાઝની ફ્લર્ટીશ સ્ટાઈલ ગમે છે, જેના કારણે તે બધાની ફેવરિટ છે. બાળપણથી જ એક્ટિંગનો શોખ ધરાવતી શહનાઝ ગિલ ઘરેથી ભાગી ગઈ અને મોડલિંગ અને એક્ટિંગની દુનિયામાં પગ મૂક્યો. શહનાઝે ટીવી રિયાલિટી શો ‘બિગ બોસ’ની 13મી સીઝનમાં હાજરી આપીને ઘણી લોકપ્રિયતા મેળવી હતી. આ સિઝનમાં સિદ્ધાર્થ શુક્લા અને શહેનાઝની જોડીને દર્શકોએ ખૂબ જ પસંદ કરી હતી.
હવે શહેનાઝ ગિલ સલમાન ખાન સાથે બોલિવૂડમાં એન્ટ્રી કરવા જઈ રહી છે.તે કિસી કા ભાઈ કિસી કી જાનથી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા માટે તૈયાર છે. તે સાજિદ ખાનની ‘100%’માં પણ જોવા મળશે. આ ફિલ્મમાં જોન અબ્રાહમ, રિતેશ દેશમુખ અને નોરા ફતેહી પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.
View this post on Instagram