યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્માના લેટેસ્ટ વીડિયોને જોઇને લોકો બોલ્યા- ચાલી પણ નથી શકતી…ઘણી વધારે જ પી રાખી છે…

પાર્ટીમાં લડખડાતી જોવા મળી યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્મા, બ્લેક ડ્રેસમાં લાગી ગ્લેમરસ, વીડિયો જોઇ લોકો બોલ્યા- ઘણી પી રાખી છે

ટીમ ઈન્ડિયાના લેગ સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્મા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. ધનશ્રી ફેમસ ડાન્સર હોવાની સાથે સાથે સ્ટાર યૂટયૂબર પણ છે. ધનશ્રી પાસે ડાન્સને લગતી યુટ્યુબ ચેનલ પણ છે, આ ચેનલના લાખોમાં સબસ્ક્રાઈબર્સ છે. ધનશ્રી બોલીવુડના ગીતો રીક્રિએટ કરે છે. આ સિવાય તે હિપ-હોપની તાલીમ પણ આપે છે. તે આ યુટ્યુબ ચેનલ પર તેની ડાન્સ એકેડમીના વીડિયો પણ અપલોડ કરે છે. હાલમાં જ્યાં ચહલ ન્યુઝીલેન્ડ વિરૂદ્ધ ટી20 સીરીઝમાં વ્યસ્ત છે.

ત્યાં આ વચ્ચે તેની પત્ની ધનશ્રી વર્મા મુંબઇની એક પાર્ટીમાં સામેલ થઇ હતી. પાર્ટીથી નીકળતા સમયે ધનશ્રીને જ્યારે સ્પોટ કરવામાં આવી તો તે તેણે બહાર ઊભેલ પેપરાજીને પોઝ પણ આપ્યા હતા. જો કે, આ વચ્ચે તે થોડી લડખડાતી જોવા મળી હતી. પાર્ટીમાં ધનશ્રી ઘણી જ ગ્લેમરસ અને હોટ લાગી રહી હતી. તેણે આ દરમિયાન બ્લેક શોર્ટ ડ્રેસ કેરી કર્યો હતો. આ દરમિયાનનો વીડિયો પણ સામે આવ્યો છે, જેના પર યુઝર્સ પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યુ- આ તો દારૂના નશામાં છે અને ચાલી પણ નથી શકતી.

એક બીજા યુઝરે લખ્યુ- ડ્રંક છે. એક અન્ય યુઝરે લખ્યુ- દારૂના નશામાં ચાલી પણ નથી શકતી. જો કે, પેપરાજીને તસવીર ક્લિક કરાવ્યા બાદ ધનશ્રી તેની કાર સુધી જાતે જ ગઇ હતી અને આ જોયા બાદ એવું ન કહી શકાય કે ધનશ્રી નશામાં ચાલી પણ નહોતી શકતી. ધનશ્રી ઘણીવાર તેના ડાન્સ વીડિયોને કારણે ચર્ચામાં રહે છે. તે એક સ્ટાર યૂટયૂબર અને કોરિયોગ્રાફર છે. ઉલ્લેખનીય છે કે, યુઝવેન્દ્ર ચહલે ડિસેમ્બર 2020માં ધનશ્રી વર્મા સાથે લગ્ન કર્યા હતા. ચહલે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યુ હતુ કે કોરાના બાદ જ્યારે ક્રિકેટ બંધ હતી,

તે દરમિયાન તે ડાંસ શીખવા માટે ધનશ્રીને મળ્યો હતો. તે બાદ બંનેની મિત્રતા થઇ અને ધીરે ધીરે બંને વચ્ચે પ્રેમ પાંગર્યો. વર્ષ 2020માં બંનેએ પ્રેમ થયાના ત્રણ મહિના બાદ જ સગાઇ કરી લીધી અને એ વર્ષે આઇપીએલ બાદ લગ્ન કરી લીધા. યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા ઘણીવાર તેમની તસવીરો અને વીડિયોને કારણે ચર્ચામાં રહે છે. ધનશ્રી ઘણીવાર ચહલ સાથેની તસવીર શેર કરી તેના પર પ્રેમ વરસાવતી હોય છે.

જણાવી દઇએ કે, ધનશ્રી વર્મા વ્યવસાયે ડેન્ટિસ્ટ પણ છે. તેણે મુંબઈની એક કોલેજમાંથી મેડિસિનનો અભ્યાસ કર્યો છે, પરંતુ શરૂઆતથી જ તેને ડાન્સિંગ પસંદ હતું, તેથી તેણે ડાન્સને પોતાની કારકિર્દી તરીકે પસંદ કર્યું. વર્ષ 2017માં તેણે પોતાની યુટ્યુબ ચેનલ બનાવી અને ધીરે ધીરે તે ઘણી ફેમસ થઈ ગઈ. હવે ધનશ્રી વર્મા કોરિયોગ્રાફી જગતમાં જાણીતું નામ છે અને તેના ડાન્સ વીડિયો ખૂબ વાયરલ થાય છે.

 

View this post on Instagram

 

A post shared by @varindertchawla

Shah Jina