આ વખતે તો ઉર્ફીએ હદ કરી દીધી, બે-બે જીન્સ પહેરી નીકળી ગઇ બહાર, વીડિયો થયો વાયરલ
ઉર્ફી જાવેદ અવાર નવાર તેના અજીબો ગરીબ આઉટફિટને લઇને સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. જેને કારણે અભિનેત્રીની પ્રશંસા કરનારની જગ્યા ઘણી લાંબી છે. પણ તેને ટ્રોલ કરનાર લોકોની સંખ્યા પણ કમ નથી. અવાર નવાર તે અજીબો ગરીબ કપડામાં જોવા મળે છે અને તેના કપડાની ચર્ચા સોશિયલ મીડિયા પર થાય છે.
તે એવી એવી ડિઝાઇન નીકાળે છે કે સામે વાળાએ ક્યારેય વિચાર પણ ના કર્યો હોય. ઉર્ફીનો હાલમાં જ નવો લુક સામે આવ્યો છે. જેમાં તેણે જલ્દી જલ્દીમાં એવો આઉટફિટ કેરી કર્યો કે બધા હેરાન રહી ગયા. એકવાર ફરી ઉર્ફીએ તેની ડ્રેસિંગ સેન્સથી લોકોને હેરાન કરી દીધા. ઉર્ફી જાવેદનો લુક હાલ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બનેલો છે.
ઉર્ફી આ નવા લુકમાં બે જીન્સ પહેરેલી જોવા મળી રહી છે. એક જીન્સને તેણે ફાડી તેનું ટોપ બનાવ્યુ છે અને તેને એવી રીતે સ્ટાઇલ કર્યુ છે કે લોકો તેને જોતા જ રહી ગયા. ઉર્ફી જાવેદને જ્યારે પૂછવામાં આવ્યુ કે તેણે આ લુક કેમ કેરી કર્યો તો તેણે જવાબ આપ્યો કે તે જે આઉટફિટ પહેરવાની હતી તે ખરાબ થઇ ગયો હતો અને જલ્દી જલ્દીમાં તેણે એક જીન્સને ફાડી ટોપ બનાવી લીધુ.
ઉર્ફીએ આ લુક સાથે તેના વાળને ઊંચા બનમાં કેરી કર્યા હતા અને લાઇટ મેકઅપ કર્યો હતો. ઉર્ફી આ આઉટફિટમાં હંમેશની જેમ હટકે લાગી રહી હતી. ઉર્ફી એક કેફેમાં પહોંચી હતી અને તે જેવી જ આવી કે પેપરાજી તેની તસવીરો કેમેરામાં કેદ કરવા લાગ્યા. ઉર્ફીએ કહ્યુ કે, પહેલીવાર આટલા કપડામાં તમે લોકોએ જોઇને, સારુ લાગી રહ્યુ છે ? તે તેના લુક વિશે કહે છે કે તે આજે જે કપડા પહેરી આવવાની હતી
View this post on Instagram
તે ખરાબ થઇ ગયા તો મેં આ જીન્સની પેર કેરી કરી. તે કહે છે કે મેં જીન્સ કાપી તેને ટોપની જેમ પહેર્યુ. જ્યારે એક પેપરાજીએ ઉર્ફીને પૂછ્યુ કે ઉર્ફી હજી કોઇ એવી વસ્તુ બાકી છે કે જેનાથી તેણે ડ્રેસ ના બનાવ્યો હોય. હાલ ઉર્ફીની આ લુકની તસવીરો અને વીડિયો વાયરલ થઇ રહ્યા છે. જેના પર યુઝર્સ અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.
View this post on Instagram