રાખી સાવંતના દુખમાં શરીફ થયા સ્ટાર્સ, માતાની અંતિમ યાત્રામાં તૂટી ગયેલી અભિનેત્રીને રાખી સાવંતે આપી સાંત્વના

રાખી સાવંતની રડી રડીને હાલત ખરાબ, મિત્ર રશ્મિ દેસાઇએ આવી રીતે કરાવી ચુપ…જુઓ તસવીરો

રાખી સાવંતની માતા જયા સાવંતનું ગત શનિવારના રોજ 28 જાન્યુઆરીએ નિધન થઇ ગયુ, તેઓ કેન્સર અને બ્રેઇન ટ્યુમર જેવી બીમારી સામે ઝઝૂમી રહ્યા હતા. જેને કારણે ઘણા સમયથી તેમની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી હતી, પણ તે મોતને માત ન આપી શક્યા અને આ દુનિયાને અલવિદા કહી ચાલ્યા ગયા. રવિવારના રોજ અભિનેત્રીની માતાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન અભિનેત્રી તેના પતિ આદિલ ખાન સાથે જોવા મળી હતી.

જ્યારે હોસ્પિટલથી રાખીની માતાના પાર્થિવ દેહને ઘરે લઇ જવામાં આવ્યો ત્યારે રાખીના ઇન્ડસ્ટ્રીના મિત્રો હાજર રહ્યા હતા, જેમાં ફરાહ ખાન, રાજીવ આડતિયા અને રશ્મિ દેસાઇ સહિત અન્યનો સમાવેશ થાય છે. રશ્મિ દેસાઇ રાખી સાવંતની માતાના અંતિમ સંસ્કારમાં ઘણી માયુસ જોવા મળી હતી. આ દરમિયાન તેણે વ્હાઇટ શર્ટ સાથે ડેનિમ પહેર્યુ હતુ અને શર્ટ ઉપર ઓપન કોટ પણ પહેર્યો હતો. રાખીને મળતા જ રશ્મિ ભાવુક થઇ ગઇ અને તેણે ગળે લગાવી અભિનેત્રીને સાંત્વના આપી.

રાખી સાવંતે ઇન્સ્ટાગ્રામ પર માતાને યાદ કરતા લખ્યુ કે, આજે મારી માતાનો હાથ મારા માથા પરથી ઉઠી ગયો. હવે મારી પાસે ખોવા માટે કંઇ નથી. હું તમને ખૂબ જ પ્રેમ કરુ છુ માં, તમારા વગર હવે કંઇ નથી રહ્યુ. હવે કોણ મારી પુકાર સાંભળશે, મને ગળે કોણ લગાવશે. ક્યાં જઉ. આઇ મિસ યુ આઇ. રાખી સાવંતે 9 જાન્યુઆરીના રોજ રડતા એક લાઇવ ચેટ કરી હતી. આ દરમિયાન તેણે કહ્યુ હતુ કે, તેની માતાને બ્રેઇન ટ્યુમર અને કેન્સર છે અને તેને કારણે તે હોસ્પિટલમાં એડમિટ છે.

તેણે લોકોને પાર્થના કરવાની અપીલ પણ કરી હતી. રાખી સાવંતના ભાઇએ ઇટાઇમ્સ સાથે વાત કરતા કહ્યુ હતુ કે સલમાન ખાને માતાના નિધન પર સંવેદના વ્યક્ત કરી હતી. તેણે કહ્યુ- ઇન્ડસ્ટ્રીમાંથી ઘણા લોકો ફોન કરી રહ્યા છે. સલમાન ભાઇની રાખી સાથે કોલ પર વાત થઇ હતી. તેમને જ કારણે માતા વધુ ત્રણ વર્ષ જીવિત રહી કારણ કે તેમણે ઓપરેશન કરાવ્યુ અને બધો ખર્ચ ઉઠાવ્યો.

જણાવી દઇએ કે, એપ્રિલ 2021માં રાખીની માતાને પિત્તની થેલીથી ટ્યુમર હટાવવાની સર્જરી થઇ હતી, જે બાદમાં કેન્સર બની ગયુ. આ દરમિયાન રાખીની મદદ માટે સલમાન ખાન અને તેના ભાઇ સોહેલ ખાન આગળ આવ્યા હતા. માતાના ઠીક થયા બાદ રાખીએ સલમાન અને સોહેલનો આભાર પણ માન્યો હતો. થોડા દિવસ પહેલા રાખીએ જણાવ્યુ હતુ કે અંબાણીજીએ પણ સારવારમાં મદદ કરી હતી અને હોસ્પિટલની ફીસને થોડી ઓછી કરાવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

Shah Jina