લગ્ન બાદ પહેલી ડિનર ડેટ પર પતિ રાહુલ સાથે પહોંચી અથિયા શેટ્ટી, દુલ્હનિયાની હાથની મહેંદી પણ નથી સુકાઈ અને રોમેન્ટિક થયો રાહુલ

ફરી ટ્રોલર્સના નિશાના પર આવી અથિયા, કેએલ રાહુલ સાથે જોઇ યુઝર બોલ્યા- લાગતુ નથી કે નવા નવા લગ્ન થયા છે

બોલિવુડ અભિનેત્રી અથિયા શેટ્ટી કેએલ રાહુલ સાથે લગ્ન બાદથી ઘણી ચર્ચામાં છવાયેલી છે. 23 જાન્યુઆરીએ અથિયા અને કેએલ રાહુલે પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં સાત ફેરા લીધા હતા. બંનેના લગ્ન સુનીલ શેટ્ટીના ખંડાલા સ્થિત ફાર્મ હાઉસમાં થયા હતા. ત્યારે હાલમાં જ અથિયાને રાહુલ સાથે લગ્ન બાદ પહેલીવાર સ્પોટ કરવામાં આવી, પણ આ દરમિયાન અભિનેત્રી તેના લુકને લઇને ટ્રોલર્સના નિશાના પર આવી ગઇ.

અથિયા અને રાહુલને ગત રાત્રે એકબીજાનો હાથ થામી મુંબઇના બાંદ્રામાં સ્પોટ કરવામાં આવ્યા હતા. બંને અહીં ડિનર ડેટ માટે પહોંચ્યા હતા. આ દરમિયાન અથિયા પ્રિંટેડ બ્લૂ શર્ટ અને ડેનિમ જીન્સમાં જોવા મળી હતી અને રાહુલ વ્હાઇટ ટી શર્ટ સાથે બ્લૂ ડેનિમમાં જોવા મળ્યો હતો. અથિયા અને રાહુલને જોતા જ પેપરાજી તેમની તસવીરો કેમેરામાં કેદ કરવા લાગી ગયા હતા અને તે બાદ તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવતા વાયરલ થઇ ગઇ.

આ લુકમાં અથિયા કુલ અને સ્ટાઇલિશ લાગી રહી હતી પણ સોશિયલ મીડિયા યુઝર્સને નવી નવેલી દુલ્હનનો આ લુક પસંદ ન આવ્યો અને તેમણે અભિનેત્રીને ટ્રોલ કરી દીધી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોને જોઇ યુઝર્સે અથિયાના લુક પર સવાલ ઉઠાવવાનું શરૂ કરી દીધુ. એકે લખ્યુ- થોડી ન્યુલી મેકિડ જેવી બનીને આવતી તો સારુ લાગતુ.

બીજાએ લખ્યુ- આ જ અંતર છે બોલિવુડની અભિનેત્રીઓ અને સામાન્ય છોકરીઓમાં…તે સિંદુર, મંગળસૂત્ર જીવતા ક્યારેય નથી ભૂલતી અને અભિનેત્રીએ લગ્નના પછીના જ દિવસે જ ના સિંદુર…ના મંગળસૂત્ર…પછી લગ્નમાં મંગળસૂત્ર અને સિંદુરની શું જરૂર છે ? ત્યાં અન્ય એકે લખ્યુ- લાગતુ નથી કે નવા નવા લગ્ન થયા છે. જણાવી દઇએ કે, કેએલ રાહુલના લગ્નનું રિસેપ્શન હજુ નથી થયુ.

અથિયાના પિતા સુનીલ શેટ્ટીએ એ વાતને કન્ફર્મ કરતા કહ્યુ- IPL બાદ રિસેપ્શન થશે. કહેવામાં આવી રહ્યુ છે કે આ રિસેપ્શન પાર્ટીમાં ફિલ્મ જગત સિવાય ભારતીય ક્રિકેટ ટીમના ઘણા ખેલાડીઓ સામેલ થશે. અથિયા શેટ્ટી અને કેએલ રાહુલની લવ સ્ટોરી ત્રણેક વર્ષ પહેલા શરૂ થઇ હતી. બંનેની મુલાકાત વર્ષ 2019માં થઇ હતી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

એક કોમન ફ્રેન્ડથી તેઓ મળ્યા હતા અને પહેલી નજરમાં જ જાદુ ચાલી ગયો અને પ્રેમ થઇ ગયો. પહેલા વાત અને પછી મુલાકાત થવા લાગી અને આવી રીતે મિત્રતા પ્રેમમાં પરિણમી. ત્યારે હવે ફાઇનલી તેઓએ તેમના પ્રેમને લગ્નનું નામ આપ્યુ અને જન્મો જન્મના બંધનમાં બંધાઇ ગયા.

Shah Jina