ઘરમાં જો ગરોળી આવતા જ બધાના મોઢામાંથી ચીસો નીકળી જતી હોય તો અપનાવો આ ઘરેલુ ઉપાય, ઘરની આજુબાજુ પણ નહીં ફરકે ગરોળી

ચોમાસામાં ગરોળીઓનો ત્રાસ છે? ઘરમાં જ રહેલી આ વસ્તુઓ ગરોળીને રાખશે દૂર, હવે ગરોળી નીકળતા નહીં કરવી પડે બુમાબુમ, આજે જ અપનાવો આ દેશી નુસ્ખા

ઘણા લોકો એવા છે જેમને ગરોળીની બીક ખુબ જ લાગતી હોય છે. તેમાં પણ મહિલાઓ અને છોકરીઓ તો ખાસ ગરોળીથી ડરતી હોય છે અને ગરોળી જોતા જ મોઢામાંથી ચીસ પણ નીકળી જતી હોય છે તો ઘણા લોકો ગરોળીને ભગાવવા માટે અલગ અલગ ઉપાયો પણ કરતા હોય છે, તો આજે અમે તમને કેટલાક એવા ઘરેલુ નુસખા બતાવીશું જેના દ્વારા ગરોળી ઘરની આસપાસ પણ નહિ ફરકે.

1. લાલ અને કાળા મરી:
લાલ મરચું અને કાળા મરીને સમાન માત્રામાં પાણીમાં ભેળવીને ઘર, બારી, દરવાજા વગેરેની બાજુઓ પર સ્પ્રે કરો. તેનાથી ગરોળી ભાગી જાય છે. ધ્યાનમાં રાખો કે તે તમારા શરીર અથવા આંખો પર ન પડવું જોઈએ.

2. ઈંડાના છોતરા:
ગરોળી ઈંડાના છોતરાની ગંધથી પણ ભાગી જાય છે. એટલા માટે તમે તેની છાલને ઘરમાં છુપાયેલી જગ્યાએ રાખી શકો છો. જેની ગંધથી જ ગરોળી દૂર ભાગશે અને ક્યારેય ઘરની આસપાસ પણ નહિ ફરકે.

3. કોફી:
કોફી પાવડરનો ઉપયોગ ગરોળીને દૂર કરવા માટે પણ કરી શકાય છે. આ માટે કોફી પાવડરમાં તમાકુ મિક્સ કરો અને તેમાંથી નાની ગોળીઓ બનાવો. જ્યાં ગરોળી વધુ આવે છે, તેને ત્યાં રાખો.

4. લસણ અને ડુંગળીનું પાણી:
ડુંગળીનો રસ અને પાણી સ્પ્રે બોટલમાં ભર્યા પછી તેમાં લસણના રસના થોડા ટીપાં મિક્સ કરીને સારી રીતે હલાવો. હવે તેને ઘરના દરેક ખૂણામાં છંટકાવ કરો, જ્યાં ગરોળી સૌથી વધુ આવે છે. ગરોળી આનાથી પણ ભાગી જાય છે.

5. ફિનાઈલની ગોળીઓ:
ફિનાઈલની ગોળીઓ પણ ગરોળીને ભગાડવામાં મદદ કરી શકે છે. એટલા માટે તમે તેમને દરેક જગ્યાએ રાખી શકો છો. ફિનાઈલની ગોળીઓની ગંધ ગરોળીને જરા પણ પસંદ નથી આવતી અને એટલે જ તમે જ્યાં ગરોળી આવે છે ત્યાં અથવા તો ઘરના દરવાજા અને બારીની પાસે તેને રાખી શકો છો.

Niraj Patel