“કોન્ગ્રેચ્યુલેશન” ગુજરાતી ફિલ્મના ટ્રેલરમાં બૉલીવુડ અભિનેતા શર્મન જોશીને પ્રેગ્નેટ થયેલો જોઈને હેરાન રહી ગયા દર્શકો, જુઓ વીડિયોમાં શું છે આ ફિલ્મમાં ખાસ ?

3 ઈડિયટ્સનો રાજુ રસ્તોગી ગુજરાતી ફિલ્મમાં થઇ ગયો પ્રેગ્નેટ! જાણો શું છે શર્મન જોશીની ફિલ્મ “કોંગ્રેચ્યુલેશન”માં ખાસ ?

હાલ ગુજરાતી ઇન્ડસ્ટ્રીનો સુવર્ણ યુગ ચાલી રહ્યો છે અને એક પછી એક ધમાકેદાર ફિલ્મો આવી રહી છે, જે દર્શકોના દિલ જીતવામાં પણ સફળ રહી છે. ઘણી ગુજરાતી ફિલ્મોએ તો ઇતિહાસ પણ સર્જ્યો છે. ત્યારે આવનારા સમયમાં પણ ગુજરાતી ફિલ્મ મેકર વધુ અસરકારક ફિલ્મો પણ આપી રહ્યા છે.

ત્યારે છેલ્લા ઘણા સમયથી ઘણી ગુજરાતી ફિલ્મોમાં બોલીવુડના કલાકારો પણ જોવા મળી રહ્યા છે અને દર્શકો પણ તેમના ગુજરાતી ફિલ્મોમાં અભિનયને ખુબ જ પસંદ કરતા જોવા મળે છે. હવે થોડા દિવસમાં જ વધુ એક બૉલીવુડ અભિનેતા શર્મન જોશીની એક ગુજરાતી ફિલ્મ આવી રહી છે જેનું નામ છે “કોન્ગ્રેચ્યુલેશન”.

આ ફીલ્મનું ટ્રેલર પણ લોન્ચ થઇ ગયું છે, જે દર્શકોને પણ ખુબ જ પસંદ આવી રહ્યું છે. આ ફિલ્મમાં શર્મન સાથે અભિનેત્રી માનસી પારેખ પણ જોવા મળી રહી છે. માનસી પારેખે પણ છેલ્લા થોડા સમયોમાં જ ગુજરાતી ફિલ્મોમાં પોતાની આગવી ઓળખ બનાવી લીધી છે અને દર્શકો દ્વારા પણ માનસીના અભિનયને ખુબ જ વધુ પસંદ કરવામાં આવ્યો છે.

ત્યારે ફિલ્મનું ટ્રેલર લોન્ચ થતા જ લોકો પણ આ ફિલ્મમાં એક નવા જ પ્રકારની વાર્તા જોવા માટે ઉત્સુક બની ગયા છે. ફિલ્મનું ટ્રેલર જોતા ફિલ્મની થોડી ઘણી કહાનીનો અંદાજ આવી રહ્યો છે. ટ્રેલરમાં જોયા પ્રમાણે શર્મન જોશી અને માનસી પારેખ પતિ પત્નીનું પાત્ર નિભાવી રહ્યા છે. બંને વચ્ચે ખુબ જ પ્રેમ પણ જોવા મળે છે.

પરિવારજનો આ દંપતી હવે એક બાળકને જન્મ આપે તેવી આશા રાખી રહ્યા છે, પરંતુ માનસી એટલે કે ફિલ્મની રાગીણીને કોઈ શારીરિક પ્રોબ્લમના કારણે તે મા બની શકે તેમ નથી. જેના કારણે શર્મન જોશી ડોક્ટરની મદદથી સર્જરી દ્વારા પ્રેગેન્ટ થાય છે, જેનો ઘણો વિરોધ થતો પણ જોવા મળે છે.

પણ હવે તે બાળકને જન્મ આપે છે કે કેમ ? તે તો આ ફિલ્મ દ્વારા જ ખબર પડશે. ટ્રેલર પરથી જ આ ફિલ્મ એક અલગ વિષય વસ્તુ લઈને આવતી હોય તેમ લાગી રહ્યું છે અને તેના કારણે જ દર્શકો આ ફિલ્મની ખુબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, સાથે જ શર્મન જોશીને ગુજરાતી ફિલ્મમાં જોવા માટે પણ ચાહકો આતુર છે.

બૉલીવુડ અભિનેતા શર્મન જોશીએ ઘણી બધી ગુજરાતી ફિલ્મોમાં મહત્વના પાત્ર ભજવ્યા છે. ખુબ જ લોકપ્રિય ફિલ્મ 3 ઈડિયટ્સમાં તે રાજુ રસ્તોગીના પાત્રમાં જોવા મળ્યો હતો. આ ઉપરાંત  રંગ દે બસંતી, ગોલમાલ,ઢોલ, હેટ સ્ટોરી 3. મિશન મંગલ જેવી હિટ ફિલ્મોમાં જોવા મળી ચુક્યો છે. બોલીવુડમાં તેની ઓળખ એક કોમેડી અભિનેતા તરીકેની છે.

આ ફિલ્મને યુવા ડાયરેક્ટર રેહાન ચૌધરી દ્વારા લખવામાં અને ડાયરેક્ટ કરવામાં આવી છે. આ ફિલ્મમાં માનસી પારેખ અને શર્મન જોશી ઉપરાંત અર્ચન ત્રિવેદી અને સ્વાતિ દવે પણ અભિનય કરી રહ્યા છે. દર્શકો માટે આ ફિલ્મ સમગ્ર ગુજરાતમાં 3 ફેબ્રુઆરીના રોજ સિનેમાઘરોમાં પ્રસારિત કરવામાં આવશે.

Niraj Patel