‘તારક મહેતા’ના જુના ટપુની દુબઈમાં મોજ માણતી તસવીરો આવી સામે, બરફની વચ્ચે આપ્યા એવા એવા પોઝ કે છોકરીઓ દિલ હારી બેઠી.. જુઓ તસવીરો
ટીવી પર લોકપ્રિય કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા વર્ષોથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે અને ટીઆરપીમાં પણ આ શો પોતાની જગ્યા આગળ હાંસિલ કરે છે. ત્યારે આ શોની જેમ શોના કલાકારોને પણ દર્શકો ખુબ જ પ્રેમ આપતા હોય છે. ત્યારે ઘણા કલાકરો એવા પણ છે જે આ શો છોડીને ચાલ્યા ગયા છે.
છતાં પણ ચાહકો દ્વારા આ કલાકારોને ભરપૂર પ્રેમ મળી રહ્યો છે. થોડા દિવસ પહેલા જ એવો જ એક કલાકાર જે શોમાં ટપુનું પાત્ર નિભાવતો હતો તે રાજ અનડકટે શોને હંમેશા માટે અલવિદા કહી દીધું છે. પરંતુ ચાહકો આજે પણ રાજને એટલો જ પ્રેમ કરે છે અને તેના સોશિયલ મીડિયા પર પણ ચાહકો જોડાયેલા રહે છે.
ત્યારે હાલમાં રાજ દુબઇના પ્રવાસે છે અને દુબઇમાંથી તે પોતાની શાનદાર તસીવરો પણ શેર કરતો રહે છે. રાજ દ્વારા શેર કરવામાં આવેલી તસવીરોને ચાહકો પણ ખુબ જ પસંદ કરી રહ્યા છે અને ભરપૂર પ્રેમ પણ વરસાવી રહ્યા છે. આ તસવીરોમાં રાજ દુબઇની અલગ અલગ જગ્યાએ પોઝ આપતો જોવા મળે છે.
રાજ અનડકટે દુબઈના પ્રવાસની ઢગલાબંધ તસવીરો શેર કરી છે, જેમાં તે ક્યારેક બુર્જ ખલીફા સામે ઉભા રહીને અલગ અલગ પોઝ આપે છે તો કેટલીક તસ્વીરોમાં તે મેદાનમાં ઉભેલો પણ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત તેણે દુબઇના સ્નો પાર્કની મુલાકાત દરમિયાનની પણ કેટલીક તસવીરો શેર કરી છે.
તમને જણાવી દઈએ કે રાજ અનડકટે તારક મહેતામાં ભવ્ય ગાંધીને રિપ્લેસ કર્યો હતો. જેઠાલાલના આ દીકરાને લોકોએ ખૂબ પ્રેમ આપ્યો હતો. રાજ આ શો પહેલા કેટલાક ટીવી ધારાવાહિક કરી ચૂક્યો હતો. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ પહેલા તે ‘એક રિશ્તા સાજેદારી કા’ અને ‘એક મુઠ્ઠી આસમાન’માં કામ કરી ચૂક્યો છે.
જો કે, ઘણા ઓછા લોકો જાણે છે કે, રાજ ‘મહાભારત’ માં પણ જોવા મળ્યો હતો. રાજે સ્પોટબોય સાથે વાતચીત કરતા જણાવ્યુ હતુ કે, તે વર્ષ 2013માં પ્રસારિત થયેલ શો ‘મહાભારત’માં 100 કૌરવોમાંનો એક ભાઇ બન્યો હતો. રાજે ત્રીજા નંબરના ભાઇનું પાત્ર નિભાવ્યુ હતું. તે વધારે મહત્વપૂર્ણ કિરદાર ન હતું. જો કે, તેના ચાહકોએ જયારે ‘મહાભારત’ નો રીપિટ ટેલિકાસ્ટ જોયો ત્યારે ચાહકોએ તેને ઓળખી લીધો હતો.