ક્રિકેટમાંથી બ્રેક લઈને વિરાટ અને અનુષ્કા વધુ એક ધાર્મિક યાત્રા પર, ઓસ્ટ્રેલિયા સિરીઝ પહેલા જ PM મોદીના ગુરુના લીધા આશીર્વાદ…જુઓ તસવીરો

ઓસ્ટ્રેલિયા સિરીઝ પહેલા વિરાટ-અનુષ્કાની વધુ એક ધાર્મિક યાત્રા, ઋષિકેશમાં PM મોદીના ગુરુના આશ્રમમાં પહોંચ્યા

કિંગ કોહલીનું ફેન ફોલોઇંગ દુનિયાભરમાં ફેલાયેલું છે. વિરાટ કોહલીએ પોતાની રમતથી લાખો લોકોના દિલ પણ જીતી લીધા છે. થોડા સમય પહેલા તે ફોર્મમાં નહોતો પરંતુ હવે તેનું ફોર્મ પણ પરત આવી ગયું છે અને મેદાનમાં ચોગ્ગા છગ્ગાનો વરસાદ પણ કરતો જોવા મળે છે. આ સાથે જ વિરાટ ખુબ જ ધાર્મિક પણ છે અને છેલ્લા ઘણા સમયથી તે ધાર્મિક યાત્રાઓ પર પણ જતો જોવા મળે છે.

હાલ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટી-20 શૃંખલા ચાલી રહી છે, જેમાં વિરાટ નથી રહ્યો ત્યારે આ બ્રેકમાં વિરાટ પત્ની અનુષ્કા સાથે ધાર્મિક યાત્રાઓ પણ જોવા મળી રહ્યો છે. વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા ઋષિકેશ પહોંચી ગયા છે. અહીંથી સામે આવેલી તસવીરોમાં જોઈ શકાય છે કે બંને તેમની દીકરી વામિકા સાથે સ્વામી દયાનંદ ગિરીના આશ્રમમાં હાજર છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિરાટ અને અનુષ્કા અહીં ધાર્મિક વિધિના સંબંધમાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વિધિ 31 જાન્યુઆરીએ થઈ શકે છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સ્વામી દયાનંદ ગિરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મેન્ટર પણ છે. સપ્ટેમ્બર 2015માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમને મળવા આવ્યા હતા. અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે કે દયાનંદ ગિરીના આ આશ્રમને વડાપ્રધાન મોદીના આગમન પછી ખ્યાતિ મળી છે. જે બાદ અનેક દિગ્ગજોએ અહીં ભાગ લીધો છે. મીડિયા રિપોર્ટ અનુસાર વિરાટ અને અનુષ્કા અહીં પહોંચ્યા અને બ્રહ્માલિન દયાનંદ સરસ્વતીની સમાધિના દર્શન કર્યા અને ગંગા ઘાટ પર સંતો અને પંડિતો સાથે ગંગા આરતીમાં પણ ભાગ લીધો.

વિરાટ કોહલી પોતાના યોગ ટ્રેનર સાથે આશ્રમમાં રોકાયો છે. રિપોર્ટ અનુસાર 31 જાન્યુઆરીએ એટલે કે આજે સવારે યોગ કર્યા પછી, તેઓ પ્રાર્થના કરશે અને પછી જાહેર ધાર્મિક વિધિ કરશે અને ભંડારાનું આયોજન કરશે. રિપોર્ટ અનુસાર વિરાટ ઓસ્ટ્રેલિયા સિરીઝમાં ભારતના સારા પ્રદર્શન માટે આશીર્વાદ લેવા અહીં પહોંચ્યો છે. સ્વામી દયાનંદ ગિરીનું નિધન સપ્ટેમ્બર, 2015માં થયું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તે ઋષિકેશમાં દયાનંદ સરસ્વતી આશ્રમ અને કોઈમ્બતુરમાં અર્શા વિદ્ધ ગુરુકુલમમાં શિક્ષક હતા. તેઓ શંકર પરંપરાના વેદાંત અને સંસ્કૃતના શિક્ષક હતા. તેમણે લગભગ 50 વર્ષ સુધી દેશ-વિદેશમાં વેદાંતનું શિક્ષણ આપ્યું.

Niraj Patel